- Gujarat
- એર ગન રાખતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો, આ વસ્તુ નહીં હોય તો થશે જેલ
એર ગન રાખતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો, આ વસ્તુ નહીં હોય તો થશે જેલ
જો તમે એર ગન કે, પછી અન્ય કોઈ પણ પ્રકારની ગન રાખવાના શોખીન હોય તો તમારા માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો મોડાસામાં સામે આવ્યો છે. જેમાં પોલીસે મજૂરી કામ સાથે સંકડાયેલા અને નાના પશુ-પક્ષીઓના શિકાર કરતા એક યુવકને ઝડપી પાડયો હતો અને તેની પાસેથી એર ગન કબજે કરી હતી. યુવક પાસે રહેલી એર ગનનું લાયસન્સ ન હોવાના કારણે તેને જેલમાં જવાનો વારો આવ્યો હતો. જો કે, આ ઘટનામાં મહત્ત્વની વાત છે કે, વાત એ યુવકને ખબર જ ન હતી કે, કોઈ પણ કેલીબર કે પછી મજલ એનર્જીવાળી એર ગન, રાયફલ ધરાવતા લોકોએ ફરજિયાત ગનનું લાયસન્સ લેવું પડે છે. બીજી મહત્ત્વની વાત છે કે, અગાઉ એરગન કે, પિસ્ટલ રમકડાની દુકાને પણ મળતી હતી.
રિપોર્ટ અનુસાર મોડાસાના ઇટાદરા ગામમાં રહેતો 34 વર્ષનો અલી અહેમદ નામનો યુવક પોલીસના હાથે ઝડપાયો હતો. અલી અહેમદ પાસે 23 સેન્ટીમીટર લાંબા બેરલ અને લાકડાના તૂટેલા બટ સાથેની 22 કેલીબરની પીસ્ટલ મળી આવી હતી. પોલીસની પૂછપરછમાં અલી અહેમદે કબૂલાત કરી હતી કે, તેને આ ગન પોતાની રીતે જ એસેમ્બલ કરી છે. પોલીસે ગનની સાથે કારતૂસ પણ કબજે કર્યા છે.
આ બાબતે પોલીસનું કહેવું છે કે અલી અહેમદ નામના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક મજૂરી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત સાથે સાથે પશુ-પક્ષીઓનો શિકાર પણ કરે છે. યુવકની પાસે 22 કેલીબરની એરગન હતી પરંતુ તેની પાસે લાયસન્સ ન હતું. આ બાબતે યુવકને કોઈ પણ જાણકારી ન હતી. યુવક પાસે રહેલી એર ગનની કિંમત 500 રૂપિયા છે પરંતુ તેની પાસે લાયસન્સ ન હોવાના કારણે તેનઇ સામે આર્મ્સએક્ટની કલમ 25 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ ગનને FSLમાં મોકલી દેવામાં આવી છે.
કાયદા અનુસાર અગાઉ એર ગન, પીસ્ટલ કે, પછી રાઇફલ રમકડા જેવી દુકાનો પર સરળતાથી ખરીદી શકાતી હતી પરંતુ સરકાર દ્વારા વર્ષ 2016માં નવા આર્મ્સ રૂલ જાહેર કરાતા આવી ગનનું લાયસન્સ પણ ફરજિયાત બન્યુ હતું. જેના કારણે કોઈ પણ મઝલ એનર્જી ધરાવતી એર ગન કે, પીસ્ટલ ખરીદવી લોકો માટે મુશ્કેલ બન્યું હતું.
આ ગનનું લાયસન્સ એટલા માટે ફરજિયાત કરવામાં આવ્યું હતું કે, ત્રાસવાદીઓ પ્રેક્ટિસ માટે એર ગન અને પીસ્ટલનો ઉપયોગ કરતા હતા. આ રિપોર્ટ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા આપવામાં આવ્યો હતો અને જેના આધારે આર્મ્સ એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

