- Gujarat
- ભરૂચના રાજકારણમાં એકદમ ગરમાટો કેમ આવી ગયો?
ભરૂચના રાજકારણમાં એકદમ ગરમાટો કેમ આવી ગયો?
.jpg)
ગુજરાતના ભરૂચના રાજકારણમાં એકાએક ગરમાટો આવી ગયો છે, તેની પાછળનું કારણ એવું છે કે કોંગ્રેસના એક જમાનાના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર રહી ચૂકેલા સ્વ. એહમદ પટેલના પુત્ર ફૈઝલનું એક પોસ્ટર અંકલેશ્વરમાં લાગ્યું છે, જેમાં લખ્યું છે કે હું તો લડીશ? આ પોસ્ટરમાં ફૈઝલ પટેલ અને એહમદ પટેલની તસ્વીર છે.
ફૈઝલ પટેલના આ પોસ્ટરને કારણે એ ચર્ચા શરૂ થઇ છે કે શું એહમદ પટેલના પુત્ર લોકસભાની ચૂંટણી લડવાના છે? જો કે ફૈઝલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, આ પોસ્ટર મેં નથી લગાવ્યું, મારા કોઇ સમર્થકે લગાવ્યું હશે અને એમાં કોંગ્રેસનું કોઇ સિમ્બોલ પણ નથી. ફૈઝલે કહ્યું કે આમ પણ હું તો ભરૂચની જનતા માટે શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાયના મુદ્દે લડત આપી જ રહ્યો છું.
ભરૂચની બેઠક પર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે તાજેતરમાં ગુજરાતની મુલાકાત વખતે જાહેરાત કરી હતી કે ડોડાયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે.
એહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે એક નિવેદનમાં દાવો કર્યો છે કે તેણીએ BTPના નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી અને વસાવાએ કોંગ્રેસને સપોર્ટ આપવાની મંજૂરી આપી છે.