- Gujarat
- શેરબજારમાં રોકાણ કરવું છે તો ચેમ્બરનો ‘વેલ્થ એક્ષ્પો 2026’ તમને કામ લાગશે
શેરબજારમાં રોકાણ કરવું છે તો ચેમ્બરનો ‘વેલ્થ એક્ષ્પો 2026’ તમને કામ લાગશે
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત અને રોકાણકારો માટે નાણાકીય મેનેજમેન્ટ અને રોકાણની નવી દિશાઓ ખોલવા માટે ‘ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી’ (SGCCI) અને ‘જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન’ (JITO) સુરત દ્વારા સંયુક્તપણે ‘વેલ્થ એક્ષ્પો 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ એક્ષ્પો આગામી 8, 9 અને 10 મે, 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે યોજાશે. આ એક્ષ્પોનું ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન 8 મે 2026 ના રોજ સવારે 10:00 વાગ્યે અબાક્કસ એસેટ મેનેજમેન્ટના સ્થાપક સુનિલ સિંઘાનિયાના વરદ્ હસ્તે કરવામાં આવશે.
ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, “સુરત હવે માત્ર ઉત્પાદનનું કેન્દ્ર જ નથી રહ્યું, પણ તે એક મોટા ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે પણ ઉભરી રહ્યું છે. ‘વેલ્થ એક્ષ્પો 2026’ દ્વારા અમે સ્થાનિક ઉદ્યોગકારો અને એમએસએમઈને અગ્રણી ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ, લીઝિંગ કંપનીઓ અને ફિનટેક ઇનોવેટર્સ સાથે એક જ મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. આ એક્ષ્પો ઉદ્યોગોને જરૂરી મૂડી અને રોકાણકારોને સાચું માર્ગદર્શન પૂરું પાડવામાં સેતુરૂપ સાબિત થશે. તેમાં એઆઈએફ જેવા રોકાણના નવા માર્ગો વિશે જાણીતા નિષ્ણાતો માર્ગદર્શન આપશે.”
JITO સુરતના મિલન પરીખે જણાવ્યું હતું કે, “નાણાકીય સાક્ષરતા અને યોગ્ય દિશામાં રોકાણ એ આજના સમયની માગ છે.આ એક્ષ્પોમાં અમે દેશના જાણીતા નિષ્ણાતોને આમંત્રિત કર્યા છે જેઓ ભારતની ‘ગ્રોથ સ્ટોરી’ અને ‘જીઓ પોલિટિક્સ’ની અસરો વિશે ઊંડાણપૂર્વક સમજ આપશે. રોકાણકારો માટે રોકાણના વિવિધ માર્ગો સમજીને માહિતગાર નિર્ણય લેવાની આ એક અનોખી તક છે.
આ એક્ષ્પો બેન્કો, એનબીએફસી, ઇન્સ્યુરન્સ, સ્ટોક માર્કેટ અને લીઝિંગ કંપનીઓનું વિશાળ પ્રદર્શન બની રહેશે અને ગુજરાતનું નાણાકીય ક્ષેત્રનું સૌથી મોટું એક્ઝિબિશન હશે. એસએમઈ, સ્ટાર્ટઅપ્સ અને કોર્પોરેટ્સ માટે રોકાણ, આઈપીઓ અને ફાયનાન્સિંગની વિશેષ તકો રહેશે. ફિનટેક ઇનોવેશન્સ અને ડિજિટલ બેન્કિંગ સોલ્યુશન્સ, પેનલ ડિસ્કશન્સ, વર્કશોપ્સ અને નોલેજ સેશન યોજાશે.
આ એક્ષ્પોમાં વન–ટુ–વન બિઝનેસ મીટિંગ અને રોકાણકારો સાથે સીધી મુલાકાત કરી શકાશે.
8 મે 2026, શુક્રવાર
• સવારે 11:00 કલાકે: સુનિલ સિંઘાનિયા (સ્થાપક – અબાક્કસ એસેટ મેનેજમેન્ટ)
વિષય: ભારતનો આગામી દાયકો - સ્માર્ટ મનીનું રોકાણ ક્યાં કરવું જોઈએ?
• બપોરે 12:00 કલાકે: કરણ દત્તા (જીઓ-પોલિટિકલ એક્સપર્ટ અને પૂર્વ સીબીઓ – એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ)
વિષય: જીઓ-પોલિટિકલ ફેરફારોને સમજો અને ફાઇનાન્શિયલ માર્કેટ્સ પર તેની વાસ્તવિક અસરને જાણો.
9 મે 2026, શનિવાર
સવારે 11:00 કલાકે: સંદીપ જૈન (સહ-સ્થાપક – ટ્રેડસ્વિફ્ટ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ)
વિષય: સ્ટોક્સ ઓળખવા પાછળની કળા અને વિજ્ઞાન.
બપોરે 12:00 કલાકે: વિશાલ બી. મલકાન (સહ-સ્થાપક – મલકાન્સવ્યૂ)
વિષય: RSI સાથે ટોપ ડાઉન એનાલિસિસ - 2026 માટે ટોચના સેક્ટર્સની ઓળખ.
સાંજે 4:00 કલાકે: રાહુલ કપૂર જૈન (માઇન્ડસેટ કોચ અને લેખક)
વિષય: વેલ્થ બિયોન્ડ “વેલ્થ”.
10 મે 2026, રવિવાર
• સવારે 11:00 કલાકે: પેનલ ડિસ્કશન – બુલ માર્કેટથી આગળ સંપત્તિ સર્જન
વક્તાઓ: વિકાસ ખેમાણી (સ્થાપક – કાર્નેલિયન એસેટ મેનેજમેન્ટ) અને સંજય ડાંગી (સ્થાપક – ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર).
• બપોરે 12:00 કલાકે: પેનલ ડિસ્કશન – ટકાઉ સંપત્તિનું નિર્માણ: ઉદ્યોગસાહસિકોથી સંપત્તિ સર્જકો સુધી
વક્તાઓ: નિર્મલ જૈન (સ્થાપક અને ચેરમેન –આઈઆઈએફએલ હોલ્ડિંગ્સ લિમિટેડ) અને હિતેશ દોશી (ચેરમેન – વારી ગ્રૂપ).
આ એક્ષ્પોને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓએ સહયોગ આપ્યો છે, જેમાં મહેતા વેલ્થ, જૈનમ, નિવેશ આય, યુનિસનનો સમાવેશ થાય છે.
સુરતના રોકાણકારો, ફાઇનાન્સિયલ એડવાઇઝર્સ, સ્ટાર્ટઅપ્સ અને નાણાકીય ઉકેલ શોધતા તમામ લોકો માટે આ એક્ષ્પો આશીર્વાદરૂપ સાબિત થશે.

