- World
- રશિયા પાસેથી સામાન ખરીદવા પર ટ્રમ્પ ફસાઈ ગયા? મોઢામાંથી શબ્દ પણ ન નીકળ્યા; અમેરિકના નેતાએ જ બરાબર સં...
રશિયા પાસેથી સામાન ખરીદવા પર ટ્રમ્પ ફસાઈ ગયા? મોઢામાંથી શબ્દ પણ ન નીકળ્યા; અમેરિકના નેતાએ જ બરાબર સંભળાવી લીધું
રશિયા પાસેથી તેલ ખરીદી અને રક્ષા ડીલને લઈને અમેરિકાની ચીમકીનો ભારતે વળતો જવાબ આપ્યો છે. ભારતે કહ્યું હતું કે અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમ અને ફર્ટિલાઇઝર આયાત કરે છે. ભારતના જવાબ પર પ્રતિક્રિયા આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 5 ઓગસ્ટે કહ્યું હતું કે, તેમને આ વાતની જાણકારી નથી. ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે ભારતે કહ્યું છે કે- વોશિંગ્ટન રશિયા સાથે વેપાર ચાલુ રાખતા તેના પર અનુચિત દબાણ બનાવી રહ્યું છે, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘મને આ અંગે ખબર નથી. મારે તેની તપાસ કરવી પડશે.’
ભારતના વિદેશ મંત્રાલયે એક દિવસ અગાઉ રશિયા પાસેથી તેલ આયાતનો બચાવ કરતા એક નિવેદન જાહેર કર્યું હતું. વિદેશ મંત્રાલયે એક પ્રેસ રીલિઝ જાહેર કરીને કહ્યું હતું કે, ‘અમેરિકા અને યુરોપ પોતે રશિયા પાસેથી સમાન ખરીદે છે. એવામાં, જો ભારત પણ આવું જ કરે છે, તો અમેરિકા કે યુરોપને આપત્તિ ન હોવી જોઈએ. ભારતે સ્પષ્ટપણે કહ્યું કે તે પોતાના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં ઉઠાવશે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનની આકરી ટીકા કરી છે, જેમાં તેમણે ભારત પર વધુ ટેરિફ લગાવવાની ચીમકી આપી હતી. હેલીએ ચેતવ્યા કે આ પગલું ભારત-અમેરિકા સંબંધોને બગાડી શકે છે. ટ્રમ્પ ચીન જેવા દુશ્મન દેશને છૂટ ન આપે અને ભારત જેવા મહત્ત્વપૂર્ણ સહયોગી સાથે સંબંધ ખરાબ ન કરે. રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ ટ્રમ્પ પ્રશાસનના બેવડા ધોરણોની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ ચીન સાથે વેપાર માટે ટેરિફમાં 90 દિવસની છૂટ આપી છે, જ્યારે ભારત પર કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
હેલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું- ‘ભારતે રશિયા પાસેથી તેલ ન ખરીદવું જોઈએ, પરંતુ ચીન, જે આપણો દુશ્મન છે, અને રશિયા અને ઈરાનના તેલનો સૌથી મોટો ખરીદનાર છે. તેને 90 દિવસની ટેરિફ રાહત મળી ગઈ. ચીનને છૂટ ન આપો અને ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધો ખરાબ ન કરો. નિક્કી હેલી લાંબા સમયથી ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધોના પક્ષમાં છે. તેમનું માનવું છે કે ચીનના વધતા પ્રભાવને રોકવા માટે ભારત જેવા લોકતાંત્રિક દેશ સાથે મજબૂત ભાગીદારી જરૂરી છે.
તો ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝીલ પર 50 ટકા ટેરિફ લગાવી દીધો છે. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ટેરિફની જાહેરાત બાદ ટ્રમ્પે કહ્યું હતું કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઇનાસિયો લુલા દા સિલ્વા જ્યારે પણ ઇચ્છે ત્યારે ટેરિફ પર વાત કરી શકે છે, પરંતુ રાષ્ટ્રપતિ લુલાએ 4 ઓગસ્ટે સ્પષ્ટ કહ્યું હતું કે તેમને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવામાં રસ નથી.
તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ સહિત દુનિયાના બીજા નેતાઓ સાથે વાત કરશે. રાષ્ટ્રપતિ લુલાએ અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફના દિવસનો ઉલ્લેખ કરતા દેશો વચ્ચેના સંબંધોમાં સૌથી દુઃખદ દિવસ ગણાવ્યો.

