ડેફલિમ્પિક્સ–2025: સુરતનો મોહમ્મદ વાનિયા 10 મીટર રાઈફલ ઇવેન્ટમાં 2 મેડલ જીત્યો

ટોક્યોમાં યોજાયેલા ડેફલિમ્પિક્સ–2025માં ભારતના યુવા શૂટર મોહમ્મદ વાનિયાએ શાનદાર પ્રદર્શન કરતાં 10 મીટર રાઈફલ ઇવેન્ટમાં રજત પદક અને મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં કાંસ્ય પદક હાંસલ કર્યા હતા. મોહમ્મદ વાનિયા સુરત શહેરના પ્રતિભાશાળી શૂટર છે.

મોહમ્મદ હાલ શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યુટ ઓફ કમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઈડ સાયન્સ (SRKI) માં F.Y. B.Sc. IT માં અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસ સાથે જ તેમણે રમતમાં કરેલી મહેનત થી તેમનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે તેજસ્વી રીતે ઝળહળી ઊઠ્યું છે.

WhatsApp Image 2025-11-19 at 16.35.30_03aef1fd

10 મીટર રાઈફલ વ્યક્તિગત ઇવેન્ટમાં મોહમ્મદ વાનિયાએ સ્થિરતા, એકાગ્રતા અને ચોકસાઇના બળ પર ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પણ તેમણે ભારતને કાંસ્ય પદક અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

મોહમ્મદ વાનિયાના આ પ્રદર્શન થી સંસ્થા તેમજ સુરત આનંદ અને ગર્વ ની લાગણી અનુભવે છે. શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યુટ ઓફ કમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઈડ સાયન્સ, સાર્વજનિક  યુનિવર્સિટી અને સાર્વજનિક  એડયુકેશન  સોસાયટી પરિવાર તેમને ખુબ શુભેચ્છા પાઠવે છે અને  ઉત્તરોઉત્તર પ્રગતિશીલ રહે એવી શુભકામના કરે છે.

About The Author

Related Posts

Top News

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.