ભાજપના કાર્યકર ધાર્મિક માલવિયાને કોર્ટના આદેશની અવગણના કરવાનું ભારે પડ્યું છે. લોકસભાની ચૂંટણી વખતે ધાર્મિક આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહના ફોટા પર શાહી નાંખવાનો ધાર્મિક પર ગંભીર આરોપ છે. આ કેસમાં માલવિયા સહિત અન્ય લોકો સામે રાજદ્રોહ અને રાયોટીંગના આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
ધાર્મિક માલવિયા સતત કોર્ટમાં હાજરી આપતા ન હતા એટલે સુરતની કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યું કર્યું હતું. શુક્રવારે ધાર્મિક માલવિયા કોર્ટમાં હાજર રહ્યા અને વોરંટ રદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એ પ્રયાસ નિષ્ફળ ગયો અને કોર્ટે તેમને લાજપોર જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો.
જો કે શનિવારે ધાર્મિકને જામીન મળી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...