- Gujarat
- બંગાળની ખાડીમાં તોફાની હલચલ: ગુજરાતના 19 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બંગાળની ખાડીમાં તોફાની હલચલ: ગુજરાતના 19 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ફરી તોફાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના પગલે હવામાન વિભાગે ચોમાસાના સક્રિય થતા સંકેત આપ્યા છે. IMDના જણાવ્યા મુજબ, 19 જૂન સુધી દેશના ઘણા ભાગોમાં અને 21 જૂન સુધી દક્ષિણ ભારતમાં હવામાન બગડવાની શક્યતા છે. તમિલનાડુ, પુડુચેરી, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. 15 જૂને તમિલનાડુ અને કેરળમાં 20 સેમીથી વધુ વરસાદની ચેતવણી છે.
પશ્ચિમ ભારતમાં પણ ચોમાસુ જોર પકડી રહ્યું છે. 21 જૂન સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં પવન 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે.

ગુજરાત માટે એલર્ટ
16 જૂન: અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
17 જૂન: ખાસ કરીને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. કચ્છ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદનો અંદાજ છે.

બનાસકાંઠાના ધાનેરામાં ભારે બફારા બાદ પવન સાથે વરસાદ તૂટી પડતાં બજારોમાં પાણી ભરાઈ ગયા હતા, વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. ડાંગના સાપુતારામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આહવામાં 3.5 ઇંચ, વઘઈમાં 2.1 ઇંચ, સુબિરમાં 1.78 ઇંચ અને સાપુતારામાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે લોકોને સુરક્ષિત રહેવા અને ચેતવણી મુજબ આગળની કામગીરી માટે તૈયારી રાખવાની સલાહ આપી છે.
Related Posts
Top News
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!
દેશી કંપની લાવાએ 5G ફોન લોન્ચ કર્યો, તમને મળશે ગૂગલ પિક્સેલ જેવી ડિઝાઇન, જાણો કિંમત
Opinion
-copy.jpg)