આ વર્ષે અંકલેશ્વરની નવરાત્રિમાં જાણીતા પોપસ્ટાર, ગાયક અને ગીતકાર પૂર્વા મંત્રી

આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પોપસ્ટાર, ગાયક અને ગીતકાર, પૂર્વા મંત્રી આ વર્ષે નવરાત્રિમાં ગુજરાત ખાતે અંકલેશ્વરમાં યોજાઇ રહેલા ભારતના મોટા નવરાત્રિ ઉત્સવોમાંના એકમાં એવા ગરબા મહોત્સવમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. હાલ જ યુ.એસ.માં “પૂર્વાસ્ટિક ટૂર 2024” પૂર્ણ કરીને પરત ફર્યા બાદ પૂર્વા તેમના ગુજરાતી લોક સંગીત અને બોલિવૂડના હિટ ગીતોના ‘ગુજરાતી ફોક ફ્યુઝન’થી ખૈલેયાઓને ઝૂમાવશે.

પૂર્વા મંત્રીએ ભારતીય સંગીત અને સંસ્કૃતિની કીર્તિને 30થી વધુ દેશોમાં સ્ટેજ શો કરીને સમગ્ર વિશ્વમાં ફેલાવી છે. તેમના ફૂલ એનર્જી ઓન-ગ્રાઉન્ડ પર્ફોર્મન્સે સમગ્ર દુનિયામાં ફેન્સના દિલ જીતી લીધા છે. જ્યારે ડિજિટલ સ્પેસમાં એટલે કે સોશિયલ મીડિયામાં તેમનું સ્ટારડમ વધતું જાય છે — YouTube, Spotify અને Instagram પર 10 લાખથી વધુ ફોલોઅર્સ સાથે — પૂર્વા પોતાના ફેન્સને સતત એન્ટરટેઇ કરે છે. તેમની તાજેતરની રીલીઝ, 'રૂમ ઝુમ' અને 'રસિયો રૂપાળો', આધુનિક 'ગુજરાતી ફોક ફ્યુઝન' માટે એક સીમાચિન્હ છે. ભારતીય સંગીતના વૈશ્વિક એમ્બેસેડર તરીકે તેમની ખ્યાતિ વધુ મજબૂત બની છે અને ચારકોર પ્રશંસા મેળવી છે. તેમના પૉપ હિટ ગીતોમાં 'કાલા શા કાલા', 'રાંઝાં વે', 'ધ પાપા સોંગ' અને 'ઉલ્ઝી' જેવા ચાર્ટ-ટોપર્સનો સમાવેશ થાય છે. આ ગીતોમાં તેમના વાઇબ્રન્ટ પર્ફોર્મન્સે તેમને ચાહકો તરફથી એક અનન્ય હેશટેગ #Purvastic અપાવ્યો છે. સોનુ નિગમ, રાહત ફતેહ અલી ખાન અને બપ્પી લાહિરી જેવા પ્રતિષ્ઠિત કલાકારો સાથેના તેમના જોડાણે પૂર્વાને એક બહુમુખી કલાકાર તરીકે પ્રતિષ્ઠા અપાવી છે. પૂર્વાએ મુંબઈ, ન્યુ યોર્ક અને બીજા ઘણા મોટા શહેરોમાં પરફોર્મ કર્યું છે અને હવે તે ગુજરાતના અંકલેશ્વરમાં તેમની અનોખી એનર્જી લાવી રહ્યા છે, જ્યાં તે જાણીતા નવરાત્રિ ઉત્સવમાં ખૈલેયાઓને ઝૂમાવશે કરશે.

અંકલેશ્વર નવરાત્રિ વિશે બોલતા, પૂર્વાએ કહ્યું કે, "યુએસએમાં અત્યંત સફળ પૂર્વાસ્ટિક ટૂર પછી હું ક્લાઉડ 9 પર છું. ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે ગરબા ગાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ આયોજન ગુજરાતમાંનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ છે. હું અહીં પરફોર્મ કરવા આતુર છું. આ વર્ષે પરંપરાગત લોક ગરબાને અહીં રજૂ કરવાનો આનંદ છે. કારણ કે ગુજરાતમાં કલાકારોની કળાને જે પ્રતિસાદ મળે છે તે બીજે ક્યાંય મળતો નથી."

પૂર્વા મંત્રીના નવરાત્રિ પરર્ફોમન્સ હજારો ચાહકોને આકર્ષે છે. પૂર્વા જે એનર્જીથી ગરબા ગવડાવે છે તે અનન્ય છે. પૂર્વા મંત્રી ભારતના ઇન્ડિપેન્ટેન્ટ મ્યુઝિકના સેક્ટરમાં એક અગ્રણી કલાકાર છે. તેઓએ 2023માં વેડિંગસૂત્રાના 'બેસ્ટ સિંગર અને પર્ફોર્મર' એવોર્ડ અને 2022માં WOW એવોર્ડ્સ એશિયામાં "લાઇવ ક્વોશન્ટ એવોર્ડ" જેવા સન્માન મેળવી દેશના ટોચના કલાકારોમાં પોતાનું નામ શામેલ કર્યું છે. તો આ વર્ષે દેશના સૌથી મોટા નવરાત્રિ કાર્યક્રમમાં દેશમાં સૌથી એનર્જેટિક ગરબા ગાઇને ખૈલેયાઓને ઘેલું લગાડનાર પૂર્વા સાથે ક્યારેય ન અનુભવી હોય તેવી અપૂર્વા નવરાત્રિ ઉજવવા તૈયાર થઇ જાઓ.

About The Author

Related Posts

Top News

કાવડ યાત્રા લઇને ભગવાન શિવ પાસે માંગી હતી માનતા, પછી DMએ 4 બાળકોની જિંદગી બદલી દીધી

કાવડ યાત્રા દરમિયાન ચાર બાળકોએ ભગવાન ભોલેનાથને તેમની શાળા ફી માફ થવા માટે માનતા માની હતી. તેમની ઇચ્છાની વાત સોશિયલ...
National 
કાવડ યાત્રા લઇને ભગવાન શિવ પાસે માંગી હતી માનતા, પછી DMએ 4 બાળકોની જિંદગી બદલી દીધી

સેટેલાઇટ તસવીરોમાં વરસાદી વાદળોથી ઘેરાયેલું ભારત: ચોમાસું ફરી જામ્યું

દેશમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી નવી તસવીરોમાં દેશના વિશાળ...
National 
સેટેલાઇટ તસવીરોમાં વરસાદી વાદળોથી ઘેરાયેલું ભારત: ચોમાસું ફરી જામ્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-08-2026 દિવસ: શુક્રવાર મેષ: આપના જીવનમાં મોટા ફેરફારો સર્જાય, કાર્યશૈલીમાં સુધારો જણાય, દરેક સપના પૂર્ણ થતા હોય તેમ દેખાય....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગાઢ હિન્દુ-મુસ્લિમ મિત્રોને પતાવી મંદિરની જગ્યામાં જ દાટી દીધા, તેની પર ટાઇલ્સ લગાવી દીધી! પૂજારીએ...

ઉત્તર પ્રદેશના બાગપતમાં એક મંદિરની અંદર એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. લગભગ ...
National 
ગાઢ હિન્દુ-મુસ્લિમ મિત્રોને પતાવી મંદિરની જગ્યામાં જ દાટી દીધા, તેની પર ટાઇલ્સ લગાવી દીધી! પૂજારીએ...

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.