મેકર્સે બદલી 'આદિપુરુષ'ની રીલિઝ ડેટ, આ કારણે હવે 2023ની સમરમાં રીલિઝ થશે

પ્રભાસ અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' વર્ષ 2023માં રલિઝ થવાની છે. આ ફિલ્મની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રામાયણની સ્ટોરીને થોડા અલગ અંદાજમાં બતાવવામાં આવી છે. ટીઝરના રીલિઝ થયા પછી ફિલ્મને તેના VFX માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં ફિલ્મને સપોર્ટ કરનારા અને તેની રાહ જોઈ રહેલા લોકોની કોઈ કમી જોવા નથી મળી રહી.

ફિલ્મ 12 જાન્યુઆરી 2023ના સિનેમાઘરોમાં રીલિઝ થવાની હતી પરંતુ હવે એવી ખબરો મળી રહી છે કે આ રીલિઝ ડેટને પોસ્ટપોન કરી દેવામાં આવી છે. ખબર મળી છે કે ફિલ્મની રીલિઝ ડેટ બદલીને 2023ના સમર વેકેશનમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. મતલબ છે કે આ એક ઘણો મોટો બદલાવ છે. પરંતુ આખરે મેકર્સેના આવું કરવા પાછળનું કારણ સૌ કોઈ જાણવા ઈચ્છે છે. મિર્ચી9ના રિપોર્ટ પ્રમાણે, સંક્રાંતિના જે અઠવાડિયામાં 'આદિપુરુષ' રીલિઝ થવાની છે, તે જ અઠવાડિયામાં ચિરીંજીવીની ફિલ્મ 'વોલ્ટર વેરૈયા' અને નંદમુરી બાલકૃષ્ણન સ્ટારર ફિલ્મ 'વીરા સિમ્હા રેડ્ડી' પણ રીલિઝ થવાની છે.

તેવામાં ખતરો એ વાતનો છે કે આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં 'આદિપુરુષ'ને જોઈએ તેટલી સ્ક્રીન મળશે નહીં. રિપોર્ટ્સની માનીએ તો ઓમ રાઉતની ટીમ ટૂંક સમયમાં તેની નવી રીલિઝ ડેટની ઓફિશિયલ જાહેરાત કરી દેશે. તેવામાં 'આદિપુરુષ' માટે ભલે દર્શકોએ થોડો વધારે સમય રાહ જોવી પડશે પરંતુ આશા છે કે લોકોને તે ખલશે નહીં અને ફિલ્મ બોક્સ ઓફિસ પર આશા કરતા વધારે કમાણી કરી શકશે.

થોડા દિવસો પહેલા રામનું પાત્ર ભજવનારા એક્ટર પ્રભાસના 43મા જન્મ દિવસે જ ફિલ્મનું નવું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. જેમાં તે તીર અને બાણ લઈને ઊભેલો દેખાય છે. ફિલ્મમાં બોલિવુડ એક્ટ્રેસ ક્રિતી સેનન સીતાના પાત્રમાં જોવા મળવાની છે. ટીઝરમાં સીતાની એકમાત્ર ઝલક દેખાડવામાં આવી છે. આ સિવાય ફિલ્મના ટીઝર રીલિઝ થવાની સાથે જ રાવણ અને હનુમાનના પાત્રના લૂક અંગે લોકોએ ફિલ્મનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો હતો. સાથે સોશિયલ મીડિયા પર તેને બેન કરવાની પણ માગો ઉઠી રહી હતી. ફિલ્મમાં રાવણના પાત્રને મહોમ્મદ ખિલજી સાથે સરખાવવામાં આવી રહ્યો છે. ફિલ્મનું બજેટ 500 કરોડનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેટર લખ્યો- હિન્દુ પરિવારોને વિસ્તાર ખાલી કરવા દબાણ થઈ રહ્યું છે

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેણાંક વિવાદને લઈને તણાવભર્યું વાતાવરણ ઉભું થયું છે. રાયખડ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા હિંદુ પરિવારો દ્વારા હેરાનગતિની...
Gujarat 
ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેટર લખ્યો- હિન્દુ પરિવારોને વિસ્તાર ખાલી કરવા દબાણ થઈ રહ્યું છે

પૂર્વ DGPનો મોટો આરોપ, બિહારમાં એક IPS અધિકારીએ અપહરણનો ધંધો શરૂ કરાવ્યો હતો

ખાખીનો કડક પોશાક ત્યજીને આધ્યાત્મિકતા અને ભક્તિના કોમળ પિતામ્બરમાં લપેટાયેલા ગુપ્તેશ્વર પાંડેનું વર્તમાન સ્વરૂપ કોઈ એક તપસ્વીનું પુનરાગમન જેવું લાગે...
National 
પૂર્વ DGPનો મોટો આરોપ,  બિહારમાં એક IPS અધિકારીએ અપહરણનો ધંધો શરૂ કરાવ્યો હતો

ડાકોરમાં ગોમતી ઘાટ પર મૂર્તિ વેચનાર ફેરિયાને ઈનકમ ટેક્સ વિભાગે 19.84 કરોડની નોટિસ ફટકારી

ડાકોરમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચી ગુજરાન ચલાવતા ચિરાગ ભૈયાને ઇનકમ...
Gujarat 
ડાકોરમાં ગોમતી ઘાટ પર મૂર્તિ વેચનાર ફેરિયાને ઈનકમ ટેક્સ વિભાગે 19.84 કરોડની નોટિસ ફટકારી

ફરી એકવાર દારૂબંધીની પોલ ખૂલી, ટ્રેનની છત પરથી દારૂની બોટલો વરસી, વીડિયો વાયરલ

દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી રક્સૌલ જઈ રહેલી સત્યાગ્રહ એક્સપ્રેસ (15274)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અચાનક, સ્લીપર કોચ ...
National 
ફરી એકવાર દારૂબંધીની પોલ ખૂલી, ટ્રેનની છત પરથી દારૂની બોટલો વરસી, વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.