- Gujarat
- આવું કેવું? અમદાવાદમાં રોડ પર વાહન પાર્ક કરશો તો, બિલ્ડીંગ સીલ થઇ જશે
આવું કેવું? અમદાવાદમાં રોડ પર વાહન પાર્ક કરશો તો, બિલ્ડીંગ સીલ થઇ જશે
અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)દ્વારા રોડ પર ગેરકાયદેસર રીતે કરવામાં આવતા પાર્કિંગને લઈને કડક નિર્ણય લીધો છે. શહેરમાં તમામ મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો અને રહેણાંક વિસ્તારોની મિલકતમાં પાર્કિંગની જગ્યામાં જ વાહનો પાર્ક કરવાના રહેશે. કોમ્પ્લેક્સની બહાર રોડ કે ફૂટપાથ ઉપર ક્યાંય પણ પાર્કિંગ કરવાનું રહેશે નહીં
AMCના એસ્ટેટ વિભાગે ટ્રાફીક પોલીસ સાથે મળીને કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્ય રોડ પરના કોઇ પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે બિલ્ડીંગની બહાર રોડ પર વાહનો પાર્ક થશે તો એ જાવાની જવાબાદારી કોર્મશિયલ કોમ્પ્લેકસ અને બિલ્ડીંગના સંચાલકોની રહેશે. જો રોડ પર વાહનો પાર્ક કરેલા મળશે તો AMC બિલ્ડીંગને સીલ કરવા સુધીની કાર્યવાહી કરી શકે છે.
ઉપરાંત કોઇ પણ કોર્મશિયલ કોમ્પ્લેક્સમાં માર્જિનની જગ્યાએ દબાણ હશે જેમ કે કોઇ ખાણી પીણી વાળાને ભાડે આપી હોય તો પાલિકા આ દબાણ દુર કરી દેશે અને માલ સામાન પણ જપ્ત કરી લેશે.

