સુરત મનપાના વરાછા ઝોનનો આકારણી ક્લાર્ક ફૂટપાથ પરથી રૂ. 3500ની લાંચ લેતો ઝડપાયો

સુરત મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોન ઓફિસમાં ફરજ બજાવતો આકારણી વિભાગનો વર્ગ-3 ના ક્લાર્ક રાકેશકુમાર ચંદુભાઇ શ્રીમાળી (ઉંમર 35 વર્ષ) ને રૂપિયા 3,500 ની લાંચ લેતા એ.સી.બી.ની ટીમે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ કેસના ફરિયાદી એક જાગૃત નાગરિક છે. તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર એક રૂમ છે, જેમાં તેઓ સાડીનો સામાન રાખતા હતા. આકારણી વિભાગના ક્લાર્ક રાકેશકુમાર શ્રીમાળીએ આ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યાં સાડીઓનો સામાન જોઈને તેને 'કોમર્શિયલ ગોડાઉન' તરીકે દર્શાવવાનો આક્ષેપ કર્યો હતો. આરોપી ક્લાર્કે ફરિયાદીને ડરાવતા કહ્યું હતું કે, આ રૂમ ગોડાઉન તરીકે હોવાથી તેના પર વાર્ષિક આશરે રૂપિયા 12,000 જેટલો મોટો પ્રોપર્ટી ટેક્સ (વેરો) આવી શકે છે.ત્યારબાદ આરોપીએ ફરિયાદીને એક વચગાળાનો રસ્તો બતાવ્યો હતો. તેણે જણાવ્યું કે જો આ મકાનનો વેરો રહેણાંક તરીકે જ ચાલુ રાખવો હોય અને વધારાના આર્થિક બોજમાંથી બચવું હોય, તો તેના બદલામાં વ્યવહાર પેટે રૂપિયા 3,500 આપવા પડશે.

bribe
ndtv.com

ફરિયાદી પોતાના સાચા મકાન માટે કોઈ પણ પ્રકારની લાંચ આપવા માગતો નહોતો. ભ્રષ્ટાચાર સામે ઝૂકવાને બદલે તેણે આ બાબતે ACBનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. ફરિયાદીએ ACB કચેરી ખાતે જઈને ક્લાર્ક દ્વારા કરવામાં આવેલી લાંચની માંગણી અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે ACBની ટીમ દ્વારા તાત્કાલિક લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. યોજના મુજબ, ફરિયાદી લાંચની રકમ આપવા માટે આરોપી ક્લાર્કને મળ્યો હતો. વરાછા ઝોન ઓફિસની બિલકુલ બાજુમાં આવેલી હરદેવ સમોસા અને ગોએલ સેલ્સ પોઇન્ટ નામની મોબાઈલની દુકાનની સામે ફૂટપાથ પર બંને વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન આરોપી રાકેશકુમાર શ્રીમાળીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને વેરો ઓછો રાખવાના કામના બદલામાં રૂપિયા 3,500ની લાંચ માંગી હતી. ફરિયાદીએ જેવી લાંચની રકમ આરોપીને આપી અને આરોપીએ તે સ્વીકારી, કે તરત જ આસપાસ વોચમાં ગોઠવાયેલી ACBની ટીમે આરોપી ક્લાર્કને લાંચની રોકડા રકમ સાથે સ્થળ પર જ દબોચી લીધો હતો.

bribe1
thebetterindia.com

ACBની ટીમે આરોપી પાસેથી લાંચની પૂરેપૂરી રકમ 3,500 રૂપિયાની રિકવર કરી લીધી છે. આરોપી સરકારી કર્મચારી હોવા છતા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને નાગરિક પાસેથી નાણાં પડાવતા પકડાઈ ગયો હતો. હાલમાં ACB દ્વારા આરોપી ક્લાર્ક વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.

About The Author

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.