કોઈ દેવ સ્થાન ન હોવા છતા પણ લોકો માનતા પૂરી કરવા આ જગ્યા પર ચઢાવે છે પાણી

રાજ્યમાં ઘણા મંદિરો આવેલા છે. અલગ-અલગ મંદિરો પર લોકો તેમની મનોકામના પૂર્ણ થતા માનતા ચઢાવતા હોય છે. ત્યારે આજે ગુજરાતમાં એક એવા સ્થાનની વાત કરવી છે કે આ સ્થાન પર કોઈ દેવી-દેવતા ન હોવા છતાં પણ લોકો તેમની માનતા પૂરી થતા પાણી ચઢાવવા માટે આવે છે. આ સાંભળીને તમને પણ નવાઈ થતી હશે કે લોકો માત્ર પાણી જ શા માટે માનતા રૂપે ચઢાવે છે.

ઘણા મંદિરોમાં તો લોકો માતાજી કે દેવતાને તેમની માનતા પૂરી કરવા માટે ચાંદીનું છત્ર, ચાંદીના દાગીના કેસ પછી અન્ય કિંમત ધાતુ ચઢાવતા હોય છે. જે સ્થળ પર લોકો તેમની માનતા પૂરી થતા પાણી ચઢાવે છે તે સ્થળ મહેસાણા જિલ્લાના મોઢેરાથી ચાણસ્મા તરફ જતા રોડ પર મેસર ગામના પાટિયા નજીક આવેલું છે. આ જગ્યા પર કોઈ મોટું મંદિર બનાવવામાં આવ્યું નથી પણ એક વૃક્ષ નીચે ઇંટોની મદદથી સાવ નાનું એવું મંદિર બનાવવામાં આવ્યું છે. આ જગ્યાની આસપાસ પાણીના પાઉચની થેલીઓના પર્વત જેવા ઢગલા જોવા મળે છે.

રિપોર્ટ અનુસાર મેસર ગામ નજીક એક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ચારેય લોકો પાણી માટેની બૂમો પાડી રહ્યા હતા અને અંતે તમામ લોકોના મોત થયા હતા. પાણી વગર ચારેય લોકોના મોત થતા લોકોએ આ જગ્યા પર પાણી ચઢાવવાની શરૂઆત કરી.

મહત્વની વાત છે કે, આ જગ્યા પર કોઈ દેવતા કે દેવીનો વાસ નથી. છતાં પણ કેટલા શ્રદ્ધાળુઓ ચારથી છ ઈંટ મૂકીને દીવો થાય તેવી વ્યસ્થા કરીને દીવો પ્રકટાવીને તેઓ પાણી ચઢાવે છે. ત્યારબાદ લોકોની આસ્થાના કારણે આ સ્થળનું મહત્ત્વ વધ્યું અને આજે પણ લોકો તેમને માનેલા કામ પૂરા થાય તો આ સ્થળ પર પાણી ચઢાવવા માટે આવે છે.

લોકોનું માનવું છે કે, જે લોકો પાણી વગર મૃત્યુપામ્યા હતા તેમના તરસ્યા આત્માને તૃપ્ત કરવા માટે લોકો અહિયાં પાણી ચઢાવે છે. આ ધરતી અતૃપ્ત હોવાથી લોકો પાણી આ જગ્યાને ચઢાવીને ધરતીને પણ પાણીથી તૃપ્ત કરે છે. આ કિસ્સા પરથી એવું કહી શકાય કે, આસ્થા લોકોના મનમાંથી જ ઉત્પન થાય છે. જ્યાં તર્કવિહીની વિચાર હોય છે ત્યાં જ આસ્થાનું સિંચન થાય છે. આ કિસ્સો મહેસાણાના મેસર ગામ નજીકની જગ્યા પર સાચો કહી શકાય. કારણ કે ભલે ત્યાં કોઈ દેવ સ્થાન નથી પણ લોકોએ રાખેલી આસ્થાથી તેમના કામ પૂરા થતા તેઓ માનતા ચઢાવવા માટે એક વૃક્ષ નીચે રહેલા નાના મંદિરની સામે દીવો કરીને પાણીની બોટલો કે પછી પાઉચ ચઢાવે છે. તેનો પૂરાવો આ સ્થાનની આસપાસ ખડકલો થયેલા પાણીના પાઉચ જ દર્શાવે છે.

About The Author

Related Posts

Top News

વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

વલસાડ જિલ્લામાં હાફુસ અને વલસાડી કેરી મુખ્ય પાક છે અને અત્યારે કેરીઓને લઈને પૂરબહાર છે, પરંતુ વાતાવરણમાં થતા ફેરફાર...
Gujarat 
વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

24 મે એ ફેડરેશન કપમાં દેવ મીણા અને કુલદીપ કુમાર માટે ગૌરવનો દિવસ હતો. બંને ખેલાડીઓએ પોલ વોલ્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ...
Sports 
નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 26-05-2026 વાર- મંગળવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.