જાણીતા ગાયક કલાકારો પલક મુચ્છલ અને મિથુન શર્મા 60 મ્યુઝિશિયનો સાથે સુરતમાં આવશે

આજની જનરેશનમાં પોપ અને રેપ મ્યુઝિકની વધતા ક્રેઝ વચ્ચે આજે પણ લોકોમાં જુના ક્લાસિક ગીતોની લોકપ્રિયતા ખુબ છે. આવી જ એક સંગીતની સૂરીલી સફરમાં તમને લઈ જવા માટે યશ્વી એન્ટરટેઇન્મેન્ટ બોલીવુડના જાણીતા ગાયક કલાકારો પલક મુચ્છલ અને મિથુન શર્મા સાથે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે ભારતીય સિનેમાને સમર્પિત "A Tribute To Indian Cinema જે ભારતના સંગીત જગતના ઇતિહાસમાં પહેલીવાર જ છે. પોતાના 60 મ્યુઝિશિયનો સાથે પલક અને મિથુન સ્ટેજ પર મંત્રમુગ્ધ કરી દે તેવી સંગીતની સુરાવલી રજૂ કરશે.

Zee Cine Awardsના પરફોર્મન્સ બાદ બહોળી લોકચાહના મેળવનાર પલક અને મિથુનના સુરતમાં થવા જનાર આ કોન્સર્ટની સૌથી ખાસ વાત એ છે કે તેમના India Tourની શરૂઆત જ આપણા શહેર સુરતથી થઇ રહી છે. તે પછી ગુજરાતના અન્ય 5 મહાનગરોમાં આ કોન્સર્ટ કરવામાં આવશે. તમને એ વાત જણાવતા પણ આનંદ થાય છે કે યશ્વી એન્ટરટેઇન્મેન્ટ યશ્વી નવરાત્રિના ભાગરૂપે જ આ કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે જેમાં યશ્વી નવરાત્રિના હિસ્સો બનનાર ખેલૈયાઓ માટે આ મ્યુઝિક કોન્સર્ટમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે. વધુમાં ખુશી એ વાતની પણ છે કે ભારતીય સિનેમાને સમર્પિત આ સમગ્ર કોન્સર્ટ અમે સુરત પોલીસને નામ કરવા જઈ રહ્યા છે. "એક શામ પોલીસ કે નામ" ના બેનર હેઠળ સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવતા સુરત પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનો પણ આ કાર્યક્રમ માટે આમંત્રિત મહેમાનો બની રહેશે.

68

તારીખ 22 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર યશ્વી નવરાત્રિ પૂર્ણ થયા બાદ તારીખ 4થી ઓકટોબર યશ્વી એસી ડોમ, ભગવાન મહાવીર કોલેજ સામેનું ગ્રાઉન્ડ, વીઆઈપી રોડ, વેસુ ખાતે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મ્યુઝિક કૉન્સર્ટને એક સાથે 20 હજાર સંગીત રસિકો માણી શકે તે પ્રમાણેનું ભવ્યાતિભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. વિશાળ સ્ટેજ પર એક સાથે 60 મ્યુઝિશિયનો સાથે પલક અને મિથુનના અદભુત સંગીતના રસપાનનો લ્હાવો સુરતના પ્રેક્ષકો માટે પણ એક યાદગાર અનુભવ બની રહેશે.

 

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.