સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે 76.44 લાખની છેતરપિંડી

સુરતમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે 76.44 લાખ રૂપિયાનો મોટો વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પલસાણા વિસ્તારમાં આવેલી જમીનના દસ્તાવેજ બનાવવા માટે જરૂરી ઈ-સ્ટેમ્પ ખરીદવાના બહાને ગવર્નમેન્ટ સ્ટેમ્પ વેન્ડર મેવાવાલા દંપતીએ આ રકમ મેળવી લીધી હતી. જોકે, નાણાં મેળવી લીધા બાદ ઈ-સ્ટેમ્પ ન આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે સુરત DCB પોલીસ સ્ટેશને નોંધાયો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, કતારગામ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (SRK) કંપનીના મેનેજર કનુ માલવિયાએ સાંસદના પુત્ર શ્રેયાંશ ધોળકિયા તરફથી રાંદેરના શિલ્પી સોસાયટીમાં રહેતા રામકૃષ્ણ કિરીટકુમાર મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા સામે ફરિયાદ નોંધાવી છે. શ્રેયાંશ ધોળકિયાને પલસાણા વિસ્તારમાં ખરીદેલી જમીનના દસ્તાવેજ માટે 76,44,900ના ઈ-સ્ટેમ્પની જરૂરિયાત હતી. કંપની તેમના વકીલ મહર્ષિ લાયવાલા માર્ફતે વર્ષ 2020થી આ જ વેન્ડર પાસેથી સ્ટેમ્પ પેપર ખરીદતી હોવાથી તેમના પર પૂર્ણ વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો.

જમીનના ઈ-સ્ટેમ્પ મેળવવા માટે શ્રેયાંશ ધોળકિયાએ ડિસેમ્બર 2025માં આરોપી મેવાવાલા દંપતીએ આપેલા બેંક ખાતામાં RTGS માર્ફતે પૂરેપૂરી 76.44 લાખની રકમ ટ્રાન્સફર કરી આપી હતી. નાણાં મેળવી લીધા બાદ આરોપીઓએ સમયસર સ્ટેમ્પ પેપર આપ્યા નહોતા. દસ્તાવેજ કરવામાં સતત વિલંબ થતાં જ્યારે શ્રેયાંશ ધોળકિયાએ સ્ટેમ્પ આપવા અથવા જમા કરાવેલી પૂરી રકમ રિફંડ આપવાની માગ કરી, ત્યારે આરોપી દંપતીએ અલગ-અલગ બહાના બતાવી વાયદાઓ કરીને લાંબો સમય પસાર કરી નાખ્યો હતો.

shreyansh dholakia
thediamondpress.com

આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓએ સાંસદના પુત્ર પાસેથી મેળવેલા નાણાંમાંથી બીજા જ લોકોને સ્ટેમ્પ ઈશ્યૂ કરી દીધા હતા અને તેમાંથી મળેલી રકમ પોતાના અંગત મોજશોખ અને અંગત ખર્ચમાં વાપરી નાખી હતી. સતત ઉઘરાણી બાદ આરોપીઓએ પોતાનો બચાવ કરવા શ્રેયાંશ ધોળકિયાને 76.44 લાખનો બેંક ચેક આપ્યો હતો. જોકે, આ ચેક પણ બેંકમાં જમા કરાવતા ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે બાઉન્સ થઈ ગયો હતો, જેથી વિશ્વાસઘાત થયાની ખાતરી થઈ ગઈ હતી.

તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપી સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલાએ ઈ-સ્ટેમ્પ માટે મળેલી 76.44 લાખ રૂપિયાની માતબર રકમ પોતાના અંગત વપરાશમાં વાપરી નાખી હતી. આ બાબતે બચાવ કરવા માટે અને રકમ પરત આપવાના નામે આરોપી દંપતીએ 76.44 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. પરંતુ જ્યારે આ ચેક બેંકમાં જમા કરાવવામાં આવ્યો ત્યારે તે પણ બાઉન્સ થયો હતો, જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની સ્પષ્ટતા થઈ હતી.

shreyansh dholakia
responsiblejewellery.com

ચેક બાઉન્સ થયા બાદ અને સ્પષ્ટપણે છેતરપિંડીનો ઇરાદો જણાતાં આ સમગ્ર પ્રકરણ સુરત પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરની મંજૂરી મળતાં જ ડીસીબી ક્રાઈમ બ્રાન્ચે અધિકૃત ગવર્નમેન્ટ સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા સામે આઈપીસી/બીએનએસની વિવિધ કલમો હેઠળ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી દંપતીની ધરપકડ કરવા માટે કાયદેસરની તપાસ તેજ કરી દીધી છે.

આ સમગ્ર મામલે પીડિત શ્રેયાંશ ધોળકિયા દ્વારા સુરત DCB પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે શ્રેયાંશ ધોળકિયાની ફરિયાદના આધારે સરકારી સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં ભાડૂઆતો અને મકાનમાલિકો માટે નવો યુગ, ૩ મહિનાથી વધુ ડિપોઝિટ નહીં લેવાય, 2 મહિના ભાડું ન ચૂકવાય તો...

ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ કોઈપણ વિરોધ વગર સર્વાનુમતે પસાર થઈ ગયું છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આ...
Gujarat 
ગુજરાતમાં ભાડૂઆતો અને મકાનમાલિકો માટે નવો યુગ, ૩ મહિનાથી વધુ ડિપોઝિટ નહીં લેવાય, 2 મહિના ભાડું ન ચૂકવાય તો...

સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે 76.44 લાખની છેતરપિંડી

સુરતમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે 76.44 લાખ રૂપિયાનો મોટો વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે....
Gujarat 
સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે 76.44 લાખની છેતરપિંડી

શેર બજારમાં આજે મોટો કડાકો, 5 લાખ કરોડ સ્વાહા, આ 3 કારણ જવાબદાર

ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 230 પોઈન્ટ અથવા 1% ઘટીને 23,255 પર ટ્રેડ કરી...
Business 
શેર બજારમાં આજે મોટો કડાકો, 5 લાખ કરોડ સ્વાહા, આ 3 કારણ જવાબદાર

કોંગ્રેસે સવાલ પૂછ્યો- શું ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાશે? રૂપાણી સરકારની યાદ અપાવી, મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્ત્વના ગણાતા ગુજરાત ભાડા બિલ, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ...
Gujarat 
કોંગ્રેસે સવાલ પૂછ્યો- શું ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાશે?  રૂપાણી સરકારની યાદ અપાવી, મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.