અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, જાણો શું છે આખો મામલો

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ BU પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પરવાનગી વિનાની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. આજે (12 ડિસેમ્બર) વહેલી સવારે શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજને મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે.

vivekananda-collage1
divyabhaskar.co.in

બિલ્ડિંગ BU પરમિશન અને ફાયર સેફ્ટી માટેના નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) વગર કોલેજ ચલાવવામાં આવતી હોવાથી મનપાએ આ કોલેજને સીલ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજ પાસે જરૂરી BU પરવાનગી અને ફાયર NOC નહોતા. આ અંગે અગાઉ મનપા દ્વારા કોલેજ મેનેજમેન્ટને નોટિસ ફટકારવામાં આવી હતી અને નિયત સમય મર્યાદામાં આ બંને આવશ્યક દસ્તાવેજો મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી હતી. જોકે, કોલેજ દ્વારા યોગ્ય સમય મર્યાદામાં BU પરમિશન અને ફાયર NOC મેળવવામાં ન આવતા, આખરે AMCએ જાહેર સલામતીના નિયમોના ભંગ બદલ કડક પગલું ભર્યું અને કોલેજને સીલ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે BU પરમિશન અને ફાયર NOC હોવા ફરજિયાત છે. AMCની આ કાર્યવાહી અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ ચેતવણીરૂપ છે, જેઓ જરૂરી સલામતીના ધોરણોનું પાલન કરતા નથી. આ બિલ્ડિંગ ફાયર સેફ્ટી અને બિલ્ડિંગના 2 માળ મંજૂરી વિના ચલાવવામાં આવતા હતા. આ બિલ્ડિંગ જર્જરીત પણ હોવાનું સામે આવ્યું છે. જેથી આ મિલકતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવતા આજે જે વિદ્યાર્થીઓ કોલેજ આવ્યા હતા તેમને પાછા જવું પડ્યું હતું. આજે પણ શહેરમાં ફૂડ કોર્ટ, સ્કૂલો, કોલેજો વગેરે જગ્યાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

vivekananda-collage
divyabhaskar.co.in

11 ડિસેમ્બરે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે, રિંગરોડ, હેબતપુર, ગોતા સહિતના વિસ્તારોમાં BU પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના 6 ફૂડ કોર્ટને AMCના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા હતા. મોટાભાગના ફૂડ કોર્ટમાં લાકડાનો ઉપયોગ અને શેડ બનાવીને ફૂડ કોર્ટ ઊભા કરી દેવામાં આવે છે, કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરવામાં આવતા નથી જેના પગલે આવા ફૂડ કોર્ટને સીલ કરવામાં આવ્યા હતા.

About The Author

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.