- Gujarat
- 14થી 22 જૂનમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, આ તારીખે ભારે વરસાદની આગાહી
14થી 22 જૂનમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, આ તારીખે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હાલમાં કેટલીક જગ્યાએ તીવ્ર ગરમી અને બફારો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે. જૂન શરૂ થઈ ગયો હોવા છતાં પણ રાજ્યમાં વરસાદ ન થતા ખેડૂતો અને નાગરિકો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી મુજબ આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડશે.
પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ચોમાસું 26 મેના રોજ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું હતું પરંતુ ત્યારબાદ આગળ ન વધ્યું. હવે બંગાળની ખાડી સક્રિય થવા લાગી છે અને આગામી દિવસોમાં સિસ્ટમ પેદા થઈ પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે, જેના કારણે અરબ સાગર પણ સક્રિય થઈ જશે અને ચોમાસું ફરીથી ગતિ પકડશે.

તેમના અનુમાન અનુસાર, ગુજરાતમાં ચોમાસું 20મી જૂન આસપાસ પ્રવેશી શકે છે. 14મી જૂન બાદ ચોમાસાની શરૂઆત સમાન વરસાદ શરૂ થશે અને 16થી 20મી જૂન દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ખાસ કરીને 18થી 22 જૂન વચ્ચે ચોમાસાનો અધિકૃત પ્રવેશ થવાની શક્યતા છે. 16થી 28 જૂન દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વાવણીલાયક વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 12 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
Top News
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!
એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?
ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સુરતનું સ્નેહમિલન
Opinion
