નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું

સુરતઃ નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ મહિલાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નિમાયાએ સતત આઠમી વખત "નિમાયા ગ્રેટ રન-2025" નું આયોજન કર્યું હતું. આ દોડમાં 2500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે તો જાગૃત રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો પણ સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા.

surat
Khabarchhe.com

આ સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે નિમાયા મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે. આ ઉદ્દેશ્ય સાથે, દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ "નિમાયા ગ્રેટ રન" નું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 9 માર્ચ, રવિવારે સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમને સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો. રેસમાં 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

surat
Khabarchhe.com

VIP રોડ કંકુબા પાર્ટી પ્લોટથી નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંઘ, ડીસીપી ટ્રાફિક અમીતા વાનાણી અને ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી.

Top News

‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર જાતિગત સર્વેક્ષણને લઈને ફૂંકી-ફૂંકીને પગલાં ભરી રહી છે. મુદ્દો પોતાના નેતા રાહુલ ગાંધીનો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન...
National  Politics 
‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?

દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, મુંબઈમાં નવજાત મળ્યું પોઝિટિવ, જાણો નવા વેરિયન્ટ JN.1 વિશે

કોરોના વાયરસની વાપસીના સમાચાર હવે વધારે ડરાવતા નથી, પરંતુ જે રીતે એશિયન દેશોમાં કેસ ઝડપથી વધ્યા છે, તે...
National  Health 
દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, મુંબઈમાં નવજાત મળ્યું પોઝિટિવ, જાણો નવા વેરિયન્ટ JN.1 વિશે

ભાજપનો આરોપ, રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલે છે

ભાજપના નેતા અમીત માલવિયાએ સોશિયલ મીડિયા પર મુકેલી બે પોષ્ટ ચર્ચાનો વિષય બની ગઇ છે. એક પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ...
National 
ભાજપનો આરોપ, રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલે છે

મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું

કોંગ્રેસ નેતા પવન ખેરાએ આરોપ લગાવ્યો કે વિદેશ મંત્રી એસ જયશંકરે ઓપરેશન સિંદુર પહેલા પાકિસ્તાનને ભારતની એર સ્ટ્રાઇક વિશે માહિતી...
National 
મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું
Copyright (c) Khabarchhe All Rights Reserved.