2024માં શરૂ થયેલા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પડી તિરાડ

ગુજરાતના અમરેલી જિલ્લામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા એક પુલની હાલત અત્યંત જર્જરિત બનતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ પુલ પર પડેલી મોટી તિરાડોને જોતા કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પુલ પર 5 થી 6 ઈંચ પહોળી અને આશરે 40 થી 50 મીટર લાંબી ભયાનક તિરાડો જોવા મળી રહી છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલી વારંવારની રજૂઆતો સત્તાધીશોના બહેરા કાને અથડાઈને પાછી આવી રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

01

આશ્ચર્યની વાત એ છે કે આ પુલના નિર્માણની મંજૂરી વર્ષ 2014 માં આપવામાં આવી હતી. લાંબા સમયના ઈંતેજાર બાદ વર્ષ 2024 માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે, શરૂ થયાના ગણતરીના મહિનાઓમાં જ પુલની આ દશા થતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

ભાજપના નેતા અને રાજૂલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આ મામલે સત્તાધીશોને કડક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે બેદરકાર કોન્ટ્રાક્ટરને અલ્ટીમેટમ આપી તેની સામે કડક પગલાં લેવા જોઈએ. આવા કામોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવાય નહીં.

02

ગંભીરા પુલ હોનારતની યાદ તાજી થઈ

પુલની આ સ્થિતિ જોઈને સ્થાનિકોમાં વડોદરાના ગંભીરા પુલ હોનારતની યાદો તાજી થઈ છે. ગંભીરા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. સ્ટ્રક્ચરલ ફેલ્યોર અને નબળી જાળવણીને કારણે એ હોનારત સર્જાઈ હતી, અને હવે અમરેલીમાં પણ તેવી જ બીક લાગી રહી છે.

1640071080ambrish_der

નેશનલ હાઈવે 51: અકસ્માતોનો ઈતિહાસ

ભાવનગરથી સોમનાથ થઈને દ્વારકાને જોડતો આ NH-51 અગાઉ પણ નબળા બાંધકામોને કારણે ચર્ચામાં રહ્યો છે:

  • દૂધાળા ગામ પાસે: અમરેલીના દૂધાળા ગામ પાસેનો પુલ ઉદ્ઘાટનના ગણતરીના દિવસોમાં જ ધરાશાયી થયો હતો.
  • દાતરાડી ગામ પાસે: વર્ષ 2023 માં અમરેલીના દાતરાડી ગામ પાસે નિર્માણાધીન પુલના સિમેન્ટના ગર્ડર તૂટી પડ્યા હતા.

03

આ નેશનલ હાઈવેના 250 કિલોમીટરના પટ્ટામાં અગાઉ પણ આવી ઘટનાઓ બની હોવા છતાં, નવા બનેલા પુલોમાં તિરાડો પડવી એ વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત તરફ આંગળી ચીંધે છે.

About The Author

Related Posts

Top News

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે પુણેમાં આવશ્યક સેવાઓ પર અસર થવા લાગી છે. મહારાષ્ટ્રના પુણેમાં સૌથી મોટું સ્મશાનગૃહ...
National 
સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.