RBI ગવર્નરએ જણાવ્યું દેશ પાસે કેટલો વિદેશી ખજાનો છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે, 30મી તારીખે પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં પાછલા સપ્તાહની સરખામણીમાં 1.2 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 30મી મે સુધીમાં ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 691.5 બિલિયન ડૉલર હતો, જે 11 મહિનાથી વધુ સમય માટે માલ આયાત કરવા અને બાકી રહેલા વિદેશી દેવાના લગભગ 96 ટકા ચૂકવવા માટે પૂરતો છે.

જ્યારે, 23મી મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં 6.99 બિલિયન ડૉલરનો વધારો થઈને 692.72 બિલિયન ડૉલર થયો છે. આ સતત આઠમું સપ્તાહ હતું, જ્યારે ફોરેક્સમાં વધારો જોવા મળ્યો હતો. ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારનો સૌથી મોટો ઘટક, વિદેશી ચલણ સંપત્તિ (FCA)નું મૂલ્ય સમીક્ષા સમયગાળામાં 586.167 બિલિયન ડૉલર પર પહોંચી ગયું. FCAમાં ડૉલરની સાથે યુરો, પાઉન્ડ અને યેન જેવી મહત્વપૂર્ણ ચલણોનો પણ સમાવેશ થાય છે.

Sanjay Malothra
aajtak.in

30 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી હૂંડિયામણ ભંડારનો બીજો મહત્વપૂર્ણ ઘટક સોનાનો ભંડાર 83.582 બિલિયન ડૉલર હતો. વૈશ્વિક વધઘટને કારણે, વિશ્વભરની કેન્દ્રીય બેંકો સોનામાં રોકાણ કરી રહી છે, જેને સલામત માનવામાં આવે છે. RBIએ પણ 2021થી વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોનાનો હિસ્સો લગભગ બમણો કરી દીધો છે.

દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં કોઈપણ મજબૂતાઈ અમેરિકન ડૉલર સામે રૂપિયો મજબૂત બનાવે છે. વિદેશી હૂંડિયામણ ભંડારમાં વધારો અર્થતંત્રના મજબૂત પાયાને પ્રતિબિંબિત કરે છે અને RBIને રૂપિયો અસ્થિર બને ત્યારે તેને સ્થિર કરવા માટે પૂરતી જગ્યા આપે છે.

Foreign Exchange Reserves
bharatexpress.com

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નરે કહ્યું કે, ભારતનું બાહ્ય ક્ષેત્ર મજબૂત બની રહેલું છે, કારણ કે બાહ્ય ક્ષેત્રના મુખ્ય સૂચકાંકોમાં સુધારો ચાલુ રહે છે. અમને અમારી બાહ્ય ભંડોળ જરૂરિયાતોને પૂર્ણ કરવાનો વિશ્વાસ છે.

મલ્હોત્રાએ અહીં RBI મુખ્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, RBI બેંકોમાં માલિકી ફ્રેમ અને પાત્રતા માપદંડ જેવા વિવિધ મુદ્દાઓ પર પુનર્વિચાર કરવા માટે પગલાં લેશે. જો કે, મલ્હોત્રાએ કહ્યું કે ભારત જેવી વિકસતી અર્થવ્યવસ્થાને વધુ બેંકોની જરૂર છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે આપણને એવા માલિકો અને મેનેજરોની જરૂર છે જે વિશ્વસનીય હોય.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.