ગુજરાતમાં ફરી ઊડ્યાં દારૂબંધીના ધજાગરા! 2 એક્ટિવામાંથી 455 બોટલો નીકળી, 2ની ધરપકડ

ગુજરાતમાં દારુબંધીના અવારનવાર ધજાગરા ઉડી રહ્યા છે. દારુબંધીના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવી છે. વડોદરાના બાપોદમાં પોલીસે દારુ ભરેલી એક્ટિવા ઝડપી પાડી હતી. એક્ટિવાની તપાસ કરતા તેમાંથી 455 બોટલો નીકળી હતી જેને જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળ પરથી દારૂની હેરાફેરી કરતા અલ્કેશ અરવિંદભાઈ રાઠવા અને સુનિલ પ્રતાપભાઈ રાઠવાની ધરપકડ કરી છે અને પોલીસે દારૂ, વાહનો અને મોબાઈલ સહિત 1,41,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, બાપોદ પોલીસની ટીમને પેટ્રોલિંગમાં બાતમી મળી કે બે એક્ટિવા મોપેડ (GJ-06-PM-5003 અને GJ-23-DB-7712) પર વિદેશી દારૂનો જથ્થો લઈ બે શખ્સો પસાર થવાના છે. પોલીસે તુરંત વોચ ગોઠવી બંને એક્ટિવાને અટકાવી હતી. તપાસમાં એક્ટિવામાંથી એટલી દારૂની બોટલો નીકળી કે પોલીસની પણ આંખો પહોળી થઇ ગઈ હતી. ચોરખાનાઓમાં છુપાવેલા દારૂને શોધતા પોલીસને પણ પરસેવો છૂટી ગયો હતો. તપાસ દરમિયાન બંને એક્ટિવામાંથી 91 હજાર રૂપિયાની કિંમતની 455 દારૂની બોટલ મળી આવી હતી.

Scooter3
divyabhaskar.co.in

આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનના PI ડી. ડી. લાડુમોરે જણાવ્યું હતું કે, આ કેસમાં દારૂનો જથ્થો આપનાર છોટાઉદેપુરના લગામી ગામના રિતેશ રાઠવાનું નામ સામે આવ્યું છે. વડોદરાના ડોડકા ગામના લક્ષ્મીબેન અર્જૂનભાઈ માળીએ દારૂ મંગાવ્યો હતો. આ બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ ચાલી રહી છે. પકડેલા બંને આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

ETV ભારતના અહેવાલ મુજબ, પોલીસ તપાસ દરમિયાન દારૂના જથ્થા અંગે વધુ મહત્ત્વની વિગતો પણ સામે આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, આ જથ્થો વડોદરાના કોડકા ગામની લક્ષ્મીબેન અર્જૂનભાઈ માળીએ મંગાવ્યો હતો. આ માહિતીના આધારે પોલીસ હવે દારૂનો જથ્થો સપ્લાય કરનાર વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયાસમાં છે. આ ઉપરાંત માલ મંગાવનાર લક્ષ્મીબેન માળીની ભૂમિકા અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોની પાસેથી મેળવવામાં આવ્યો હતો અને આ હેરાફેરી પાછળ વધુ કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તે સહિતના મુદ્દાઓ પર તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

Scooter1
divyabhaskar.co.in

બાપોદ પોલીસે પકડાયેલા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ ફરાર વ્યક્તિઓને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે. બે સામાન્ય દેખાતા મોપેડમાં મોટી સંખ્યામાં દારૂની બોટલો છુપાવીને લઈ જવામાં આવી રહી હોવાની ઘટના સામે આવતા પોલીસ પણ હવે સમગ્ર સપ્લાય ચેઇન સુધી પહોંચવા તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

'વિમાન ઉડવા લાયક છે....' ઓડિટ દીઠ 50000ની લાંચ લેવા બદલ DGCAના ડેપ્યુટી ડિરેક્ટરની ધરપકડ

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયમાં વિમાન સલામતી નિરીક્ષણમાં ભ્રષ્ટાચાર અને ઘોર બેદરકારીનો એક ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. CBIએ કાર્યવાહી કરી...
National 
'વિમાન ઉડવા લાયક છે....' ઓડિટ દીઠ 50000ની લાંચ લેવા બદલ DGCAના ડેપ્યુટી ડિરેક્ટરની ધરપકડ

છિંદવાડા કફ સિરપ કાંડમાં 26 બાળકોના મોત બાદ કાર્યવાહી, અને હવે ફરીથી નોકરી...

મધ્ય પ્રદેશના છિંદવાડામાં કફ સિરપ કાંડમાં 26 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા બાદ બે અધિકારીઓના સેવામાં પરત ફરવા અંગે પ્રશ્નો ઉભા...
National 
છિંદવાડા કફ સિરપ કાંડમાં 26 બાળકોના મોત બાદ કાર્યવાહી, અને હવે ફરીથી નોકરી...

પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ કર્યો, આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સમાં સ્થાન મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી

પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન (THE) વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં 1601-1800ના ગ્લોબલ બેન્ડમાં સ્થાન મેળવીને પોતાની આંતરરાષ્ટ્રીય એકેડેમિક સફર શરૂ...
Gujarat 
પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ કર્યો, આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સમાં સ્થાન મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી

પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શિષ્યોના ફોન-સિમ કાર્ડ છીનવી લેવામાં આવે છે; તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક નહીં!

25 સપ્ટેમ્બરના રોજ વૃંદાવનમાં પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં સાધક રસિક દુલારી, જેને દીપક લોધી તરીકે પણ ઓળખવામાં આવે...
National 
પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શિષ્યોના ફોન-સિમ કાર્ડ છીનવી લેવામાં આવે છે; તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક નહીં!
Copyright (c) Khabarchhe All Rights Reserved.