- Entertainment
- શું 400 કરોડની કમાણી કરનાર ‘હનુમાન અંશ’ની સિક્વલમાં જોવા મળશે અક્ષય કુમાર? નિર્માતાએ જણાવ્યું સત્ય
શું 400 કરોડની કમાણી કરનાર ‘હનુમાન અંશ’ની સિક્વલમાં જોવા મળશે અક્ષય કુમાર? નિર્માતાએ જણાવ્યું સત્ય
બોક્સ ઓફિસ પર મોટા ભાગે એવી ફિલ્મ આવે છે, જે મોટા સ્ટાર કાસ્ટ કે ભારે પ્રચાર વિના ઈતિહાસ રચી દે છે. ઓછા બજેટની ફિલ્મ ‘હનુમાન અંશ’એ બરાબર આવું જ કર્યું છે. માત્ર રૂ.2 કરોડના સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે થિયેટરોમાં રૂ.400 કરોડથી વધુની કમાણી કરી છે. તો સિનેમાઘરાં પોતાના સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કર્યા છે. જોકે તેની સિક્વલની જાહેરાત થઈ ચૂકી છે અને તેનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થવાનું છે, આ બધા વચ્ચે વિવિધ અફવાઓનો બજાર ગરમ છે. તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર આ સિક્વલમાં સામેલ શકે છે; જોકે, ‘હનુમાન અંશ’ના નિર્માતાઓએ આ દાવાઓને ખોટા ગણાવ્યા છે.
સહ-નિર્માતા અનુપ્રિયા નાગરે ‘હનુમાન અંશ 2’માં અક્ષય કુમારના સામેલ થવા અંગેની અટકળો પર વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે સિક્વલમાં અભિનેતા સામેલ થવા અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. આ અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે.
કેવી રીતે ઉડી અક્ષયની કાસ્ટિંગના સમાચારોની અફવા?
આ મૂંઝવણ ત્યારે ઊભી થઈ જ્યારે અનુપ્રિયાએ એક ઈન્ટરવ્યૂમાં અક્ષય કુમારને પોતાના મનપસંદ અભિનેતા ગણાવ્યા. જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અભિનેતા ‘હનુમાન અંશ 2’નો ભાગ બનશે, ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો, જેનાથી તેમના કાસ્ટિંગ અંગેની અટકળોને વધુ વેગ મળ્યો. પરંતુ હવે તેમણે આખરે આ મૂંઝવણ દૂર કરી છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા અનુપ્રિયાએ કહ્યું કે, મેં ‘હનુમાન અંશ 2’માં અક્ષય કુમારના હોવા વિશે કંઈ કહ્યું નથી. આ વાત ખોટી છે. તેમણે સિક્વલમાં અક્ષય સામેલ થવાની અફવાઓને સ્પષ્ટપણે નકારી કાઢી છે.
સિક્વલની વર્તમાન સ્થિતિ શું છે?
હનુમાન અંશને એક ટ્રાયોલોજી (ત્રણ ફિલ્મોની સીરિઝ)ના પ્રથમ ભાગ તરીકે બનાવવામાં આવી છે. દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ પોતે પુષ્ટિ કરી છે કે, હનુમાન અંશ 2 પર કામ પહેલેથી જ શરૂ થઈ ગયું છે. નિર્માતાઓ કુલ બે સિક્વલ બનાવવાનું આયોજન કરી રહ્યા છે, અને આ ત્રણ ભાગની ફ્રેન્ચાઈઝી કહાનીને આગળ વધારશે. જોકે, રૂ.2 કરોડના બજેટમાં બનેલી અને કોઈ મોટા સ્ટાર્સ વિનાની ફિલ્મે રૂ.400 કરોડથી વધુની કમાણી કરી લેવું, એ સાબિત કરે છે કે ભારતીય સિનેમામાં 'કન્ટેન્ટ જ અસલી કિંગ છે.'

