ગ્રીનમેન વિરલ દેસાઈએ ટાટાના એક્ઝિક્યુટિવ્ઝને ક્લાયમેટ એક્શન માટે પ્રેરિત કર્યા

દેશના જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ તાજેતરમાં ટાટા સ્ટીલ અને ટાટા પાઇપ્સના એક્ઝિક્યુટિવ્ઝને સંબોધિત કરીને ક્લાયમેટ એક્શનની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે દેશભરના હજારો ટાટાના કર્મચારીઓને સંબોધિત કર્યા હતા.

'સી.એસ.આર એટલે કે કલેક્ટિવ સસ્ટેનેબલ રસ્પોન્સિબિલિટી' નામના તેમના વક્તવ્યમાં વિરલ દેસાઈએ વિશ્વને અસર કરી રહેલા ક્લાયમેટ ચેન્જના ગંભીર પરિણામો અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, 'ટાટા જેવા મહાન ઉદ્યોગ જૂથના એક્ઝિક્યુટિવ્ઝને સંબોધવાનું મારા માટે ખૂબ જ રોમાંચક અનુભવ હતો. ક્લાયમેટ ચેન્જ જેવા ગંભીર મુદ્દા પર બોલવું એ મારી જવાબદારી છે.'

વિરલ દેસાઈએ તેમના વક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું કે, ક્લાયમેટ ચેન્જ એ માત્ર એક પર્યાવરણીય સમસ્યા નથી, પરંતુ આપણી ભાવી પેઢી માટે એક મોટો ખતરો છે. આપણે સૌએ મળીને આ સમસ્યાનો સામનો કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આ સાથે તેમણે એમ પણ સ્પષ્ટ કરી આપ્યું કે ક્લાયમેટ ચેન્જ એ માત્ર સરકારોની કે એનજીઓઝની કે કોર્પોરેટ્સની જ જવાબદારી નથી. આ જવાબદારી તમામ લોકોની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં વિરલ દેસાઈએ ટેડેક્સ જેવા મંચો પર કે દુબઈ જેવા શહેરોમાં ક્લાયમેટ એક્શન અંગેના તેમના વિચારો રજૂ કર્યા છે.

About The Author

Related Posts

Top News

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો
Copyright (c) Khabarchhe All Rights Reserved.