દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં ઉભેલી દેખાય છે. ત્યારપછી દમણના કલેક્ટર પ્રવેશ કરે છે અને થાર અને ફોર્ચ્યુનરના માલિકોને યોગ્ય રીતે વાહન ચલાવવા માટે શપથ લેવડાવે છે. આ વીડિયો દમણમાં વહીવટીતંત્ર અને RTO વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઝડપ નહીં, સંસ્કાર' અભિયાનનો છે. તેમાં થાર અને ફોર્ચ્યુનર વાહનોના માલિકોને ભાગ લેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારપછી તેમને વાહન ચલાવતી વખતે ગતિ નિયંત્રિત કરવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને રસ્તા પર કોઈપણ પ્રકારની 'હિરોગીરી' કે 'ભાઈગીરી'થી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

39

દમણનો આ વીડિયો હવે ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેના પર અનેક પ્રતિક્રિયાઓ મળી રહી છે. ઘણા લોકો વહીવટીતંત્રના શપથ પર સવાલ ઉઠાવી રહ્યા છે, પૂછી રહ્યા છે કે શું આ શપથથી કોઈ પરિવર્તન આવશે. એક યુઝરે લખ્યું, 'રાજકારણીઓ, IPS અધિકારીઓ, IAS અધિકારીઓ બધા શપથ લે છે. લગ્નમાં પણ લોકો શપથ લે છે, પરંતુ અંતે, તે મોત અથવા પૈસાનો સવાલ થઇ જાય છે. મારા મતે, ફક્ત એક જ ન્યાય હોવો જોઈએ, જો કાયદો તોડવામાં આવે તો, કાયદા અનુસાર સજા થવી જોઈએ. જે કાયદાનું ઉલ્લંઘન થયું છે તે મુજબ કાર્યવાહી થવી જોઈએ. તે ખૂબ જ સરળ છે.'

આ દરમિયાન, ફક્ત થાર અને ફોર્ચ્યુનર માલિકોને આમંત્રણ આપવા અંગે, એક યુઝરે કહ્યું, 'મારી પાસે પણ 5-દરવાજાવાળી થાર છે. હું એક જવાબદાર ડ્રાઇવર છું. લોકો દેશની સેવા કરવા માટે શપથ લે છે, છતાં પણ તેઓ લાંચ લેતા પકડાય છે. નિયમોનો અમલ પાયાના સ્તરે થવો જોઈએ, અને આની શરૂઆત સરકારી સંસ્થાઓથી જ થવી જોઈએ.' કેટલાક યુઝર્સ કહે છે કે શપથની સાથે કાયદાને પણ કડક બનાવવાની જરૂર છે. જો કે, અન્ય લોકો વહીવટીતંત્રના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.

41

અહીં તમને બતાવી દઈએ કે, થાર અને ફોર્ચ્યુનર સંકલ્પ યાત્રાનું આયોજન કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં વહીવટીતંત્ર અને RTO વિભાગ દ્વારા એક ખાસ અભિયાનના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું. આ રેલીનો ઉદ્દેશ્ય થાર અને ફોર્ચ્યુનર જેવા લક્ઝરી વાહનોના ડ્રાઇવરોને ગતિને નિયંત્રિત કરવાના મહત્વ અને વાહન ચલાવતી વખતે 'હિરોગીરી' અને 'ભાઈગીરી'થી દૂર રહેવા વિશે જાગૃત કરવાનો હતો.

42

આ રેલીમાં મોટી સંખ્યામાં થાર અને ફોર્ચ્યુનર વાહન માલિકોએ ભાગ લીધો હતો. પાછલાં કેટલાક વર્ષોમાં, થાર અને ફોર્ચ્યુનર જેવા લક્ઝરી વાહનોને લઈને બેદરકારી અને હાઇ સ્પીડ ડ્રાઇવિંગના ઘણા કિસ્સાઓ બન્યા છે. ઘણા કિસ્સાઓમાં, ડ્રાઈવરોની બેદરકારીને કારણે માર્ગ અકસ્માતો પણ થયા છે.

About The Author

Related Posts

Top News

પતિ જ કરી રહ્યો હતો પત્નીની અદલા-બદલી માટે દબાણ, પત્ની પહોંચી પોલીસ સ્ટેશન, દેરાણી બોલી- ‘આધુનિક સમયમાં વાઇફ સ્વેપિંગ કોમન બાબત છે’

સુરત જેવા શહેરમાં આજકાલ વાઇફ સ્વેપિંગનું દુષણ વધ્યું છે, ઉત્રાણ વિસ્તારમાંથી પરિણીતા પર પતિ દ્વારા વાઇફ સ્વેપિંગ માટે દબાણ કરવામાં...
Gujarat 
પતિ જ કરી રહ્યો હતો પત્નીની અદલા-બદલી માટે દબાણ, પત્ની પહોંચી પોલીસ સ્ટેશન, દેરાણી બોલી- ‘આધુનિક સમયમાં વાઇફ સ્વેપિંગ કોમન બાબત છે’

વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે યુવાનોમાં ડાયાબિટીસ અને ઓબેસિટીને અંકુશમાં લાવવા અંગે સેમિનાર યોજાયો

સુરત સ્થિત વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે યુવાનોમાં ડાયાબિટીસ અને ઓબેસિટીને અંકુશમાં લાવવા અંગેની સભાનતા માટેના ઉદ્દેશથી તા....
Gujarat 
વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે યુવાનોમાં ડાયાબિટીસ અને ઓબેસિટીને અંકુશમાં લાવવા અંગે સેમિનાર યોજાયો

આ તો નવું આવ્યું... ઇન્કમ ટેક્સ વિભાગના અસલી અધિકારીઓ પાડતા હતા નકલી દરોડા; ઉદ્યોગપતિને એક વાત પર શંકા ગઈ અને પોલ ખૂલી

મુંબઈમાં 'સ્પેશિયલ 26' ફિલ્મની જેમ જ એક ગેંગે એક ઉદ્યોગપતિ અને તેની પત્નીને બંધક બનાવ્યા. આવકવેરા અને ક્રાઈમ બ્રાન્ચના...
National 
આ તો નવું આવ્યું... ઇન્કમ ટેક્સ વિભાગના અસલી અધિકારીઓ પાડતા હતા નકલી દરોડા; ઉદ્યોગપતિને એક વાત પર શંકા ગઈ અને પોલ ખૂલી

સુરત કલેક્ટર કચેરીએ શ્રમિકોનો હલ્લાબોલ, બોલ્યા- ‘હક માંગીએ છીએ, ભીખ નહીં... રવિવારે રજા આપો, 8 કલાક...’, જાણો શું છે આખો મામલો

સુરત જિલ્લામાં ડાઇંગ, પ્રિન્ટિંગ, એમ્બ્રોઇડરી, ઝરી અને લૂમ્સ સહિતના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરી રહેલા 10 લાખથી...
Gujarat 
સુરત કલેક્ટર કચેરીએ શ્રમિકોનો હલ્લાબોલ, બોલ્યા- ‘હક માંગીએ છીએ, ભીખ નહીં... રવિવારે રજા આપો, 8 કલાક...’, જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.