- Sports
- દીપક ચહરથી લઈને સ્ટાર્ક સુધી: જાણો IPL હરાજી પહેલા કયા ખેલાડીઓ રીલિઝ થયા, હેડે દેશ માટે IPLના 14 કરો...
દીપક ચહરથી લઈને સ્ટાર્ક સુધી: જાણો IPL હરાજી પહેલા કયા ખેલાડીઓ રીલિઝ થયા, હેડે દેશ માટે IPLના 14 કરોડ ઠુકરાવ્યા
IPL 2027ની મિની-હરાજી પહેલા તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ તેમની ટીમોમાં મોટા ફેરફારો કર્યા છે. મિચેલ સ્ટાર્ક, ટ્રેવિસ હેડ, ટ્રેન્ટ બોલ્ટ, મથીશા પથિરાના અને એનરિક નોર્કિયા જેવા મોટા ખેલાડીઓને રીલિઝ કરવામાં આવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે એમ.એસ. ધોનીને રીલિઝ કરી દીધો છે. ટ્રેવિસ હેડે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની ટીમ પર તે ધ્યાન આપવા માંગે છે એટલે તે IPL 2027 રમતો જોવા નહીં મળે, તેને 14 કરોડ રૂપિયા મળતા હતા, પણ દેશ માટે રમવા માટે તેણે 14 કરોડ રૂપિયા ઠુકરાવી દીધા હતા.
જોકે, તે મેન્ટરની ભૂમિકામાં ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા રહેશે. તમામ ટીમોએ 17 નવેમ્બરે રીલિઝ કરેલા ખેલાડીઓની યાદી IPLને સોંપી દીધી છે, અને હવે તેમની નજર 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારી મિની-હરાજી પર છે. આ વખતે લખનૌ સુપર જાયન્ટ્સ સૌથી વધું રકમ (પર્સ) સાથે હરાજીમાં ઉતરશે, જ્યારે ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી ઓછી રકમ હશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાના, બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાન અને અજિંક્ય રહાણેને રીલિઝ કર્યા છે. રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, આકાશ દીપ, ઉમરાન મલિક અને નવદીપ સૈની જેવા ખેલાડીઓ પણ હવે ટીમનો ભાગ નથી. KKR પાસે હાલમાં રૂ.41.65 કરોડ બચ્યા છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)એ ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડ અને શ્રીલંકાના ઓલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસને રીલિઝ કર્યા છે. જયદેવ ઉનડકટ, દિલશાન મદુશંકા, શિવમ માવી અને ગેરાલ્ડ કોએત્ઝીને પણ ટીમમાંથી રીલિઝ કરવામાં આવ્યા છે. હૈદરાબાદના પર્સમાં રૂ.40.15 કરોડ છે. દિલ્હી કેપિટલ્સે મિચેલ સ્ટાર્ક અને નીતિશ રાણાને રીલિઝ કર્યા છે, જ્યારે વિકેટકીપર-બેટર અભિષેક પોરેલ અને પથુમ નિસાંકાને પણ ટીમમાંથી બહાર થયા છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચાહર અને અફઘાન સ્પિનર અલ્લાહ ગઝનફરને રીલિઝ કર્યા છે. હાર્દિક પંડ્યાની અને અર્શદીપ સિંહની પંજાબ કિંગ્સ સાથે ટ્રેડ ડીલ પણ થઈ ચૂકી છે.
લખનૌ સુપર જાયન્ટ્સે અવેશ ખાન, એનરિક નોર્ખિયા અને વાનિન્દુ હસરંગા સહિત સાત ખેલાડીઓને રીલિઝ કર્યા છે. તેની પાસે રૂ.47.45 કરોડ બાકી છે, જે તમામ ટીમોમાં સૌથી વધુ છે. ગુજરાત ટાઇટન્સે ઈશાંત શર્મા અને શાહરૂખ ખાન સહિત 5 ખેલાડીઓને રીલિઝ કર્યા છે; તેની પાસે હવે માત્ર રૂ.8.75 કરોડ બાકી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે રૂ.28.05 કરોડ, રાજસ્થાન રોયલ્સ પાસે રૂ.27.05 કરોડ અને પંજાબ કિંગ્સ પાસે રૂ.18.6 કરોડ બાકી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જેકબ બેથેલ સહિત 5 ખેલાડીઓને રીલિઝ કર્યા છે અને તેની પાસે રૂ.14.15 કરોડ છે. IPL 2027ની મિની-હરાજી 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે, જ્યાં ટીમો પોતામાં ખાલી જગ્યાઓ ભરવા માટે ખેલાડીઓ પર બોલી લગાવશે.
તમામ 10 ટીમો દ્વારા રીલિઝ કરવામાં આવેલા ખેલાડીઓની યાદી:
RCB: જેકબ બેથેલ, રિચર્ડ ગ્લીસન, મંગેશ યાદવ, વિહાન મલ્હોત્રા, સાત્વિક દેસવાલ.
GT: ઈશાંત શર્મા, લ્યૂક વુડ, કુલવંત ખેજરોલિયા, શાહરૂખ ખાન, કોનર એસ્ટરહુઈઝન.
SRH: ટ્રેવિસ હેડ, કામિન્દુ મેન્ડિસ, જયદેવ ઉનડકટ, દિલશાન મદુશંકા, ઓંકાર, અમિત કુમાર, શિવમ માવી, ગેરાલ્ડ કોએત્ઝી, ડેવિડ પાયને.
RR: શિમરોન હેટમાયર, તુષાર દેશપાંડે, એડમ મિલ્ને, ક્વેના મફાકા, કુલદીપ સેન, યુદ્વવીર સિંહ ચરક, વિગ્નેશ પુથુર, રવિ સિંહ.
PBKS: લોકી ફર્ગ્યૂસન, મિચ ઓવેન, નેહલ વઢેરા, પાયલા અવિનાશ, પ્રવિણ દુબે, વિશાલ નિષાદ
DC: મિશેલ સ્ટાર્ક, નીતિશ રાણા, અભિષેક પોરેલ, પથુમ નિસાંકા, બેન ડકેટ, કરુણ નાયર, સાહિલ પારખ, દુષ્મંથા ચમીરા, રેહાન અહેમદ, અજય મંડલ.
KKR: મતિશા પાથિરાના, મુસ્તફિઝુર રહેમાન, અજિંક્ય રહાણે, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, આકાશ દીપ, ઉમરાન મલિક, નવદીપ સૈની, તેજસ્વી દહિયા, બ્લેસિંગ મુઝરબાની, દક્ષ કામરા, લવનીથ સિસોદિયા.
MI: ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચાહર, અલ્લાહ ગઝનફર, અથર્વ અંકોલેકર, કેશવ મહારાજ, મોહમ્મદ ઇઝહર, માલેવર, મયંક માર્કંડે, મયંક રાવત.
CSK: મહેન્દ્ર સિંહ ધોની, પ્રશાંત વીર, મેથ્યૂ શોર્ટ, મેટ હેનરી, જેક ફોલ્કેસ, અમન ખાન, કુલદીપ યાદવ, આકાશ મધવાલ, ડિયાન ફોરેસ્ટર, મેકનીલ નોરોન્હા.
LSG: અવેશ ખાન, એનરિચ નોર્ખિયા, વાનિન્દુ હસરાંગા, મેથ્યૂ બ્રેટ્ઝકે, જ્યોર્જ લિન્ડે, નમન તિવારી, અર્શિન કુલકર્ણી.

