ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રનો પાસપોર્ટ 2023ના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં જમા છતા 5થી વધુ દેશ ફરી આવ્યો

ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા નકલી પાસપોર્ટ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ગંભીર કેસમાં અદાલતમાં મૂળ પાસપોર્ટ જમા હોવા છતાં, આરોપીએ અન્ય રાજ્યમાંથી કૂટલેખિત દસ્તાવેજોના આધારે નવો પાસપોર્ટ મેળવી પાંચથી વધુ દેશોનો વિદેશ પ્રવાસ ખેડ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ગુજરાત ATSને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા મીરાપાર્ક સોસાયટીના ઊર્મિ બંગલોઝ ખાતે રહેતો હરિકેશ પ્રણવ પટેલ ગેરકાયદેસર રીતે બનાવેલા બોગસ પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ATSની ટીમે સાયન્સ સિટી વિસ્તારમાંથી દરોડો પાડી તેની અટકાયત કરી હતી.

02

સઘન પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપી હરિકેશ વર્ષ 2023માં ED દ્વારા દાખલ કરવામાં આવેલા મની લોન્ડરિંગના ગુનામાં સંડોવાયેલો હતો. આ કાનૂની કાર્યવાહીના ભાગરૂપે અદાલતની શરતો મુજબ તેનો મૂળ પાસપોર્ટ કોર્ટ જમા લઈ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે અદાલતમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા, પરંતુ ED દ્વારા આ જામીન રદ કરાવવામાં આવ્યા હતા. પાસપોર્ટ જમા હોવાથી દેશ બહાર જઈ શકાય તેમ ન હોઈ, તેણે નકલી પાસપોર્ટ બનાવવાનું કાવતરું રચ્યું હતું.

તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હરિકેશ પટેલે દુબઈ સ્થિત પોતાના એક મિત્ર મારફતે દિલ્હીના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. આ એજન્ટને ₹25 લાખ આપીને આગ્રામાં પોતે ભાડે રહેતો હોવાનો બનાવટી રેન્ટ એગ્રીમેન્ટ (ભાડા કરાર) તૈયાર કરાવ્યો હતો.

ત્યારબાદ, તેણે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં પોતાનો જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી પોલીસ ફરિયાદ (NC) નોંધાવી હતી. આ ખોટી પોલીસ ફરિયાદ અને આગ્રાના બોગસ ભાડા કરારના આધારે ગાઝિયાબાદ રીજનલ પાસપોર્ટ ઓફિસ (RPO)માં નવી અરજી કરી હતી અને વર્ષ 2024માં સફળતાપૂર્વક બીજો પાસપોર્ટ મેળવી લીધો હતો.

04

નવો પાસપોર્ટ હાથમાં આવ્યા બાદ આરોપી હરિકેશ અવારનવાર વિદેશ પ્રવાસે જતો હતો. તે ભારતીય એજન્સીઓની નજરમાંથી બચવા માટે પહેલા રસ્તા માર્ગે કે કનેક્ટિંગ રૂટથી ભૂતાન અને નેપાળ જતો હતો અને ત્યાંથી બેંગકોક, દુબઈ તથા સિંગાપોર જેવા દેશોમાં પ્રવાસ કરતો હતો. તે લાંબા સમય સુધી દુબઈમાં રોકાયો હોવાનું પણ ખુલ્લું પડ્યું છે. ATSએ તેની ધરપકડ કરીને તે ફરી કોઈ મોટું નાણાકીય ફ્રોડ આચરે તે પહેલાં જ તેની યોજના પર પાણી ફેરવી દીધું છે. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ATS દ્વારા EDને પણ સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે.

03

પોલીસ તપાસમાં વધુમાં બહાર આવ્યું છે કે હરિકેશ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ પહેલાં પણ તેની વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશન અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેમાં તેની ધરપકડ પણ થઈ હતી. આરોપી શાહીબાગ ઉપરાંત સાયન્સ સિટી વિસ્તારમાં પણ મકાન ધરાવે છે. તેના નામે અનેક કંપનીઓ નોંધાયેલી છે, જેમાંથી ઘણી બોગસ  કંપનીઓ હોવાનું સામે આવ્યું છે, જેના ઉપયોગથી કરોડો રૂપિયાનું નાણાકીય ફ્રોડ આચરવામાં આવતું હતું. ઉપરાંત, આ કૌભાંડમાં તેના દ્વારા ચલાવવામાં આવતા મ્યુલ એકાઉન્ટ્સ (બીજાના નામે ખોલાવેલા બેંક ખાતા)નો ઉપયોગ થયો હોવાની માહિતી મળતા ATS અને અન્ય તપાસ એજન્સીઓએ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રનો પાસપોર્ટ 2023ના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં જમા છતા 5થી વધુ દેશ ફરી આવ્યો

ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા નકલી પાસપોર્ટ કૌભાંડમાં...
Gujarat 
ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રનો પાસપોર્ટ 2023ના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં જમા છતા 5થી વધુ દેશ ફરી આવ્યો

PM મોદીને મળ્યાના 8 જ દિવસમાં ભાજપના ધારાસભ્યએ PMના સ્કૂલમેટને 15 વર્ષ જૂની વિવાદિત જમીન પાછી આપી દીધી

મહારાષ્ટ્રના મીરા રોડ વિસ્તારમાં રહેતા 81 વર્ષીય અસગરઅલી વોહરા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા વચ્ચે...
National 
PM મોદીને મળ્યાના 8 જ દિવસમાં ભાજપના ધારાસભ્યએ PMના સ્કૂલમેટને 15 વર્ષ જૂની વિવાદિત જમીન પાછી આપી દીધી

સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા યોજાશે સેવા યજ્ઞ

(ઉત્કર્ષ પટેલ) કોઈ નેતાનો જન્મદિવસ ફૂલમાળા અને શુભેચ્છાઓથી ઉજવાય એ સહજ સ્વાભાવિક વાત છે પરંતુ જ્યારે એ જ દિવસે શહેરના...
Opinion 
સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા યોજાશે સેવા યજ્ઞ

80નો વર અને 75ની કન્યાની 'ટૂંકી પ્રેમકથા'... લગ્નના એક વર્ષ બાદ છૂટાછેડા લઇ લીધા?

તમે કદાચ લગ્ન વિશે ઘણી અજીબોગરીબ કહાનીઓ સાંભળી હશે, અને કદાચ તમે પોતે પણ આવા કેટલાક લગ્નો જોયા હશે....
National 
80નો વર અને 75ની કન્યાની 'ટૂંકી પ્રેમકથા'... લગ્નના એક વર્ષ બાદ છૂટાછેડા લઇ લીધા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.