રાવણને રક્ષક, ભાગતા દેખાયા રામ-લક્ષ્મણ! હિન્દુ સંગઠનોમાં 'રામાયણ'ને લઇને આક્રોશ, બહિષ્કારની માંગ

બોલિવુડમાં તાજેતજમાં એક એ ફિલ્મને લઈને વિવાદ ઉભો થઇ ગયો છે, જેનું નામ સાંભળતા જ કરોડો લોકોની આસ્થા સાથે જોડાય જાય છે. વાત થઇ રહી છે ફિલ્મ 'રામાયણ'ની. ભગવાન શ્રીરામની કથાને મોટા પડદા પર લાવવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ ફિલ્મ સામેના વિરોધના સૂર વધુ તેજ થઇ ગયા છે. મુંબઈના કેટલાક હિન્દુ સંગઠનોએ ફિલ્મ નિર્માતાઓ પર મહર્ષિ વાલ્મીકિની મૂળ 'રામાયણ'ની કથા સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં, આ સંગઠનોએ લોકોને આ ફિલ્મ ન જોવાની છે અને તેના બીજા ભાગનો પણ વિરોધ કરવાની અપીલ કરી છે.

17 નવેમ્બરના રોજ મુંબઈમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓએ ફિલ્મનાં કેટલાક દૃશ્યો પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને રાવણના પાત્રોને એ રીતે દર્શાવવામાં આવ્યા નથી, જે રીતે વાલ્મીકિ રામાયણમાં વર્ણન મળે છે.

'હિન્દુ જનજાગૃતિ સમિતિ'ના મહારાષ્ટ્ર અને છત્તીસગઢ રાજ્ય સંયોજક સુનિલ ઘનવટે વિરોધ કરતા આરોપ લગાવ્યો કે ક્રિએટિવ ફ્રીડમના નામે 'રામાયણ'ની મૂળ ભાવનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તેમણે હિન્દુ સમુદાયને આ ફિલ્મનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરી છે.

ramayana
firstpost.com

આ સંગઠનોની મોટી નારાજગી રાવણના પાત્રને લઈને છે. તેમનો આરોપ છે કે ફિલ્મમાં રાવણને પીડિતોના રક્ષક અને ગરીબોને સોનાના ઘર આપનાર રાજા તરીકે દર્શાવવામાં આવ્યો છે. સંગઠન આને રામાયણની સ્થાપિત કથાથી અલગ પ્રસ્તુતિ ગણાવી રહ્યા છે.

આ વિવાદ માત્ર રાવણના પાત્ર પૂરતો સીમિત નથી. આ સંગઠનોએ ફિલ્મના કેટલાક ખાસ દૃશ્યો સામે પણ આપત્તિ દર્શાવી છે. તેમનો આરોપ છે કે ફિલ્મમાં રાવણ દ્વારા શૂર્પણખાના પતિ વિદ્યુતજીવની હત્યા થતી દર્શાવવામાં આવી છે, જ્યારે આ પ્રસંગને લઇને તેમની આપત્તિ છે. આ ઉપરાંત, ભગવાન રામ અને લક્ષ્મણને રાવણની સેનાથી ભાગતા બતાવવા અને માતા સીતાને રાક્ષસો સામે યુદ્ધ કરતા બતાવવા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

આ સંગઠનોનો દાવો છે કે વાલ્મીકિ રામાયણમાં આ ઘટનાઓનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું નથી. તેમનું કહેવું છે કે જ્યારે કોઈ ફિલ્મ ધાર્મિક ગ્રંથ પર બનાવવામાં આવે છે, ત્યારે તેની મૂળ કથા અને પાત્રોની મર્યાદાનું ધ્યાન રાખવું જરૂરી છે.

ફિલ્મના વિરોધ સાથે, હિન્દુ સંગઠનોએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એટલે કે સેન્સર બોર્ડ પર પણ સવાલો ઉઠાવ્યા છે. સુનિલ ઘનવટનો આરોપ છે કે સેન્સર બોર્ડ અન્ય ધર્મોની ભાવનાઓ પ્રત્યે વધુ સતર્ક રહે છે, પરંતુ હિન્દુઓના ધાર્મિક વિષયોમાં તેટલી સંવેદનશીલતા દર્શાવવામાં આવતી નથી.

ramayana
ndtv.com

તેમણે માંગ કરી છે કે ધાર્મિક ગ્રંથો પર આધારિત ફિલ્મોને પ્રમાણપત્ર આપતા પહેલા સેન્સર બોર્ડના સભ્યોએ સંબંધિત ધર્મગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. સાથે જ તેમણે ફિલ્મના સીક્વલની રજૂઆતનો પણ વિરોધ કરવાની વાત કહી.

આ વિવાદમાં હવે સનાતન સંસ્થાની પણ એન્ટ્રી થઈ છે. સંસ્થાના પ્રવક્તા અભય વર્તકે ફિલ્મમાં કથિત ફેરફારો અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે રામાયણ પર ફિલ્મ બનાવનારાઓએ મૂળ ગ્રંથમાં વર્ણિત ઘટનાઓને અનુરુપ જ પ્રસંગ બતાવવા જોઇએ. તેમના મતે, ફિલ્મમાં ઘણા પ્રસંગોમાં ફેરફાર કરીને રજૂ કરવામાં આવ્યા છે, જે સ્વીકાર્ય નથી.

હાલમાં ફિલ્મ 'રામાયણ' અંગે ધાર્મિક અને સાંસ્કૃતિક બહેસ તેજ થઇ ગઇ છે. એક તરફ હિન્દુ સંગઠનો કથિત ફેરફારોનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ ફિલ્મ નિર્માતાઓએ હજુ સુધી આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો નથી. ઈન્ડિયા ટુડે/આજ તકના અહેવાલ મુજબ, આ બાબતે નિર્માતાઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. હવે એ જોવાનું રહેશે કે ફિલ્મની ટીમ આ આરોપોના જવાબમાં શું સ્પષ્ટતા આપે છે.

About The Author

Related Posts

Top News

રાવણને રક્ષક, ભાગતા દેખાયા રામ-લક્ષ્મણ! હિન્દુ સંગઠનોમાં 'રામાયણ'ને લઇને આક્રોશ, બહિષ્કારની માંગ

બોલિવુડમાં તાજેતજમાં એક એ ફિલ્મને લઈને વિવાદ ઉભો થઇ ગયો છે, જેનું નામ સાંભળતા જ કરોડો લોકોની આસ્થા સાથે જોડાય...
Entertainment 
રાવણને રક્ષક, ભાગતા દેખાયા રામ-લક્ષ્મણ! હિન્દુ સંગઠનોમાં 'રામાયણ'ને લઇને આક્રોશ, બહિષ્કારની માંગ

ન્યૂયોર્કના પહેલા મુસ્લિમ મેયર મમદાનીએ દિવાળી પાર્ટી આપી; રામાયણ-મહાભારતનો ઉલ્લેખ કરીને કહ્યું- આપણે...

ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાનીએ દિવાળી નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું. રામાયણ અને મહાભારતનો ઉલ્લેખ કરતા, તેમણે હિન્દુ...
World 
ન્યૂયોર્કના પહેલા મુસ્લિમ મેયર મમદાનીએ દિવાળી પાર્ટી આપી; રામાયણ-મહાભારતનો ઉલ્લેખ કરીને કહ્યું-  આપણે...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 19-11-2026 દિવસ: ગુરુવાર મેષ: મહેનતનું ફળ ઓછું મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દીપક ચહરથી લઈને સ્ટાર્ક સુધી: જાણો IPL હરાજી પહેલા કયા ખેલાડીઓ રીલિઝ થયા, હેડે દેશ માટે IPLના 14 કરોડ ઠુકરાવ્યા

IPL 2027ની મિની-હરાજી પહેલા તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ તેમની ટીમોમાં મોટા ફેરફારો કર્યા છે. મિચેલ સ્ટાર્ક, ટ્રેવિસ હેડ, ...
Sports 
દીપક ચહરથી લઈને સ્ટાર્ક સુધી: જાણો IPL હરાજી પહેલા કયા ખેલાડીઓ રીલિઝ થયા, હેડે દેશ માટે IPLના 14 કરોડ ઠુકરાવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.