કોણ છે જેસ્મિન વાલિયા? આ સુંદરી સાથે હાર્દિક પંડ્યાના અફેરની અટકળો

હાર્દિક પંડ્યા ફરી એક વખત લાઇમલાઇટમાં છે. આ સંબંધ તૂટવાનો મામલો નથી, મામલો દિલ મળવાનો છે. તેને લઇને અફવાઓનો બજાર ગરમ છે કે તે એક સુંદરી પર ફીદા થઇ ગયો છે. જેવી જ અફવાઓ આવવા લાગી, ત્યારથી ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ એ જાણવા માટે ઉત્સુક છે કે આખરે એ છે કોણ? તમે પણ એ જાણવા માગો છો તો ચાલો આ આર્ટિકલમાં જાણીએ કોણ છે એ હસીના જેની બાબતે અફવા છે કે તે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ડેટિંગ કરી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Jasmin Walia (@jasminwalia)

જેસ્મિન વાલિયા બ્રિટિશ સિંગર અને ટી.વી. પર્સનાલિટી છે, જેની મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીથી લઇને સોશિયલ મીડિયા સુધી ઠેર ઠેર ચર્ચા છે. જેસ્મિન અને હાર્દિક પોતાના સોશિયલ મીડિયા ઇન્ટરેક્શનથી ડેટિંગની અફવાઓને હવા આપી રહ્યા છે. વાયરલ થઇ રહેલી તસવીરો અને વીડિયોના કારણે અફવા છે કે તેઓ ગ્રીસમાં એક સાથે છુટ્ટીઓ મનાવી રહ્યા છે. લંડનમાં એસ્સેક્સમાં જન્મેલી જેસ્મિનના માતા-પિતા ભારતીય મૂળના છે.

જેસ્મિને દુનિયાનું પહેલી વખત ધ્યાન પોતાની તરફ ખેચ્યું ત્યારે તે બ્રિટિશ રિયાલિટી ટી.વી. સીરિઝ The Only Way Is Essex હિસ્સો બની હતી. વર્ષ 2010માં તેણે એક્સ્ટ્રા તરીકે શરૂઆત કરી, પરંતુ પછી તે વર્ષ 2012 સુધી ફૂલ ટાઇમ કાસ્ટ મેમ્બર થઇ ગઇ. જેસ્મિને આ શૉ બાદ મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો અને વર્ષ 2014ના પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી. ચેનલ પર જેસ્મિન બીજાઓના ગીત ગાઇને પોતાનું ટેલેન્ટ દેખાડતી હતી.

તેણે જેક નાઇટ, ઇન્ટેન્સ ટી અને ગ્રીન મ્યૂઝિક સાથે હાથ મળાવ્યો અને પછી તેને વર્ષ 2017માં સૌથી મોટો બ્રેક મળ્યો ‘બોડ ડિગી’ના માધ્યમથી.  જેસ્મિને પહેલી વખત જેક નાઇટ સાથે પરફોર્મ કર્યું અને આ પોપ્યુલયરિટી હજુ વધુ ગઇ. વર્ષ 2018માં તેણે બોલિવુડ ફિલ્મ ‘સોનૂ કી સ્વિટી’ માટે બોમ ડિગી ડિગી’ સોંગ રીમેક કર્યું. વર્ષ 2022માં જેસ્મિન વાલિયાએ બિગ બોસ 13ના ફાઇનાલિસ્ટ આસિમ રિયાજ સાથે Night n Fight નામનો મ્યૂઝિક વીડિયો કર્યો અને તેમની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી.

આસિમ રિયાજ સાથે તેના વીડિયોને ઇન્ટરનેશનલ અટેન્શન મળી. અહી સુધી કે તેને ટાઇમ સ્ક્વેર બિલબોર્ડ પર પણ જગ્યા મળી. જેસ્મિન સોશિયલ મીડિયા સેન્સેશન છે અને માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ તેના 6.4 લાખ ફોલોઅર્સ છે. તે મોટા ભાગે પોતાની બોલ્ડ અને સેન્સેશનલ તસવીરો પોસ્ટ કરતી રહે છે જે ખૂબ વાયરલ થાય છે. યુટ્યુબ પર 5.7 લાખ લોકોએ જેસ્મિનને સબ્સ્ક્રાઇબ કરી છે. હાર્દિક પંડ્યા સાથે તેના કથિત સંબંધે હાલમાં જ તેને લાઇમલાઇટમાં લાવી દીધી છે. જેથી તેના અંગત જીવન અને કરિયર બંને પર ધ્યાન આકર્ષિત થયું છે.

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.