- Gujarat
- આ તારીખથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન, અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન, અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં ઉનાળાનો અંત આવતાં ચોમાસાની સગોળે તૈયારી થઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે 10 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે અને 22 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદ વ્યાપી જશે. 13 જૂનના રોજ ભારે વરસાદની સંભાવના છે અને 14 થી 19 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય રહી શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી શકે છે.

ચોમાસું આ વખતે બંગાળના ઉપસાગરના પૂર્વ ભાગમાંથી ગુજરાતમાં પ્રવેશ કરશે. આગામી ચારથી પાંચ દિવસ રાજ્યમાં વધુ ઉકળાટ રહેવાની શક્યતા છે, જે ચોમાસાના આગમનનો સંકેત આપે છે.

હવામાન વિભાગે ૯ જૂન પછી વરસાદમાં ઘટાડાની આગાહી કરી
ગુજરાતમાં ઉનાળાની ગરમી બાદ મેઘરાજાની મહેર શરૂ થઇ છે. હવામાન વિભાગે આગામી ૭ દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે 9 જૂન પછી વરસાદનું જોર ઘટશે. ૬ જૂને સૌરાષ્ટ્રના જુનાગઢના વિસાવદર અને અમરેલીના ધારી સહિત રાજકોટના ગોંડલ અને કોટડા સાંગાણી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબોળ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
આ પહેલાંથી મળી રહેલી આગાહીઓ ખેડૂતો અને નાગરિકો બંને માટે મહત્વપૂર્ણ છે, જેથી તેઓ ચોમાસાની તૈયારીઓ કરી શકે.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)