- Gujarat
- રાજ્યમાં આ બે પક્ષીઓ પર હાઇટેક સાધનોથી બાજનજર રખાઇ રહી છે
રાજ્યમાં આ બે પક્ષીઓ પર હાઇટેક સાધનોથી બાજનજર રખાઇ રહી છે

ગુજરાતમાં કુંડ અને કરકરા નામના પક્ષીઓની પ્રજાતિને સુરક્ષા આપવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. રાજ્યના વન વિભાગ દ્વારા બે કુંજ અને બે કરકરા પક્ષીને લેગ માઉન્ટ પ્રકારના GSM-GPS ટ્રાન્સમીટર લગાવી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં 19 ઇમ્પોર્ટેડ બર્ડ એરિયા આવેલા છે જેમાં કુલ 609 જાતિના પક્ષીઓનો વસવાટ છે. વિશ્વના જોવા મળતી કુંજ પક્ષીની 15 પ્રજાતિઓ પૈકી ત્રણ પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે જેમાંથી કુંજ અને કરકરાની બે પ્રજાતિઓ આઇયુસીએન રેડ લિસ્ટમાં લિસ્ટ કન્સર્ન્ડ અનુસૂચિમાં સામેલ છે, જ્યારે ભારતમાં વન્યપ્રાણી અધિનિયમ ધારા 1972ની અનુસૂચિ-4માં કાયદાકીય સુરક્ષા આપવામાં આવેલી છે.
રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન શ્યામલ ટીકાદર જણાવે છે કે વિશ્વમાં કરકરા પક્ષીની સંખ્યા 2.30 લાખ થી 2.61 લાખ છે જ્યારે કુંજ પક્ષીની સંખ્યા 4.91 લાખ થી 5.03 લાખ જોવા મળી છે. આ પક્ષીઓના સ્થળાંતરની રીત, વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર, પ્રતિદિનની ગતિવિધિ અને તેમના ભવિષ્યની યોજનાઓ માટે રાજ્ય સરકારે એક એક્શન પ્લાન બનાવી રહી છે જે આ પક્ષીઓને સંરક્ષણ આપશે.
આ પ્લાન વન્યપ્રાણી વિભાગ, સાસણ ગીર અને ગુજરાત વન વિભાગ બનાવી રહ્યો છે. તાજેતરમાં કુંડ પક્ષીઓના સેટેલાઇટ ટેલીમેટ્રી મારફતે વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ટેગીંગ ટીમ દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ અનુભવી ટ્રેપરોની મદદથી પક્ષીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુલ ચાર પક્ષીઓનું ટેગીંગ કરીને ગીર હાઇટેક મોનિટરીંગ યુનિટમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
વન્યપ્રાણી વિભાગ, સાસણ ગીરના નાયબ વન સંરક્ષક ડો. મોહન રામના કહેવા પ્રમાણે ટેગીંગના કારણે આ પક્ષીઓની તમામ પ્રકારની માહિતી જેવી કે શિયાળા દરમ્યાનના પ્રજનન સ્થળો, સ્થળાંતર અને વસવાટ સ્થળની પસંદગી મળી રહેશે કે જેનાથી આ પક્ષીઓને સુરક્ષા આપી શકાય.
Related Posts
Top News
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ
Opinion
