ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય, ગરમી વધશે, ઓક્ટોબરમાંચક્રવાતની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસાની મોસમ દરમિયાન સરરેરાશ વરસાદમાં 11 ટકા જેટલી અછત નોંધાઈ છે. ચોમાસાની વિદાય સાથે જ હવે રાજ્યમાં બેવડી ઋતુ અને ગરમીનો પ્રકોપ વધવાની પૂરેપૂરી શક્યતા છે. આ દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓક્ટોબર અને નવેમ્બર મહિના માટે હવામાન અંગેની એક મહત્વપૂર્ણ અને વિસ્તૃત આગાહી કરી છે.

ambalal-patel2
gujarati.abplive.com

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ઓક્ટોબર મહિનામાં રાજ્ય અને દેશના હવામાન પર એક પછી એક 5થી 6 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ)ની અસર જોવા મળી શકે છે. તેમણે વિવિધ તારીખો અનુસાર નીચે મુજબની આગાહી કરી છે:

ઓક્ટોબરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શ્રેણી:

    • પ્રથમ: 3થી 6 ઓક્ટોબર
    • બીજું: 8થી 12 ઓક્ટોબર
    • ત્રીજું: 16થી 18 ઓક્ટોબર
    • ચોથું: 24થી 25 ઓક્ટોબર
    • પાંચમું: 29થી 31 ઓક્ટોબર

 

હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, 11 ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં વાતાવરણીય હલચલ શરૂ થશે. ત્યારબાદ 17 ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં હવાનું ભારે દબાણ ઊભું થવાથી ચક્રવાતી સિસ્ટમ સક્રિય બનશે. ખાસ કરીને 24થી 30 ઓક્ટોબર દરમિયાન એક મજબૂત ચક્રવાત (વાવાઝોડું) આકાર લઈ શકે છે. ઉપરાંત, 29થી 30 ઓક્ટોબર દરમિયાન એક તીવ્ર પશ્ચિમી વિક્ષેપ સર્જાવાના કારણે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના હવામાનને અસર કરશે. 12 નવેમ્બરથી વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આ સિવાય 18 નવેમ્બરથી ડિસેમ્બરના પ્રારંભિક સપ્તાહ દરમિયાન બંગાળની ખાડીમાં એકથી બે શક્તિશાળી વાવાઝોડાં બનવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

1648111350heatwave

ચોમાસું પૂરું થતાં જ હવે રાજ્યમાં અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડશે. અલ-નિનોની અસરને કારણે હસ્ત નક્ષત્ર દરમિયાન રાજ્યના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થયો ન હતો, જોકે સૌરાષ્ટ્રના કેટલાક ખંડિત ભાગોમાં ગાજવીજ સાથે ઝાપટાં નોંધાયા હતા. હવે આવનારા દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે:

  • મધ્ય ગુજરાત: કેટલાક વિસ્તારોમાં પારો 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
  • ઉત્તર ગુજરાત: તાપમાન 34 ડિગ્રી ની આસપાસ રહેવાની શક્યતા છે.
  • સૌરાષ્ટ્ર: જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં તાપમાન 37 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.
  • કચ્છ: ગરમીનો પારો 37 ડિગ્રીથી પણ વધુ નોંધાઈ શકે છે.

About The Author

Top News

એશિયન ગેમ્સની સમાપ્તિઃ 24 વર્ષ પછી રમતના મેદાનમાં મહિલાઓએ પુરુષોને પાછળ છોડી દીધા, જાણો કેવી રહી ટુર્નામેન્ટ

2026 એશિયન ગેમ્સમાં ભારતનું અભિયાન પૂર્ણ થયું છે. અંતિમ દિવસે બે અશ્વારોહણ સુવર્ણ ચંદ્રક ઇવેન્ટ્સ છે, પરંતુ કોઈ ભારતીય...
Sports 
એશિયન ગેમ્સની સમાપ્તિઃ 24 વર્ષ પછી રમતના મેદાનમાં મહિલાઓએ પુરુષોને પાછળ છોડી દીધા, જાણો કેવી રહી ટુર્નામેન્ટ

પૂર્વ CBI વડા રાજકારણમાં જોડાયા, પાર્ટીનું નામ 'સર્વજન સનાતન પાર્ટી', જણાવ્યું પોલિટિક્સ આવવાનું કારણ

CBIના પૂર્વ નિયામક એમ. નાગેશ્વર રાવે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે શનિવારે વારાણસી ખાતે 'સર્વજન સનાતન પાર્ટી...
Politics 
પૂર્વ CBI વડા રાજકારણમાં જોડાયા, પાર્ટીનું નામ 'સર્વજન સનાતન પાર્ટી', જણાવ્યું પોલિટિક્સ આવવાનું કારણ

અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ કેમ છોડવા માંગે છે? શું ઈશાન કિશન છે કારણ?

IPL 2027 શરૂ થવામાં હજુ લગભગ પાંચ મહિના બાકી છે, તેમ છતા તમામ ટીમોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી...
Sports 
અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ કેમ છોડવા માંગે છે? શું ઈશાન કિશન છે કારણ?

નાની નાની વાત પર 'પેરાસીટામોલ' લઈ લેનારા ચેતી જજો, 20 વર્ષીય યુવાનની કહાની સૌ માટે ચેતવણીરૂપ

વાયરલ તાવ હોય, શરીરનો દુ:ખાવો હોય, ડેન્ગ્યૂ હોય કે સામાન્ય શરદી-ખાંસી, આ તમામ બીમારીઓની સારવાર માટે...
Lifestyle 
નાની નાની વાત પર 'પેરાસીટામોલ' લઈ લેનારા ચેતી જજો, 20 વર્ષીય યુવાનની કહાની સૌ માટે ચેતવણીરૂપ
Copyright (c) Khabarchhe All Rights Reserved.