- Gujarat
- ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ 25 MLA લેશે મંત્રી પદના શપથ, જેના નામ આગળ ચાલતા હતા, તે લિસ્ટમાં દેખાયા જ...
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ 25 MLA લેશે મંત્રી પદના શપથ, જેના નામ આગળ ચાલતા હતા, તે લિસ્ટમાં દેખાયા જ નહીં
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ થશે. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળમાં 26 મંત્રીઓ હશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળીને જે મંત્રીઓ શપથ લેવાના છે તેમની લિસ્ટ સોંપી દીધી છે, દક્ષિણ ગુજરાતમાંથી ત્રણ મંત્રીઓને રીપિટ કરવામાં આવી રહ્યા છે. તે છે હર્ષ સંઘવી, પ્રફુલ પાનસારિયા અને કનુ દેસાઈ. ઉત્તર ગુજરાતમાંથી ઋષિકેશ પટેલને બીજી તક મળી રહી છે. જેમના નામ આગળ ચાલતા હતા, એવા જયેશ રાદડિયા, સંગીતા પાટીલ, સંદિપ દેસાઈના નામ કોઈ જગ્યાએ દેખાયા નહોતા.
ગુરુવારે અગાઉ, મુખ્યમંત્રી સિવાયના તમામ 16 મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે પટેલ શુક્રવારે તેમના મંત્રીમંડળનો વિસ્તાર કરશે. ભાજપના એક સૂત્રએ જણાવ્યું હતું કે પાર્ટીએ તમામ 16 મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે. મુખ્યમંત્રી પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. ચાલો જાણીએ કોને કોને મંત્રી મંડળમાં સ્થાન મળી રહ્યું છે.
https://twitter.com/khabarchhe/status/1979058182992408983
ગુજરાતનું નવું મંત્રી મંડળ
1. ભુપેન્દ્રભાઈ પટેલ- ઘાટલોડિયા
2. ઋષિકેશ પટેલ — વિસનગર (મહેસાણા) — કડવા પટેલ
3. પી.સી. બરંડા – ભિલોડા (અરવલ્લી) – અનુસૂચિત જનજાતિ (ST)
4. પ્રવિણ માળી– ડીસા (બનાસકાંઠા) – અન્ય પછાત વર્ગ (OBC)
5. પ્રફુલ્લ પાનસરિયા – સુરત શહેર – લેઉઆ પાટીદાર
6. કનુભાઈ દેસાઈ – પારડી (વલસાડ) – અનાવિલ બ્રાહ્મણ
7. હર્ષભાઈ સંઘવી – સુરત શહેર – સામાન્ય શ્રેણી
8. નરેશ પટેલ – ગણદેવી (નવસારી) – અનુસૂચિત જનજાતિ (ST)
9. જયરામ ગામીત – નિઝર (તાપી) – અનુસૂચિત જનજાતિ (ST)
10. ઈશ્વર પટેલ – હાંસોટ (ભરૂચ) – અન્ય પછાત વર્ગ (OBC)
11. કુંવરજી બાવળિયા – જસદણ (રાજકોટ) – કોળી
12. પરસોત્તમભાઈ સોલંકી – ભાવનગર ગ્રામ્ય (ભાવનગર) – કોળી
13. જીતુ વાઘાણી – ભાવનગર શહેર – પાટીદાર
14. રીવાબા જાડેજા – જામનગર શહેર – ક્ષત્રિય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની
15. કાંતિ અમૃતિયા — મોરબી — લેઉઆ પાટીદાર
16. ત્રિકમ છાંગા- અંજાર (કચ્છ) - અન્ય પછાત વર્ગ (OBC)
https://twitter.com/khabarchhe/status/1979063333698335179
17. અર્જુન મોઢવાડિયા — પોરબંદર — અન્ય પછાત વર્ગ (OBC)
18. પ્રદ્યુમન વાઝા — કોડીનાર — અનુસૂચિત જાતિ (SC)
19. કૌશિક વેકરિયા — અમરેલી — લેઉઆ પાટીદાર
10. મનીષા વકીલ — વડોદરા શહેર — અનુસૂચિત જાતિ (SC)
21. રમેશ કટારા — દાહોદ — અનુસૂચિત જનજાતિ (ST)
22. કમલેશ પટેલ — પેટલાદ (આણંદ) — પાટીદાર
23. દર્શના વાઘેલા - અસારવા (અમદાવાદ શહેર) - અનુસૂચિત જાતિ (SC)
24. સંજય સિંહ મહિડા - મહુધા (ખેડા જિલ્લો) - અન્ય પછાત વર્ગ (OBC)
25. રમણભાઈ સોલંકી- બોરસદ
26. સ્વરૂપજી ઠાકોર-વાવ

