ગુજરાતમાં અન્ન માટે હેલ્પલાઇન, ફરિયાદ કરી શકો છો...

ગુજરાતમાં રાષ્ટ્રીય અન્ન સલામતીના કાયદાના અમલ પછી સરકારે રાજ્ય અન્ન આયોગની રચના કરી છે. આ આયોગ દ્વારા વાજબી ભાવની દુકાનો, આંગણવાડી, મધ્યાહન ભોજન સહિતના અન્ન અંગે કોઈ ફરિયાદ ઊભી થાય તો તેના નિવારણ માટેની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ન આયોગે એક હેલ્પલાઇન સર્વિસ શરૂ કરી છે. જે કોઈ અન્ન અંગે ફરિયાદ કરશે તો જવાબદાર સામે પગલાં લેવામાં આવશે. આ હેલ્પલાઇન 24 કલાક ચાલુ રહે છે. આયોગને આ માધ્મયથી અનાજ ઓછું મળવાની, ભેળસેળ, રેશનકાર્ડના પ્રશ્નો, મધ્યાહ્ન ભોજનમાં ગેરરીતિ કે હલકું અનાજ આપવા અંગેની તમામ ફરિયાદો આ હેલ્પલાઇનમાં નોંઘાવી શકાશે.

સરકારમાં એવો સિરસ્તો છે કે રેશનકાર્ડ ધારક લાભાર્થી ફરિયાદ અંગે જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી તરીકે નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરી શકે છે. રૂબરૂ, ટપાલ, ઈમેઈલથી પણ ફરિયાદ કરી શકે છે પરંતુ લાભાર્થી જો અધિકારીઓના નિર્ણયથી નારાજ થયા હોય તો રાજ્યકક્ષાએ રાજ્ય અન્ન આયોગને અપીલ કરી શકશે અને આ અપીલ પ્રમાણે ન્યાય આપવામાં આવશે.

ગાંધીનગરમાં સીધી અપીલ કે ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 1800-233-5500 ઉપર સંપર્ક કરી શકાશે. જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ અધિકારી કલેકટર અને રાજ્ય કક્ષાએ અધ્યક્ષ ગુજરાત રાજ્ય અન્ન આયોગ, અન્નભવન ખાતે ફરિયાદ કરી શકશે. આ માટે ઈ-મેઈલ આઈડી પર કરી શકાશે.

ગુજરાતમાં અન્ન સલામતી કાયદામાં 3.82 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે. અંત્યોદય કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યાજબીભાવની દુકાનો પરથી અનાજનો જથ્થો આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં 258.78 લાખ શહેરી વિસ્તારમાં 124.06 લાખ મળીને 382 લાખને લાભ મળે છે.

જો કે અવારનવાર આ અનાજના જથ્થાની ફાળવણીને લઈને ફરિયાદો ઉપસ્થિત થતી પરંતુ તેના નિવારણ માટે વૈધાનિક ઢબે નેટવર્ક હતું નહીં જેને લઈને અન્ન સલામતી આયોગની રચના કરવામાં આવી છે. આ આયોગની કામગીરીના ભાગરૂપે આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

રિષભ પંતના રાજીનામાની વાર્તા ખોટી નીકળી, લખનૌ ટીમ મેનેજમેન્ટે તેની હકાલપટ્ટી કરી હતી

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ IPL 2025 મેગા ઓક્શનમાં ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને રૂ. 27 કરોડમાં ખરીદ્યો હતો, ...
Sports 
રિષભ પંતના રાજીનામાની વાર્તા ખોટી નીકળી, લખનૌ ટીમ મેનેજમેન્ટે તેની હકાલપટ્ટી કરી હતી

થારને મોડીફાઇ કરાવી, હવે અકસ્માત પછી વીમા કંપનીએ 4 લાખનો ઈન્શ્યોરન્સ ક્લેઇમ ફગાવી દીધો

તમારી પાસે 17 લાખ રૂપિયાની મહિન્દ્રા થાર છે. તમારી પાસે વાર્ષિક 42 હજાર રૂપિયાનો વીમો પણ છે. તમારી કારનો અકસ્માત...
Tech and Auto 
થારને મોડીફાઇ કરાવી, હવે અકસ્માત પછી વીમા કંપનીએ 4 લાખનો ઈન્શ્યોરન્સ ક્લેઇમ ફગાવી દીધો

અલ નિનોની આગાહી 5 વખત ફેલ થઇ છે, જાણો આ સીઝનમાં ચોમાસું કેવું રહેશે?

છેલ્લા 7 દાયકામાં 17 મુખ્ય અલ નિનો ઘટનાઓમાંથી, ભારતમાં ઓછામાં ઓછા 5માં સામાન્ય અથવા વધુ વરસાદ પડ્યો. 1980...
Science 
અલ નિનોની આગાહી 5 વખત ફેલ થઇ છે, જાણો આ સીઝનમાં ચોમાસું કેવું રહેશે?

IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો

ભારતીય માહિતી પ્રોદ્યોગિકી સંસ્થા (IIIT) સુરત, જે રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા છે, એ શૈક્ષણિક વર્ષ 2026-27 થી બે નવા શૈક્ષણિક અભ્યાસક્રમો...
Gujarat 
IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.