વડોદરામાં ગઠિયાએ થાર ભાડે લઈ નવું એન્જિન કાઢી તેની જગ્યાએ પોતાની કારનું ખરાબ એન્જિન ફીટ કરી દીધું

થોડા પૈસા કમાવા માટે તમે પણ પોતાની ગાડીઓ ભાડેથી આપતા હોય તો ચેતી જજો! કારણ કે વડોદરમા છેતરપિંડીનો એવો કેસ સામે આવ્યો છે જેને જાણીને તમે પણ દંગ રહી જશો. ગઠિયાએ થાર કાર ભાડે લઈને તેનું નવું એન્જિન કાઢીને તેની જગ્યાએ પોતાની થાર કારનું ખરાબ એન્જિન ફીટ કરીને પાછી આપી દીધી હતી. છેતરપિંડીના આ ચોંકાવનારા કેસથી પોલીસ પણ દંગ રગી ગઈ હતી.

 દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વડોદરામાં રહેતા અને સેલ્ફ ડ્રાઈવ માટે કાર ભાડે આપનારા આકાશ ભગતે તેની 15 લાખની કિંમતની થાર તેના મિત્ર મેહુલ પરમાર મારફતે ક્રિષ્ના પાંડેને 14 થી 17 જુલાઈ દરમિયાન રોજના 4000 રૂપિયાના ભાડા પર આપી હતી. આકાશ ભગતને જ્યારે 17 જુલાઈએ પોતાની થાર પરત મળી ત્યારે તેના એન્જિનમાં અવાજ આવતો હતો અને 40થી વધુની સ્પીડે ચાલતી નહોતી.

thar1
divyabhaskar.co.in

કાર પરત આપવા આવેલા શખ્સે યુરિયાનો પ્રોબ્લેમ હોવાની જાણ કરી હતી. સમસ્યાનો ઉકેલ ન થતા આકાશ ભગતે પોતાની થારને ગેરેજમાં મોકલતા ચોંકાવનારો ખુલાસો થયો. આકાશ ભગતની જે થાર હતી તેમાં અન્ય જૂની થારનું એન્જિન બદલી નાખ્યાનું સામે આવ્યું હતું. RC બુક સાથે એન્જિન નંબરની સરખામણી કરતા તે પણ મેચ નહોતા. આકાશ ભગતે આ બાબતે માહિતી લેવા ક્રિષ્ના પાંડેને ફોન કર્યો તો તેણે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું.

ફરિયાદી GPS લોકેશનના આધારે ગેરેજ સુધી પહોંચી સંચાલકની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે, સન્નીસિંઘ થાર લઈને આવ્યો હતો અને પોતાની જે જૂની થાર અહીં પહેલાથી પડી હતી તેમાં એન્જિન બદલવા કહ્યું હતું. એન્જિન બદલવા માટે તેને રૂપિયા 15 હજાર ચૂકવવામાં આવ્યા હતા. થાર કારના એન્જિન હેરાફેરીના શોકિંગ કિસ્સા બાદ ફરિયાદી આાકાશ ભગતે કહ્યું કે, આ કૃત્ય કોઈ માણસાના શરીરમાંથી હ્રદય કાઢવા સમાન છે.

thar
team-bhp.com

જાણકારના મતે કોઈપણ વાહનની RC બુક પર ચેસિસ નંબર અને એન્જિન નંબર નોંધાયેલા હોય છે. એન્જિન બદલવાથી ગાડીની કાનૂની ઓળખ બદલાઈ જાય છે. RTOના નિયમ મુજબ મંજૂરી વગર એન્જિન બદલવું એ ગંભીર ગુનો બને છે. આવા કિસ્સામાં જો વાહનનો અક્સમાત થાય કે ચોરી થાય તો એન્જિન નંબર મેચ ન થવાના કારણે વીમાનો ક્લેમ પણ રિજેક્ટ થઈ શકે. જે લોકો સેલ્ફ ડ્રાઈવ માટે કાર ભાડે આપે છે તેમણે કારમાં GPS લગાવવા ઉપરાંત ઓન બોર્ડ ડાયગ્નોસ્ટિક ટ્રેકિંગ લગાવવું જોઈએ. આ ડિવાઈસથી ગાડીના સ્પેરપાર્ટ સાથે છેડછાડ થાય તો નોટિફિકેશન આવે છે.

સામાન્ય રીતે ભાડાના વાહનોમાંથી એસેસરિઝ બદલી નાખવામાં આવતી હોય છે. પરંતુ, વડોદરામાં પહેલીવાર 15 લાખ રૂપિયાની થાર કારમાંથી આખું એન્જિન જ બદલી નાખ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

About The Author

Related Posts

Top News

ભારતના રવિએ બનાવી 'ઉડતી કાર', તેણે જાતે ચલાવીને આખી દુનિયાને તેનો પુરાવો આપ્યો

ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના યુવાન સંશોધક રવિ ટમ્ટાએ 'ઉડતી કાર' વિકસાવી છે. આ 'ઉડતી કાર'નું નામ ...
National 
ભારતના રવિએ બનાવી 'ઉડતી કાર', તેણે જાતે ચલાવીને આખી દુનિયાને તેનો પુરાવો આપ્યો

વિશ્વ આદિવાસી દિવસ: પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંવાદનું પવિત્ર સ્મરણ

તા. ૯ ઓગસ્ટ. વિશ્વ આદિવાસી દિવસ. વિશ્વભરમાં મૂળ નિવાસીઓના અધિકારો, સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન કરવામાં આવે છે. ગુજરાતના અંબાજીથી ઉમરગામ...
Gujarat 
વિશ્વ આદિવાસી દિવસ: પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંવાદનું પવિત્ર સ્મરણ

કેરળમાં વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, ઘાસ ખાઈને કરી રહ્યા છે પ્રદર્શન

શનિવારે, કેરળની રાજધાની, તિરુવનંતપુરમમાં, નીચલા પ્રાથમિક શાળાના શિક્ષક રેન્ક ધારકોએ સરકાર સામે એક અનોખું વિરોધ પ્રદર્શન કર્યું....
National 
કેરળમાં વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, ઘાસ ખાઈને કરી રહ્યા છે પ્રદર્શન

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.