એવું શું થયું કે, ગાંધીનગરમાં તુકારામવાળી થઈ, Blinkitનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયું

ગાંધીનગર મહાનગરપાલિકાની ફુડ સેફ્ટી શાખા દ્વારા શાખાને મળેલ ફરીયાદના આધારે 17 સપ્ટેમ્બરના રોજ રાયસણ ખાતે આવેલ Blinkit સ્ટોરની ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ ખાસ તપાસ કરવામાં આવી જેમાં ખાદ્યચીજવસ્તુઓની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી. ઉક્ત સ્થળ એ ઉક્ત ધારા હેઠળના સેનિટેશન અને હાઇજીનિક જોગવાઇ મુજબના શિડ્યુલ-4ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવેલ ઇન્સ્પેક્શન દરમિયાન સેનિટેશન તેમજ હાઈજીનિક કન્ડિશન અન્વયે માલુમ પડેલ ક્ષતિઓ અન્વયે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી ફૂડ લાયસન્સ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ગાંધીનગર મનપાની ફૂડ શાખાએ રાયસણ વિસ્તારમાં આવેલા Blinkitના સ્ટોરમાંથી ગંદકી મળી આવતા ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરી સ્ટોર બંધ કરાવ્યું. રાજ્યમાં કોઈ ક્વિક કોમર્સ કંપની સામે આ પ્રકારની કડક કાર્યવાહીની આ પહેલી ઘટના છે. સ્ટોરને ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. જો સુધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કાયમી માટે લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે.

ગાંધીનગર મહાનગરપાલિકાને મળેલી ચોક્કસ ફરિયાદના આધારે ફૂડ સેફ્ટી ટીમે રાયસણ સ્થિત Blinkit સ્ટોર પર ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006’ હેઠળ દરોડો પાડવામાં આવ્યો. તપાસ દરમિયાન સ્ટોરમાં સબ-સ્ટાન્ડર્ડ સેનિટેશન અને હાઇજીન સ્થિતિ જોવા મળી. દુકાનની દીવાલો પર કરોળિયાના જાળાં હતા તો સ્ટોરેજની યોગ્ય વ્યવસ્થા નહોતી અને ગ્રાહકોને ડિલિવર કરવાની ખાદ્યસામગ્રી અત્યંત ગંદા તથા સફાઈ વગરના રેક પર રાખવામાં આવી હતી.

Blinkit
divyabhaskar.co.in

જે અંતગર્ત શિડ્યૂલ-4 ની જોગવાઈઓનો ભંગ માલૂમ પડતા જ તંત્રે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારીને તેનું લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કર્યું હતું. જો નિયત સમયમાં સુધારો કરવામાં નહીં આવે તો લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા સહિતની સખત કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી હોસ્ટેલ કિચન તપાસ ઝુંબેશ અંતર્ગત પાલિકાની ટીમે ગાંધીનગરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ પર દરોડા પાડ્યા.

આ ઉપરાંત શાખા દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલ હોસ્ટેલના રસોડાઓની તપાસની ખાસ ડ્રાઇવ અન્વયે યુથ હોસ્ટેલ ગીતા રેશિડેન્સી રાયસણ , GIDM, રાયસણની કેન્ટીન, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોસ્ટેલ, EDI, ભાટની કેન્ટીન, આદર્શ નિવાસી શાળા તેમજ NID, ગાંધીનગર, ઉત્કર્ષ હોસ્ટેલ, અન્નપુર્ણા ધામ હોસ્ટેલ, IARની કેન્ટીન, કડી સર્વ વિદ્યાલયની કેન્ટીન, NIFTની કેન્ટીન , DAIICT Campus વિગેરે એમ કુલ 14 સંસ્થાઓની હોસ્ટેલ ની કેન્ટીનની તપાસ કરવામાં આવેલ છે. જે પૈકી યુથ હોસ્ટેલ ગીતા રેસીડેન્સી રાયસણ ની સેનીટેશન અને હાઇજીનિક કન્ડીશન સંતોષકારક ન હોઇ ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવેલ છે અને નોટીસ સમયગાળા દરમિયાન સુધારો ન જણાય તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને વિવિધ હોસ્ટેલમાંથી વિવિધ ખાદ્યચીજોના કુલ 34 નમુનાઓ લેવામાં આવેલ છે જેનાં પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Blinkit2
divyabhaskar.co.in

આ દરોડા દરમિયાન યુથ હોસ્ટેલ ગીતા રેસિડેન્સીમાં અસ્વચ્છતા દેખાતા તેને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અપાઈ છે. આ તપાસ દરમિયાન વિવિધ સ્થળોએથી ખાદ્યપદાર્થોના 34 નમૂના લેવાયા છે. જે અંગે લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરાશે. મહાનગર પાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસર એસ. એ. ઓડે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો, હોસ્ટેલ અને કેન્ટીન સંચાલકોને કડક સૂચના આપી છે કે રસોડામાં કામ કરતા કર્મચારીઓએ કેપ, એપ્રોન અને ગ્લવ્ઝ ફરજિયાત પહેરવાના રહેશે. તૈયાર ખોરાકમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ ન કરવા, ન્યૂઝપેપરમાં ખોરાક ન પીરસવા અને નાશવંત ચીજો યોગ્ય તાપમાને રાખવા સ્પષ્ટ આદેશ અપાયા છે. નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

આ અંગે સ્ટેટ FSSAI વિભાગના ડેપ્યુટી કમિશનર વી. ડી. રાણાએ કહ્યું કે, ગુજરાતમાં ઇ કોમર્સ કોઈ કંપની સામે કાર્યવાહી કરી હોય એ પ્રથમ છે. ગાંધીનગરના રસાયણમાં ટેક્સાસ 3 બિલ્ડિંગમાં ગ્રાઉંડ ફ્લોર પર આવેલી blinkit સામે કાર્યવાહીનો ગુજરાતમાં પ્રથમ કેસ છે. અગાઉ ભરૂચમાં કાર્યવાહી કરી હતી. પરંતુ એ વખતે ઇમ્પ્રોવમેન્ટ નોટિસ અપાઈ હતી. જ્યારે ગાંધીગરના સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ કરીને ધંધો બંધ કરાવી દીધાંનો આ ગુજરાતનો પ્રથમ કેસ છે. નિયમ મુજબ 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપની ધ્વારા જરૂરી સુધારા વધારા કરીને દસ્તાવેજો રજૂ કર્યાં પછી જ ધંધો શરૂ કરશે.

સુરતના ગોડાદરામાં ડી-માર્ટ સુપરમાર્કેટમાંથી ખરીદવામાં આવેલા પેક્ડ ડ્રાયફ્રૂટ્સના પેકેટમાંથી જીવતા ધનેડા અને જીવાત નીકળતાં ગ્રાહકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ અને આરોગ્ય વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી પંચનામું કરી સંચાલકોને નોટિસ ફટકારી દંડ ફટકાર્યો છે ત્યારે સ્થાનિક નાગરિકોએ બેદરકાર મોલને કાયમી ધોરણે સીલ કરવાની માગ કરી છે.

About The Author

Related Posts

Top News

ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!

શું ભારત પર એક શક્તિશાળી હવામાન સંકટ આવી રહ્યું છે? 180થી વધુ ભારતીય પર્યાવરણીય અને હવામાનશાસ્ત્રીઓ માને છે...
National 
ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!

મોનસૂન વિથડ્રોલની પ્રક્રિયા શરૂ, શું વરસાદની ઘટ સાથે જ ચોમાસું પૂર્ણ થઈ જશે?

હાલમાં ખેડૂતોને થોડી રાહત થઇ છે, કારણ કે જ્યારે વરસાદની ખૂજ જરૂરિયાત હતી, ત્યારે પડ્યો ખરો. પરંતુ હવે નૈઋત્યના ચોમાસાની...
Gujarat 
મોનસૂન વિથડ્રોલની પ્રક્રિયા શરૂ, શું વરસાદની ઘટ સાથે જ ચોમાસું પૂર્ણ થઈ જશે?

UPI પર કોણે GST ચૂકવવો પડશે, કોને મળશે મુક્તિ? શું સંપૂર્ણ રકમ પર કે માત્ર MDR ફી પર 18% ટેક્સ લાગશે? જાણો પ્રશ્નોના જવાબ

15 ઓક્ટોબર, 2026થી હાઇ લેલ્યૂ UPI ટ્રાન્ઝેક્શન પર નવો 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (MDR) લાગૂ થવા જઈ...
Business 
UPI પર કોણે GST ચૂકવવો પડશે, કોને મળશે મુક્તિ? શું સંપૂર્ણ રકમ પર કે માત્ર MDR ફી પર 18% ટેક્સ લાગશે? જાણો પ્રશ્નોના જવાબ

ગણપતિ બાપ્પાના મંડપને સજાવવા 3 કરોડની અસલી ચલણી નોટોનો ઉપયોગ કરાયો

આ ગણેશ ચતુર્થીએ, તેલંગાણાના 'પાવર સિટી' તરીકે ઓળખાતા પાલવંચાના શહેરમાં એક ભવ્ય દૃશ્ય જોવા મળ્યું. બે અલગ...
Astro and Religion 
ગણપતિ બાપ્પાના મંડપને સજાવવા 3 કરોડની અસલી ચલણી નોટોનો ઉપયોગ કરાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.