સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા ક્લાસિસ સંચાલકનો આરોપ- ‘ભરતીમાં OBCને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ મળે છે, કોંગ્રેસ નેતાએ પણ...

છેલ્લા 25 વર્ષથી ક્લાસ-1 અને ક્લાસ-2ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા ક્લાસિસના સંચાલક ડૉ. બી.સી.રાઠોડ અને કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ પણ GPSCની ભરતી પ્રક્રિયાને લઇને મોટો દાવો કર્યો છે, જેને કારણે GPSCની ભરતી પ્રક્રિયાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ચેરમેન હસમુખ પટેલ સામે એકતરફી નિર્ણયો લઈ OBC સમાજને અન્યાય કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.  કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ કહ્યું કે GPSCની લેખિત પરીક્ષામાં ટોચના માર્ક્સ મેળવનારા OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આપવામાં આવે છે. પોલીસ ભરતીમાં મેદાનની દોડના માર્ક્સ દૂર કરવા પાછળ પણ વર્તમાન ચેરમેનની ભૂમિકા હોવાનું જણાવી સમગ્ર મામલે તપાસની માંગ કરી છે.

તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા ક્લાસિસના સંચાલક ડૉ.બી.સી.રાઠોડે જણાવ્યું કે GPSCમાં રેગ્યુલર અને ડાયરેક્ટ એમ બે પ્રકારની ભરતી થાય છે. ડાયરેક્ટ ભરતીમાં સૌથી વધુ વિવાદ ઇન્ટરવ્યૂના માર્ક્સને લઈને છે. તેમના દાવા મુજબ લેખિત પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવનારા OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં પ્રમાણમાં ઓછા માર્ક્સ આપવામાં આવે છે, જેના કારણે તેઓ ઓપન મેરિટમાં સ્થાન મેળવી શકતા નથી.

22

19 માર્ચ, 2025એ જાહેર થયેલી 102 જગ્યાઓની ભરતીમાં જાહેરાત અને RTI મુજબ 306 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવાના હતા, પરંતુ હકીકતમાં 727 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા. તેમના દાવા મુજબ EWS વર્ગના આશરે 231 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા, જેના કારણે શરૂઆતથી જ અનામતનું પ્રમાણ જળવાયું નહોતું.

OBC ઉમેદવારોના લેખિત પરીક્ષામાં સરેરાશ 404.20 માર્ક્સ હોવા છતાં ઇન્ટરવ્યૂમાં સરેરાશ માત્ર 59.90 માર્ક્સ મળ્યા હતા. તેમના મતે, લેખિતમાં વધુ માર્ક્સ હોવા છતાં ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આપવાના કારણે OBC ઉમેદવારોને ઓપન મેરિટમાં જતા અટકાવવામાં આવે છે, જેના કારણે અન્ય અનામત ઉમેદવારોને પણ નુકસાન થાય છે.

ડૉ.રાઠોડે અન્ય ભરતી પરીક્ષાઓના પણ ઉદાહરણો આપ્યા હતા. તેમના મતે 13 ડિસેમ્બર, 2024એ આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષામાં લેખિત મેરિટમાં ટોચના ક્રમે રહેલા અનેક OBC ઉમેદવારો અંતિમ પરિણામમાં નાપાસ જાહેર થયા હતા. ઉપરાંત ઔદ્યોગિક સુરક્ષા અને અન્ય અધિકારીઓની ભરતીમાં પણ કુલ માર્ક્સ જનરલ અથવા EWS ઉમેદવારો કરતા વધુ હોવા છતા OBCના ઉમેદવારો પસંદગીથી વંચિત રહ્યા હતા. 3 અલગ-અલગ ભરતીમાં મળીને 110 જગ્યાઓ સામે 31 OBC ઉમેદવારો એવા હતા જેમના કુલ માર્ક્સ પસંદ થયેલા ઉમેદવારો કરતાં વધુ હતા છતાં તેમની પસંદગી થઈ નહોતી.

21

ડૉ.રાઠોડે RTIના આધારે વધુ એક મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે ઇન્ટરવ્યૂના માર્ક્સ આપવા માટે કોઈ નિશ્ચિત માર્કિંગ પદ્ધતિ નથી. તેમના જણાવ્યા મુજબ ત્રણ સભ્યોની પેનલ ચર્ચા કરીને માર્ક્સ નક્કી કરે છે અને અંતિમ નિર્ણયમાં ચેરમેનની ભૂમિકા મહત્ત્વની રહે છે. તેમણે એવો પણ દાવો કર્યો કે હાલમાં GPSCમાં માત્ર બે સભ્યો કાર્યરત હોવાથી 15 હજારથી વધુ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પેન્ડિંગ છે.

About The Author

Related Posts

Top News

ભારતના રવિએ બનાવી 'ઉડતી કાર', તેણે જાતે ચલાવીને આખી દુનિયાને તેનો પુરાવો આપ્યો

ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના યુવાન સંશોધક રવિ ટમ્ટાએ 'ઉડતી કાર' વિકસાવી છે. આ 'ઉડતી કાર'નું નામ ...
National 
ભારતના રવિએ બનાવી 'ઉડતી કાર', તેણે જાતે ચલાવીને આખી દુનિયાને તેનો પુરાવો આપ્યો

વિશ્વ આદિવાસી દિવસ: પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંવાદનું પવિત્ર સ્મરણ

તા. ૯ ઓગસ્ટ. વિશ્વ આદિવાસી દિવસ. વિશ્વભરમાં મૂળ નિવાસીઓના અધિકારો, સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન કરવામાં આવે છે. ગુજરાતના અંબાજીથી ઉમરગામ...
Gujarat 
વિશ્વ આદિવાસી દિવસ: પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંવાદનું પવિત્ર સ્મરણ

કેરળમાં વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, ઘાસ ખાઈને કરી રહ્યા છે પ્રદર્શન

શનિવારે, કેરળની રાજધાની, તિરુવનંતપુરમમાં, નીચલા પ્રાથમિક શાળાના શિક્ષક રેન્ક ધારકોએ સરકાર સામે એક અનોખું વિરોધ પ્રદર્શન કર્યું....
National 
કેરળમાં વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, ઘાસ ખાઈને કરી રહ્યા છે પ્રદર્શન

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.