- Entertainment
- શાહરૂખના બર્થ ડે પર ‘ડંકી’નું ટીઝર રીલિઝ, બધી મગજમારી છે લંડન જવાની, જુઓ તમે પણ
શાહરૂખના બર્થ ડે પર ‘ડંકી’નું ટીઝર રીલિઝ, બધી મગજમારી છે લંડન જવાની, જુઓ તમે પણ
.jpg)
ફિલ્મઃ ડંકી
ડિરેક્ટરઃ રાજકુમાર હિરાની
પ્રોડ્યૂસરઃ જિયો સ્ટુડિયો, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ, રાજકુમાર ઈરાની ફિલ્મ્સ
કાસ્ટઃ શાહરૂખ ખાન, તાપસી પન્નુ, બોમન ઈરાની, વિકી કૌશલ
રીલિઝ ડેટઃ 25 ડિસેમ્બર, 2023(ક્રિસમસ)
શાહરૂખની ‘ડંકી’ અને પ્રભાસની ‘સાલાર’ વચ્ચે ટક્કર
વર્ષ 2023 બોલિવુડ ફિલ્મો માટે વરદાન સમાન રહ્યું છે. પઠાણ, જવાન, ગદર-2, તૂ ઝુછી મેં મક્કાર અને રોકી ઓર રાની કી પ્રેમ કહાની જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ છે. હવે 2023ના અંતમાં બે મોટી ફિલ્મો વચ્ચે ટક્કર થવા જઇ રહી છે. સુપરસ્ટાર શાહરૂખ ખાન અને બાહુબલી સ્ટાર પ્રભાસની ફિલ્મો એક જ દિવસે રીલિઝ થવા જઇ રહી છે.
ડિસેમ્બરના અંતમાં શાહરૂખ ખાનની ડનકી અને પ્રભાસની ફિલ્મ સાલાર રીલિઝ થવા જઇ રહી છે. બોક્સ ઓફિસ પર આ બંને ફિલ્મોની ટક્કર થવા જઇ રહી છે. શુક્રવારે હોમ્બલે ફિલ્મ્સે જાહેરાત કરી કે સાલાર 22 ડિસેમ્બર 2023ના રોજ રીલિઝ થઇ રહી છે. આ અવસરે ફિલ્મના નિર્માતાઓએ નવું પોસ્ટર પણ રીલિઝ કર્યું છે. જેમાં પ્રભાસ રફ લુકમાં જોવા મળી રહ્યો છે તેના હાથમાં તલવાર પણ જોવા મળી રહી છે.
2 મોટા સ્ટાર્સની બોક્સ ઓફિસર પર ટક્કર
22 ડિસેમ્બરના રોજ સાલારની રીલિઝ ડેટ જાહેર કર્યા પછી એ નક્કી થઇ ગયું કે બોક્સ ઓફિસ પર શાહરુખની ફિલ્મ ડનકી અને પ્રભાસની સાલારની ટક્કર થશે. આ પહેલા સાલારની રીલિઝ તારીખ 28 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની ટક્કર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વોર સાથે થવા જઇ રહી હતી. જોકે, ત્યાર પછી પોસ્ટ પ્રોડક્શનનો હવાલો આપતી સાલારની રીલિઝ ડેટ પોસ્ટપોન્ડ કરી દેવામાં આવી હતી. સાલાર ફિલ્મની ડિરેક્શન KGF ફેમ પ્રશાંત નીલે કર્યું છે. ફિલ્મમાં પ્રભાસની સાથે પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હસન અને મીનાક્ષી ચૌધરી છે.
આ વર્ષે શાહરૂખની ત્રીજી ફિલ્મ થશે રીલિઝ
પઠાન અને જવાનની ઐતિહાસિક સફળતા પછી શાહરૂખ ખાન હવે વર્ષના અંતમાં પોતાની ત્રીજી ફિલ્મ Dunki લઇને ફેન્સની વચ્ચે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાજ કુમાર હીરાનીએ કર્યું છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે તાપસી પન્નૂ પણ જોવા મળશે. ફેન્સને આશા છે કે કિંગ ખાનની આ ફિલ્મ પણ કમાણીના બધા રેકોર્ડ તોડવામાં સફળ રહેશે.