આ કારણે લંડન શિફ્ટ થવા માગે છે અનુષ્કા, માધુરી દિક્ષિતના પતિએ કર્યો ખુલાસો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી છેલ્લા કેટલાક દિવસોથી લંડનમાં રહે છે. એટલું જ નહીં, બંને અહીં પર્મનેન્ટલી સેટલ થવાની પ્લાનિંગ પણ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત સોશિયલ મીડિયા પર છવાયેલા છે. હવે તેની પાછળના કારણનો ખુલાસો થઇ ગયો છે કે કેમ અનુષ્કા લંડન શિફ્ટ થવા માગે છે. તેનો ખુલાસો કોઇ બીજાએ નહીં, પરંતુ પણ માધુરી દીક્ષિતના પતિએ કર્યો છે. માધુરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, અનુષ્કા લંડન કેમ શિફ્ટ થવા માગે છે. થોડા મહિના અગાઉ, માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેને, જેઓ એક હેલ્થ એન્ડ વેલનેસ યુટ્યુબ ચેનલ ચલાવે છે, તેમણે યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાનું પોતાના પોડકાસ્ટ પર સ્વાગત કર્યું હતું જ્યારે બંનેએ વિરાટ કોહલી માટે પોતાની શાનદાર દીવાનગી પર ચર્ચા કરી હતી.

madhuri
aajtak.in

 

વાતચીત દરમિયાન ડૉક્ટર નેનેએ અનુષ્કા સાથે પોતાની વાતચીતને યાદ કરતા કહ્યું કે, હું તમને કંઇક બતાવીશ, અને એજ તમે શીખો છો, તેઓ બધા એક વખતમાં પોતાનું પેન્ટ પગમાં પહેરે. અમે એક દિવસ અનુષ્કા સાથે વાતચીત કરી હતી, અને તે ખૂબ જ રસપ્રદ હતી. તેઓ લંડન જવા બાબતે વિચારી રહ્યા હતા કેમ કે તેઓ પોતાની સફળતાનો આનંદ નથી લઇ શકતા. અને અમે તેમની આ મુશ્કેલીની પ્રશંસા કરીએ છીએ, કારણ કે તેઓ જે કંઇ કરે છે તે ધ્યાન આકર્ષિત કરે છે. આપણે લગભગ અલગ-થલગ પડી જઇએ છીએ. પછી ડૉક્ટર નેનેએ પ્રસિદ્ધિ સાથે પોતાના જટિલ સંબંધો બાબતે વાત કરી અને ખુલાસો કર્યો કે અનુષ્કા અને વિરાટ લંડન જતા રહ્યા કેમ કે તેઓ પણ પોતાના બાળકોને બધી ચમક-દમક અને ગ્લેમરથી દૂર ઉછેરવા માગે છે.

ડૉક્ટર નેનેએ કહ્યું કે, 'હું બધા સાથે હળી મળી જાઉં છું, હું બિન્દાસ છું. પરંતુ ત્યાં પણ તે પડકારપૂર્ણ થઇ જાય છે. હંમેશાં સેલ્ફી મોમેન્ટ હોય છે. ખરાબ રીતે નહીં, પરંતુ એક સમય એવો આવે છે જ્યારે તે જોવા જેવો બની જાય છે, જ્યારે તમે ડિનર અથવા લંચ પર હોવ છો અને તમારે તેની બાબતે વિનમ્ર થવું પડે છે. મારી પત્ની માટે આ એક મુદ્દો બની જાય છે, પરંતુ (અનુષ્કા અને વિરાટ) પ્રેમાળ લોકો છે, અને તેઓ પોતાના બાળકોને સામાન્ય રીતે ઉછેરવા માગે છે.

Virat,-Anushka1
news18.com

 

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પહેલી મુલાકાત વર્ષ 2013માં એક ટેલિવિઝન જાહેરાતની શૂટિંગ દરમિયાન થઇ હતી. બંને એકબીજાના પ્રેમ કરવા લાગ્યા, પરંતુ પોતાના સંબંધો છુપાવીને રાખ્યા. વર્ષ 2017માં ઇટાલીમાં બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયા. આ કપલે જાન્યુઆરી 2021માં તેમના પહેલા બાળકના રૂપમાં, એક દીકરીનું સ્વાગત કર્યું અને તેનું નામ વામિકા રાખ્યું. ત્યારબાદ ફેબ્રુઆરી 2024માં તેઓ એક પુત્રના ગૌરવશાળી માતા-પિતા બની ગયા અને તેનું નામ અકાય રાખવામાં આવ્યું. હવે અનુષ્કા પોતાના બાળકોને ગ્લેમર અને ચમક-દમકની દુનિયાથી દૂર એક સામાન્ય જિંદગી આપવા માગે છે. ભારતમાં તેમના બાળકોને હંમેશાં લાઇમલાઇટમાં રાખવામા આવશે, પરંતુ અનુષ્કા આવું ઇચ્છતી નથી, તેના બદલે તે ઇચ્છે છે કે તેના બાળકો બીજા સામાન્ય બાળકોની જેમ પોતાનું બાળપણ જીવે.

Related Posts

Top News

રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

ફેશન હંમેશા બદલાતી રહે છે, પરંતુ ક્યારેક એવો ટ્રેન્ડ આવે છે, જેને સામાન્ય લોકોમાં લોકપ્રિય બનાવવો મુશ્કેલ બની...
Offbeat 
રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની  કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
Gujarat 
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.