પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ કર્યો, આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સમાં સ્થાન મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી

પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન (THE) વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં 1601-1800ના ગ્લોબલ બેન્ડમાં સ્થાન મેળવીને પોતાની આંતરરાષ્ટ્રીય એકેડેમિક સફર શરૂ કરીને એક નવું પ્રકરણ શરૂ કર્યું છે. આ સફળતાની સાથે પારુલ યુનિવર્સિટી THE વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં આંતરરાષ્ટ્રીય સ્તરે રેન્ક મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી બની ગઈ છે, જેથી રાજ્યને દુનિયાની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે સૌથી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પૈકીના એક પર ઓળખ મળી છે.

પારુલ યુનિવર્સિટીએ અગાઉ THE ઇમ્પેક્ટ રેન્કિંગ્સ 2025માં આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની શરૂઆત કરી હતી અને તેને 1001-1500ના ગ્લોબલ બેન્ડ તથા ભારતની ટોચની 50 સંસ્થાઓમાં સ્થાન મળ્યું હતું. ઇમ્પેક્ટ રેન્કિંગ્સ સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યાંકોમાં યુનિવર્સિટીઓના યોગદાનનું મૂલ્યાંકન કરે છે, જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, લિંગ સમાનતા અને પાર્ટરનશિપ શામેલ છે.

44

ત્યારબાદ યુનિવર્સિટીએ THE સસ્ટેનેબિલિટી ઇમ્પેક્ટ રેટિંગ્સ 2026ની સાથે પોતાની આંતરરાષ્ટ્રીય સસ્ટેનેબિલિટી ઓળખને વધારે મજબૂત કરી હતી, જેમાં તે 401-600 ગ્લોબલ બેન્ડ અને ભારતની ટોચની 40 સંસ્થાઓમાં શામેલ થઈ હતી. વિવિધ સતત વિકાસ લક્ષ્યાંકો પર એના પ્રદર્શને એના સંસ્થાગત પ્રભાવને વધારે સ્પષ્ટ કર્યો હતો. પારુલ યુનિવર્સિટીએ SDG 4 – ગુણવત્તાયુક્ત શિક્ષણ અંતર્ગત દુનિયામાં 46મો અને ભારતમાં સાતમો રેન્ક મેળવ્યો હતો તથા દુનિયામાં ટોચની 50 સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું હતું. SDG 5 – લિંગ સમાનતા અંતર્ગત સંસ્થાએ દુનિયાની ટોચની 100 સંસ્થાઓમાં 60મું સ્થાન અને ભારતમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. SDG 3 – સારું સ્વાસ્થ્ય અને સુખાકારી અંતર્ગત યુનિવર્સિટીને 101-200ના ગ્લોબલ બેન્ડમાં સ્થાન મળ્યું હતું. સંસ્થાએ SDG 9 – ઉદ્યોગ, ઇનોવેશન અને માળખાગત સુવિધા અંતર્ગત શરૂઆત કરી હતી અને 401-600 ગ્લોબલ બેન્ડમાં સ્થાન મેળવ્યું હતું તથા ભારતમાં ટોચની 50 સંસ્થાઓમાં શામેલ થઈ હતી. યુનિવર્સિટીએ SDG 17 – લક્ષ્યાંકો માટે ભાગીદારીઓ અંતર્ગત ગ્લોબલ બેન્ડ 201-300માં સ્થાન મેળવ્યું છે અને ભારતમાં ટોચની 20 સંસ્થાઓમાં શામેલ થઈ છે, જે એકેડેમિક, ઉદ્યોગ, સંશોધન અને સામુદાયિક ભાગીદારીના વધતા નેટવર્કનો પુરાવો છે.

THE ઇમ્પેક્ટ રેન્કિંગ્સ 2025માં પહેલી વાર શામેલ થવાથી લઈને THE સસ્ટેનેબિલિટી ઇમ્પેક્ટ રેટિંગ્સ 2026 અને હવે THE વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027નો ભાગ બનવા સુધીની સફર ઉચ્ચ શિક્ષણનાં વિવિધ પાસાંમાં દુનિયાભરમાં વધતી ઓળખને દર્શાવે છે. ઇમ્પેક્ટ અને સસ્ટેનેબિલિટી રેન્કિંગ્સ સંસ્થાના સતત વિકાસમાં પ્રદાનનું મૂલ્યાંકન કરે છે, તો વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ યુનિવર્સિટીઓના મૂલ્યાંકનો માટે એક બહોળો વૈશ્વિક સંદર્ભ આપે છે. એટલે આ હાલની ઓળખ પારુલ યુનિવર્સિટી માટે શ્રેષ્ઠ વૈશ્વિક ઓળખ, એકેડેમિક જોડાણ અને આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કિંગની દિશામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

45

આ સીમાચિહ્ન પર પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ ડૉ. ગીતિકા મદન પટેલે કહ્યું હતું, “ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં આ પહેલી વાર શામેલ થવું પારુલ યુનિવર્સિટી અને ગુજરાત માટે બહુ મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. THE ઇમ્પેક્ટ રેન્કિંગ્સ અને સસ્ટેનેબિલિટી ઇમ્પેક્ટ રેટિંગ્સની સાથે પોતાના અનુભવ પરથી અમે એ સારી રીતે સમજ્યાં છીએ કે મૂલ્યાંકન યોગ્ય એકેડેમિક અને સામાજિક પ્રભાવ પેદા કરવાનો અર્થ શું છે. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સમાં સ્થાન મેળવવું આ સફરનું વધુ એક પગલું છે. હજુ ઘણું થવાનું બાકી છે અને અમે એક એવી સંસ્થા બનાવવા કટિબદ્ધ છીએ, જે અર્થસભર કામ કરે અને લાંબા ગાળાના પ્રભાવના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવે."

THE વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં પહેલી વાર પ્રવેશ કરીને પારુલ યુનિવર્સિટી હવે વધારે આંતરરાષ્ટ્રીય જોડાણ, વધારે સંશોધન અને એકેડેમિક જોડાણ, આંતરરાષ્ટ્રીય સ્તરે વિઝિબિલિટીમાં વધારા અને સતત સંસ્થાગત વૃદ્ધિની ખાતરી આપતા ભવિષ્ય તરફ નજર દોડાવી રહી છે. 1601-1800 બેન્ડ અંતિમ સીમાચિહ્ન નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં યુનિવર્સિટીની સતત સફર માટે એક નવો સંદર્ભ પોઇન્ટ છે.

આ સીમાચિહ્ન પારુલ યુનિવર્સિટીની વધતી આંતરરાષ્ટ્રીય ઓળખનું એક નવું પ્રકરણ છે તથા યુનિવર્સિટી સાથે આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાતની હાજરી માટે મહત્વપૂર્ણ ક્ષણ છે.

 

About The Author

Top News

'વિમાન ઉડવા લાયક છે....' ઓડિટ દીઠ 50000ની લાંચ લેવા બદલ DGCAના ડેપ્યુટી ડિરેક્ટરની ધરપકડ

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયમાં વિમાન સલામતી નિરીક્ષણમાં ભ્રષ્ટાચાર અને ઘોર બેદરકારીનો એક ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. CBIએ કાર્યવાહી કરી...
National 
'વિમાન ઉડવા લાયક છે....' ઓડિટ દીઠ 50000ની લાંચ લેવા બદલ DGCAના ડેપ્યુટી ડિરેક્ટરની ધરપકડ

છિંદવાડા કફ સિરપ કાંડમાં 26 બાળકોના મોત બાદ કાર્યવાહી, અને હવે ફરીથી નોકરી...

મધ્ય પ્રદેશના છિંદવાડામાં કફ સિરપ કાંડમાં 26 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા બાદ બે અધિકારીઓના સેવામાં પરત ફરવા અંગે પ્રશ્નો ઉભા...
National 
છિંદવાડા કફ સિરપ કાંડમાં 26 બાળકોના મોત બાદ કાર્યવાહી, અને હવે ફરીથી નોકરી...

પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ કર્યો, આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સમાં સ્થાન મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી

પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન (THE) વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં 1601-1800ના ગ્લોબલ બેન્ડમાં સ્થાન મેળવીને પોતાની આંતરરાષ્ટ્રીય એકેડેમિક સફર શરૂ...
Gujarat 
પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027માં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ કર્યો, આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સમાં સ્થાન મેળવનારી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી

પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શિષ્યોના ફોન-સિમ કાર્ડ છીનવી લેવામાં આવે છે; તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક નહીં!

25 સપ્ટેમ્બરના રોજ વૃંદાવનમાં પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં સાધક રસિક દુલારી, જેને દીપક લોધી તરીકે પણ ઓળખવામાં આવે...
National 
પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શિષ્યોના ફોન-સિમ કાર્ડ છીનવી લેવામાં આવે છે; તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક નહીં!
Copyright (c) Khabarchhe All Rights Reserved.