ગોવિંદાના વકીલે છૂટાછેડાની અટકળો પર આપી પ્રતિક્રિયા, બોલ્યા- ‘છૂટાછેડાના સમાચારોમાં સત્યતા તો છે, સુનિતાએ..’

બોલિવુડ એક્ટર ગોવિંદા આ સમયે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. એવા સમાચારો છે કે પત્ની સુનિતા સાથે તેના છૂટાછેડા થવાના છે. તાજેતરમાં, જ્યારે ગોવિંદાને આ બાબતે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓ સવાલ ટાળતા જોવા મળ્યા. હવે એક્ટરના વકીલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. વકીલ તરફથી કહેવામાં આવ્યું છે ગોવિંદા અને સુનિતાના છૂટાછેડાના સમાચારોમાં સત્યતા તો છે. સુનિતાએ પોતાના તરફથી છૂટાછેડાની અરજી દાખલ કરી છે. પરંતુ તેમણે એવું 6 મહિના અગાઉ કર્યું હતું. પરંતુ હવે બંને વચ્ચે બધું બરાબર છે અને તેઓ હવે સાથે આવી ગયા છે.

ગોવિંદાના વકીલ અને નજીકના મિત્ર લલિત બિંદલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘સુનિતાએ છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં બંને વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. હવે બધું બરાબર છે. નવા વર્ષ પર અમે સાથે જ નેપાળનો પ્રવાસ પણ કર્યો હતો. અમે પશુપતિનાથ મંદિરમાં સાથે પૂજા પણ કરી હતી.

govinda1

શું ગોવિંદા અને સુનિતા અલગ રહે છે?

વકીલે ગોવિંદા અને સુનિતા તરફથી પણ ઘણી બધી વાતો પર પ્રતિક્રિયા આપી. એવા સમાચારો હતા કે ગોવિંદા અને સુનિતા હવે એક જ બંગલામાં રહેતા નથી. તેના જવાબમાં વકીલે કહ્યું કે, બંને સાથે જ રહે છે. જ્યારે ગોવિંદા સાંસદ બન્યા હતા, ત્યારે તેમણે સત્તાવાર યુઝ માટે એક બંગલો લીધો હતો. તેઓ તેમના ફ્લેટની સામે જ છે. તેઓ ત્યાં ઓફિસનું કામ કરે છે અને ક્યારેક-ક્યારેક ત્યાં રાત પણ રોકાય છે. નહીં તો, લગ્ન બાદથી જ આ કપલ સાથે રહે છે.’

અફવાઓ પાછળના કારણો

વકીલને પૂછવામાં આવ્યું કે જ્યારે બધું બરાબર છે તો આ અફવાઓ ક્યાંથી આવી રહી છે? તેના જવાબમાં વકીલે કહ્યું કે, સોશિયલ મીડિયા પર પોડકાસ્ટથી. તેમના નિવેદનોને અધૂરા બતાવવામાં આવી રહ્યા છે. તેનાથી લોકોમાં ભ્રમ ફેલાય રહ્યો છે. જો તેમને કહ્યું કે તેમને આગામી જન્મમાં ગોવિંદા જેવો પતિ નથી જોઈતો, તો તેણે આગળ એવું પણ કહ્યું હતું કે તેમને ગોવિંદા જેવો પુત્ર જોઈએ છે.

વેલેન્ટાઇનવાળા પોતાના નિવેદનમાં, જ્યારે સુનિતાએ કહ્યું કે, તેમણે પોતાની સાથે વેલેન્ટાઇન મનાવ્યો, તો તેનો એમ કહેવાનો અર્થ એ હતો કે તેમણે આ દરમિયાન કામ કર્યું. દુર્ભાગ્યપૂર્ણ છે કે આ કપલ સાથે હોવા છતા, લોકો તેમની બાબતે માત્ર નેગેટિવ વાતો કરી રહ્યા છે. હું એ વાતનું આશ્વાસન આપવા માગું છું બંનેના ક્યારેય છૂટાછેડા નહીં થાય. કોઈ છૂટાછેડા થવા જઈ રહ્યા નથી.

govinda

ગોવિંદા અને સુનિતા આહુજાની વાત કરીએ તો, બંને કૉલેજના દિવસોથી એક-બીજાને ઓળખતા હતા. બંનેએ લવ મેરેજ કર્યા છે. આ કપલે વર્ષ 1987માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને 2 બાળકો છે. તેમના દીકરાનું નામ યશવર્ધન છે, જે આજકાલ લાઇમલાઇટમાં છે. ગોવિંદા ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને તેમના મોટા ભાઈ કીર્તિ કુમાર પણ એક્ટર-ડિરેક્ટર રહી ચૂક્યા છે.

Related Posts

Top News

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

ઉત્તર પ્રદેશના આગ્રામાં, નવપરિણીત દુલ્હને લગ્નની રાત્રે વરરાજાને દૂધ પીવડાવ્યું. આ પછી એવી 'ગેમ' થઈ કે બધા ચોંકી ગયા. મામલો...
National 
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ખાસ કરીને ઘાતક અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઓવરસ્પીડ...
Gujarat 
રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને પછી તેમને દેશની બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો....
National 
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.