બાહુબલી મધુ શ્રીવાસ્તવની ખુલ્લી ચીમકી, 2024મા લઈશ 2022મા ટિકિટ કાપવાનો બદલો

વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીઓ સુધી ગુજરાતના બાહુબલી ધારાસભ્યની છબી ધરાવતા મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ ચીમકી આપી દીધી છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, વર્ષ 2022નો બદલો વર્ષ 2024માં લઇશ. વાઘોડિયા સીટ પરથી 7 વખતના ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવે ટિકિટ કાપનારાઓને પાઠ ભણાવવાની ચીમકી આપી હતી. મીડિયાને આપેલા નિવેદનમાં મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ટિકિટ નક્કી હતી, પરંતુ વડોદરા લોકલના સાંસદ (રંજનબેન ભટ્ટ)એ તેમની ટિકિટ કપાવી હતી.

તેમણે આગળ કહ્યું કે, હું વર્ષ 2024માં ખુલ્લેઆમ વિરોધ કરીશ. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસેથી ટિકિટ ન મળવા પર મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, ત્યારબાદ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી ભાજપના કબજામાં રહેનારી આ સીટ અપક્ષના ખાતામાં જતી રહી હતી અને મધુ શ્રીવાસ્તવના ચિર પ્રતિદ્વંદ્વી ધર્મેન્દ્ર સિંહ વાઘેલાને જીત મળી હતી.

ભાજપના ઉમેદવાર અને તાત્કાલીન વડોદરા જિલ્લાના અધ્યક્ષ અશ્વિન પટેલને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, હું વર્ષોથી ભાજપમાં છું અને જો ભાજપનો કોઈ કાર્યક્રમ થતો હોય, તો અમે જરૂર શુભેચ્છા પાઠવીએ છીએ, પરંતુ હું નહીં જાઉ, વિધાનસભાની ચૂંટણીમાં મારી ટિકિટ પાક્કી હતી. વડોદરાના સાંસદે મારી ટિકિટ કાપી દીધી. હું વર્ષ 2024માં ખુલ્લેઆમ વિરોધ કરીશ.

મધુ શ્રીવાસ્તવે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનું નામ લીધું નથી અને વડોદરાના સાંસદ કહીને પ્રહાર કર્યો હતો. મધુ શ્રીવાસ્તવે ટિકિટ કાપવાના સમય પર કહ્યું હતું કે, સ્થાનિક ભાજપના નેતાઓએ ટિકિટ કપાવી, પરંતુ ચૂંટણીના 3 મહિના બાદ મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મારી ટિકિટ વડોદરાના સાંસદે કપાવી. તેમણે એમ પણ કહ્યું કે, એટલે વર્ષ 2024ની ચૂંટણીમાં હું ખુલ્લેઆમ વિરોધ કરીશ. વર્ષ 2019માં રંજનબેન ભટ્ટ બીજી વખત સાંસદ બન્યા હતા.

વર્ષ 2014માં વડોદરા લોકસભા સીટ પરથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીત હાંસલ કરી હતી. ત્યારબાદ તેમણે વારાણસીની સીટને નક્કી કરતા વડોદરાની સીટ છોડી દીધી હતી. ત્યારબાદ પેટાચૂંટણીમાં રંજનબેનને ટિકિટ મળી હતી અને તેમણે જીત હાંસલ કરી હતી. ભાજપે વર્ષ 2019માં તેમને ફરી ચાંસ આપવામાં આવ્યો હતો. રંજનબેન પૂર્વમાં શહેરમાં ડેપ્યુટી મેયર અને વડોદરા શહેર અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. મધુ શ્રીવાસ્તવના આરોપ પર અત્યાર સુધી વડોદરાના સાંસદનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Related Posts

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.