એક બહેનએ રડતા-રડતા કહ્યું મારો ભાઈ પ્રત્યક્ષ રીતે અમારી વચ્ચે નથી, પણ પરોક્ષ રીતે અમારી વચ્ચે જ છે

18 માર્ચ 2023ના રોજ, 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યુવાન સ્વ. શૈશવ ગિરીશભાઈ પટેલને સુરતની એઈમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડોકટરોએ બ્રેઈનડેડ જાહેર કર્યો. દુઃખની આ ઘડીમાં પણ પટેલ પરિવારે હિંમત દાખવી, ડોનેટ લાઈફના માધ્યમથી શૈશવના હૃદય, ફેફસાં, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કર્યું.

શૈશવનું હૃદય હાંસોટ તાલુકાના આસરમાજૂના ગામના 22 વર્ષીય યુવાન રવિરાજ વિક્રમસિંહ મહિડામાં સુરતની મહાવીર હોસ્પિટલમાં માર્ચ 2023માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. રવિરાજના શરીરમાં આજે શૈશવનું હૃદય ધબકી રહ્યું છે.

“જ્યારે બહેન તેના ભાઈના ધબકારાને રાખડી બાંધવા પહોંચી...”

રક્ષાબંધનના પવિત્ર દિવસે એક એવું દ્રશ્ય સર્જાયું જેણે હાજર સૌની આંખો ભીની કરી દીધી. સ્વ. શૈશવની બહેન નિધિ પોતાના ગામ હાજતથી તેની માતા મનીષાબેન, પિતરાઈ ભાઈ મોહિત અને ડોનેટ લાઈફ ની ટીમ સાથે રવિરાજના ગામે પહોંચી. હાથમાં રાખડી અને હૃદયમાં ભાઈની અસંખ્ય યાદો લઈને જ્યારે નિધિએ રવિરાજને રાખડી બાંધી, ત્યારે ખુશી અને ગમના આંસુ એકસાથે વહી નીકળ્યા.

“એક રાખડી, બે પરિવારોનું અતૂટ બંધન”

ભાવુક થઈને રવિરાજે કહ્યું, "સ્વ. શૈશવનું હૃદય મારામાં ધબકી રહ્યું છે. નિધિએ બાંધેલી આ રાખડી ફક્ત મારા હાથ પર નહીં, બે પરિવારોના હૃદય પર બંધાઈ છે. શૈશવે મને માત્ર નવું જીવન નથી આપ્યું, નિધિના રૂપમાં બહેન પણ આપી છે. છેલ્લા ત્રણ વર્ષથી નિધિ મને રાખડી બાંધવા આવે છે."                                             
નિધિએ રડતા-રડતા કહ્યું, "મારો ભાઈ પ્રત્યક્ષ રીતે અમારી વચ્ચે નથી, પણ પરોક્ષ રીતે અમારી વચ્ચે જ છે. તેનું હૃદય રવિરાજમાં ધબકે છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મારો ભાઈ ખૂબ ખુશ રહે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે."

“માનવતા એ જ સૌથી મોટો ધર્મ”

ડોનેટ લાઈફ ના સંસ્થાપક અને પદ્મશ્રી થી સમ્માનિત નીલેશ માંડલેવાલા એ જણાવ્યું, “આ માત્ર રક્ષાબંધન નથી, માનવતાના અતૂટ સંબંધની ઉજવણી છે. સ્વ. શૈશવના હૃદયે બે અજાણ્યા પરિવારોને પ્રેમના એવા પવિત્ર બંધનમાં બાંધી દીધા છે જે લોહીના સંબંધથી પણ વધુ ગાઢ છે. અંગદાન માત્ર જીવન નથી બચાવતું, તે સંબંધોને નવી ઓળખ આપે છે.”

About The Author

Related Posts

Top News

એર ઈન્ડિયાની સ્થિતિ ફરી ખરાબ, 22000 કરોડના નુકસાનમાં છે, દોઢ અબજ ડૉલરની માંગ કરી

એર ઇન્ડિયાએ તેના માલિકો, ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ પાસેથી આશરે 1.5 અરબ ડૉલર (રૂ. 14355 કરોડ)ના નવા ઇક્વિટી...
Business 
એર ઈન્ડિયાની સ્થિતિ ફરી ખરાબ, 22000 કરોડના નુકસાનમાં છે, દોઢ અબજ ડૉલરની માંગ કરી

શું PM મોદીના મંત્રીમંડળ વિસ્તરણમાં આ 3 ચહેરાને સ્થાન મળવાનું છે?

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીને પોતાની ટીમની જાહેરાત કરી દીધી એટલે એમનું કામ પુરુ થયુ હવે ચર્ચા શરૂ થઇ છે...
Politics 
શું PM મોદીના મંત્રીમંડળ વિસ્તરણમાં આ 3 ચહેરાને સ્થાન મળવાનું છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 28-08-2026 દિવસ: શુક્રવાર મેષ: આત્મવિશ્વાસથી મજબૂત બનો, તમારી હિંમતનો લાભ તમને મળતો જણાય, પ્રવાસ ફળે. વૃષભ: આપના મનની મૂંઝવણો...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

કેન્સરની સારવાર માટે આ દવા જોખમ ઘટાડે છે; સારવારને FDAએ મંજૂરી આપી

સ્વાદુપિંડમાં થનારા કેન્સરના કેસોનું નિદાન મોટાભાગે જ્યારે તે અંતિમ તબક્કામાં હોય છે ત્યારે થાય છે, જેના કારણે દર્દીઓને બચાવવા...
World 
કેન્સરની સારવાર માટે આ દવા જોખમ ઘટાડે છે; સારવારને FDAએ મંજૂરી આપી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.