ટાલ પર વાળ વાવવા સુરતના ડોક્ટરે કરી બે સાધનોની શોધ

સુરતના કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડો. પ્રદીપ અટોદરિયાએ હેર ટ્રાન્સપ્લાન્ટ માટે બે નવા ડિવાઈસ(ઉપકરણો)ની શોધ કરી છે. આ ડિવાઇસની મદદથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિને તેમની ટાલમાં થયેલા પ્રત્યારોપણ થયેલા વાળના મૂળની સંખ્યા તથા તેની ક્વોલિટી ખૂબ જ સચોટ રીતે જાણી શકાશે. આ ઉપરાંત વાળના પ્રત્યારોપણ માટે પાડવામાં આવતા કાણાંની સંખ્યા પણ તેમની નજર સામે જ ગણાતી જોઈ શકાશે, જેથી કરીને તેમને છેતરાઈ જવાની શક્યતા પણ રહેશે નહીં.

(1) સ્માર્ટ સ્ટોરેજ ડિવાઇસ : આ ડિવાઇસ દ્વારા વાળના મૂળ ખૂબ જ સારી રીતે ગણતરીપૂર્વક ક્રોનોલોજીકલ ઓર્ડરમાં એવી રીતે ગોઠવાય છે કે જેમાં એક, બે, ત્રણ કે વધુ વાળ વાળા મૂળની સંખ્યા અને તેની ક્વોલિટી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે અને તેને લીધે વાળને નુકસાન પણ થતું નથી. તમામ વાળના મૂળને ક્રમમાં ગોઠવવામાં આવે છે અને વાળના મૂળને માત્ર એક જ વખત હેન્ડલ કરવામાં આવે છે. આ રીતે વાળ નાખવામાં પણ સરળતા રહે છે. દર્દીને આ સ્ટોરેજ ડિવાઇસના ફોટા પાડીને બતાવવાથી તેમને પોતાને ખાતરી થાય છે કે, કેટલા મૂળિયા નાખ્યાં છે. અલગ-અલગ અને કુલ વાળના મૂળિયાની ગણતરી માટે માત્ર એક ટેકનિશિયનની જરૂર છે. આનાથી પરિણામ પણ સારું મળે છે.

(2) સ્લીટ કાઉન્ટિંગ ડિવાઇસ : વાળના મૂળિયા રોપવા માટે કાણાં પાડવા જરૂરી છે. આ ડિવાઇસ ઓટોક્લેબલ છે. તે નાઇફ, નીડલ અને મલ્ટીપલ નાઇફ પકડી શકે છે અને તેમાં દરેક પ્રકારની સ્લિટ્સ શક્ય છે. સિંગલ, ડબલ અને બહુવિધ વાળના મૂળ માટેના સ્લિટ્સને અલગથી ગણી શકાય છે. આ મશીનથી કાણાં પાડતા મશીનનું ડિજિટલ કાઉન્ટર(જે દર્દીને દેખાઈ તે રીતે મૂકવામાં આવેલું હોય છે) માં કાઉન્ટ થાય છે અને દર્દી તે જોઈ શકે છે. નંબર પૂરો થવા પર બઝર તમને જાણ કરે છે. ઉપકરણનું વજન તમને સ્લિટ બનાવવામાં મદદ કરે છે. આમ એકંદરે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિને છેતરાવવાની સંભાવનાઓ રહેતી નથી.

ડો. અટોદરિયાએ જણાવ્યું હતું કે, તેમનું આ સંશોધન હેર ટ્રાન્સપ્લાન્ટની ઇન્ટરનેશનલ જનરલ ISHRSમાં 2024ના જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલું છે, જે માટે તેઓ હર્ષ સાથે ગૌરવની લાગણી અનુભવે છે. આ ઉપકરણ શિખાઉ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનો માટે વરદાન છે. આ સંશોધનોને એશિયાની કોન્ફરન્સ FUE 2024 માં પણ રજૂ કરવામાં આવ્યું છે. આ સંશોધનોના પેટન્ટ કરાવવા માટે તેમણે ભારત સરકારમાં રજીસ્ટ્રેશન માટે અરજી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. અટોદરિયાએ આ પહેલાં ભારત સરકાર પાસે પોતાના બે સાધનો માટે પેટન્ટ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં (1) વાળ રોપવા માટે એક સાથે 10 કાણાં પાડી શકે તેવું સાધન અને (2) વાળ રોપવા માટેનું ઈમ્પ્લાન્ટર સામેલ છે.

Top News

ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ

ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ભારતીય ડેલિગેશનની રચના ખૂબ લાઈમલાઇટમાં છે. આ...
National  Politics 
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ

બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

રોહિત શર્માની ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત બાદ, ભારતીય ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા તેજ છે. આ દરમિયાન,...
Sports 
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
National 
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
Business 
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો
Copyright (c) Khabarchhe All Rights Reserved.