- Sports
- આશિષ નેહરા અને હાર્દિક પંડ્યાને BCCI દ્વારા દંડ ફટકારવામાં આવ્યો
આશિષ નેહરા અને હાર્દિક પંડ્યાને BCCI દ્વારા દંડ ફટકારવામાં આવ્યો

MI vs GTની રસ્સાકસી ભરી મેચ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત તેની આખી ટીમ સામે અને ગુજરાત ટાઇટન્સ (GT)ના મુખ્ય કોચ આશિષ નેહરા સામે કડક કાર્યવાહી કરી છે. IPL પ્રેસ રિલીઝ અનુસાર, ગુજરાત ટાઇટન્સ (GT)ના મુખ્ય કોચ આશિષ નેહરાએ મેચ દરમિયાન 'રમતની ભાવના'નું ઉલ્લંઘન કર્યું હતું, જ્યારે હાર્દિક પંડ્યા ફરી એકવાર સ્લો ઓવર રેટ માટે દોષિત ઠર્યો છે. બીજી વખત ધીમા ઓવર રેટના કારણે કેપ્ટન સહિત આખી ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL પ્રેસ રિલીઝ મુજબ, 'મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ સામે ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની મેચ નંબર 56 દરમિયાન ધીમી ઓવર-રેટ જાળવી રાખવા બદલ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો છે.'
જો કે, આ IPLની ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સંબંધિત આચારસંહિતા હેઠળ આ સિઝનમાં તેની ટીમનો આ બીજો ગુનો હોવાથી, હાર્દિક પંડ્યાને રૂ. 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બાકીની પ્લેઇંગ ઇલેવન, જેમાં ઇમ્પેક્ટ પ્લેયર અને કોન્કશન સબસ્ટિટ્યુટનો સમાવેશ થાય છે, તેમને વ્યક્તિગત રીતે 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા, જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો હતો.
ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાને IPL આચારસંહિતાના ઉલ્લંઘન બદલ તેમની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમને એક ડિમેરિટ પોઇન્ટ પણ મળ્યો છે. તેણે કલમ 2.20 હેઠળ લેવલ 1નો ગુનો સ્વીકાર્યો, જે રમતની ભાવના વિરુદ્ધ વર્તન સાથે સંબંધિત છે, અને મેચ રેફરીની સજાને સ્વીકારી હતી.
'આચારસંહિતાના લેવલ 1 ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.'
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી, મુંબઈ ઈન્ડિયન્સે વિલ જેક્સની અડધી સદીની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા. જેક્સ ઉપરાંત સૂર્યકુમાર યાદવે 35 અને કોર્બિન બોશે 27 રન બનાવ્યા હતા. આ ત્રણ સિવાય, મુંબઈનો બીજો કોઈ બેટ્સમેન બે આંકડાનો આંકડો સ્પર્શી શક્યો નહીં. ગુજરાત તરફથી સાઈ કિશોરે 2 વિકેટ લીધી જ્યારે અન્ય બોલરોએ 1-1 વિકેટ લીધી.
આ સ્કોરનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે 46 બોલમાં 43 રનની ઇનિંગ રમી. વરસાદના વિક્ષેપથી પ્રભાવિત આ મેચમાં, ગુજરાતે 19 ઓવરમાં 147 (DLS) રન બનાવીને જીત મેળવી. શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.
Related Posts
Top News
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Opinion
