મિત્ર હોય તો આવો, અકસ્માતમાં મિત્રને ગુમાવ્યા બાદ તેની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરે છે ચંદુભાઈ

આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિ પાસે વિશ્વાસ મૂકી શકાય તેવું નથી. આજે પોતિકાઓ પણ દગો આપીને સંબંધોની હત્યા કરી નાખે છે. જો કે, એવું જરાય નથી કે હવે માનવતા મરી પરવારી છે કે હવે સંબંધો જેવુ કઈ રહ્યું નથી. આપણે મિત્રતાની અનેક એવી કહાનીઓ સાંભળી છે, જે બધાને ચોંકાવી દે છે. સાચી મિત્રતા સમય, અંતર કે મૃત્યુથી પણ ખતમ થતી નથી. જ્યારે કોઈ મિત્ર પોતાના મિત્રને દિલથી ચાહે છે, ત્યારે તેની યાદો માત્ર સ્મૃતિ બનીને રહેતી નથી, પરંતુ જીવન જીવવાની પ્રેરણા બની જાય છે. આવી જ કહાની છે ચંદુભાઈ મકવાણા અને હકૂભાઈની.

ગુજરાતના જેતપુરના બે મિત્રોની આ અનોખી મિત્રતાની કહાની આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે. અહીં ચંદુભાઈએ અકસ્માતમાં પોતાના મિત્ર હકૂભાઈને ગુમાવ્યા બાદ તેની યાદને માત્ર હૃદયમાં જ નહીં, પરંતુ મૂર્તિના સ્વરૂપમાં પણ જીવંત રાખી છે. ચંદુભાઈ દરરોજ સવારે પોતાના મિત્રની મૂર્તિને હાર પહેરાવી, પૂજા કરીને જ તે પોતાના દિવસની શરૂઆત કરે છે.

friendship2
gujarati.news18.com

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ચંદુભાઈએ કહ્યું કે, તેમની અને હકુભાઈની મિત્રતા ભાવનગરમાં થઈ હતી. બંને એક જ મિત્રમંડળ સાથે જોડાયેલા હતા અને વર્ષો સુધી એકબીજાના સુખ-દુઃખમાં સાથી રહ્યા હતા. પરંતુ એક દિવસ હકુભાઈ બગદાણા જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો અને તેમનું દુઃખદ અવસાન થયું. આ ઘટના માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર મિત્રવર્તુળ માટે મોટો આઘાત બની હતી.

મિત્રના નિધન બાદ ચંદુભાઈ લાંબા સમય સુધી આ દુઃખમાંથી બહાર આવી શક્યા નહોતા. બાદમાં તેઓ ભાવનગર છોડીને જેતપુર રહેવા આવ્યા, પરંતુ મિત્રની યાદો સતત તેમની સાથે રહી. એક દિવસ તેમના મનમાં વિચાર આવ્યો કે કેમ પોતાના પ્રિય મિત્રની મૂર્તિ બનાવી તેની યાદને હંમેશા માટે જીવંત રાખવામાં ન આવે. આ વિચારને તેમણે હકીકતમાં બદલ્યો. પોતાના મિત્ર હકુભાઈની મૂર્તિ તૈયાર કરાવી અને તેની સ્થાપના કરી. ત્યારથી આજદિન સુધી ચંદુભાઈ દરરોજ સવારે સૌથી પહેલા પોતાના મિત્રની મૂર્તિ પાસે જાય છે, ફૂલોનો હાર અર્પણ કરે છે, દીવો પ્રગટાવે છે અને પ્રાર્થના કર્યા બાદ જ પોતાના દિવસના અન્ય તમામ કામની શરૂઆત કરે છે. તેમના માટે આ માત્ર એક નિયમ નહીં, પરંતુ મિત્ર પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમની અભિવ્યક્તિ છે.

ચંદુભાઈ જણાવે છે કે શરૂઆતમાં હકુભાઈના નામે 11 સમૂહલગ્ન યોજાયા હતા. ત્યારબાદ 21, પછી 51 સમૂહલગ્ન સફળતાપૂર્વક યોજાયા અને હવે 71 સમૂહલગ્ન યોજવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. તેઓ કહે છે કે ઉપર બેઠેલા તેમના મિત્રને પણ ગર્વ થવો જોઈએ કે તેમના નામે સમાજ માટે સારાં કાર્યો થઈ રહ્યા છે. ચંદુભાઈ માત્ર મિત્રની યાદ જ જીવંત રાખતા નથી, પરંતુ તેમના નામે સમાજસેવાનું કાર્ય પણ આગળ વધારી રહ્યા છે. જેતપુરમાં હકુ ગ્રુપ નામથી એક સેવાકીય સંસ્થા કાર્યરત છે, જે જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે અને ગરીબ દીકરીઓના સમૂહલગ્ન જેવા સામાજિક કાર્યોનું આયોજન કરે છે.

friendship3
gujarati.news18.com

સ્થાનિક રહેવાસી ગિરીશભાઈ દવે પણ ચંદુભાઈની આ લાગણીના સાક્ષી છે. તેઓ કહે છે કે છેલ્લા ઘણા વર્ષોથી દરરોજ સવારે ચંદુભાઈ પોતાના મિત્રની મૂર્તિ પાસે આવીને પૂજા કરે છે, દીવો પ્રગટાવે છે અને હાર ચડાવે છે. ત્યારબાદ જ તેઓ પોતાના રોજિંદા કાર્યો માટે નીકળે છે. તેમના મતે આવી મિત્રતા આજના સમયમાં ખૂબ જ દુર્લભ છે. ચંદુભાઈ અને હકુભાઈની મિત્રતા આજે અનેક લોકો માટે સંબંધોની સાચી વ્યાખ્યા બની ગઈ છે અને સમાજને એ શીખવે છે કે નિઃસ્વાર્થ પ્રેમ અને મિત્રતા હંમેશાં અમર રહે છે.

About The Author

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.