ગોળ ખાવાના પણ છે અનેક ફાયદા

ગોળનું નામ પડે એટલે ગળપણ અને તેને પગલે ડાયાબિટીસનું જોખમ નજરે પડી જાય.પરંતુ ગોળ, ખાસ કરીને દેશી ગોળ તો ખાંડ કરતાં પણ અનેક ઘણો સારો છે. હવે રહી રહીને એ વાત વિજ્ઞાને પણ સ્વીકારી છે કે ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે.

  1. પ્રદુષણની અસર ઓછી કરેઃ જો તમે કારખાના કે ફેક્ટરીમાં કામ કરતા હોવ, જ્યાં પ્રદુષણનું સ્તર સામાન્ય કરતાં વધુ હોય તો તમારે દરરોજ 100 ગ્રામ ગોળ ખાવો જોઇએ. જમવા સાથે કે તે પછી ગોળ ખાવાથી તમારા શરીર ઉપર પ્રદુષણની અસર ઓછી થાય છે.
  2. હાડકાં મજબુત બનેઃ તમારા સાંધામાં દર્દ હોય તો ગોળ સાથે આદુ ખાવાથી સારું થશે, ગોળમાં કેલ્સિયમનું પ્રમાણ વધુ હોય છે. તેમાં ફોસ્ફરસ પણ હોય છે. આ બંને તત્વો હાડકાં મજબુત કરે છે.
  3. લોહીની ઉણપ દૂર કરેઃ ગોળ આયર્ન એટલે કે લોહતત્વનો મોટો સ્ત્રોત છે. જો તમારામાં હેમોલોબિન ઓછું હોય તો ગોળ ખાવાથી તેનું પ્રમાણ વધે છે.
  4. પેટ માટે પણ લાભકારીઃ જો તમને કબજિયાત, ગેસ કે એસિડીટીની સમસ્યા હોય તો ગોળ ખાવાથી તમને ફાયદો થાય. જો ખાટા ઓડકાર આવતા હોય તો ગોળ, સીંધવ મીઠું મેળવીને ખાવાથી આરામ થાય છે.
  5. શરદી- જુકામથી ફાયદોઃ શરદી- જુકામમાં ગાળો ખૂબ જ અસરકારક હોય છે. કાળા મરી અને આદુની સાથે ગોળ ખાવાથી શરદી જુકામમાં ફાયદો થાય છે. જો કોઇને ખાંસીની ફરિયાદ છે અને તો તેને ખાંડને બદલે ગોળ ખાવો જોઇએ. ગોળ આદુની સાથે ગરમ કરીને ખાવાથી ગળામાં ખણતું બંધ થાય છે.

About The Author

Related Posts

Top News

લાખો રૂપિયા પગાર છતા દોઢ લાખની લાંચ લેતા GST અધિકારી ઝડપાયો, સેટલમેન્ટના 5 લાખ માંગેલા

મધ્યપ્રદેશના રતલામમાં ભ્રષ્ટાચાર પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ GST વિભાગના આસિસ્ટન્ટ કમિશનર શંકર પરમારની 1.5 લાખ રૂપિયાની લાંચ...
National 
લાખો રૂપિયા પગાર છતા દોઢ લાખની લાંચ લેતા GST અધિકારી ઝડપાયો, સેટલમેન્ટના 5 લાખ માંગેલા

એક ચાર્જ પર 400 Km દોડતું દેશનું સૌથી વધુ રેન્જ આપતું ઇલેક્ટ્રિક સ્કૂટર 'સિમ્પલ અલ્ટ્રા' લોન્ચ, પણ બહુ મોંઘું છે

ભારતમાં EV સ્કૂટર સેગમેન્ટમાં ધમાલ મચી ગઈ છે. સિમ્પલ એનર્જીનું નવું સિમ્પલ અલ્ટ્રા એક જ ચાર્જ પર 400 Kmની...
Tech and Auto 
એક ચાર્જ પર 400 Km દોડતું દેશનું સૌથી વધુ રેન્જ આપતું ઇલેક્ટ્રિક સ્કૂટર 'સિમ્પલ અલ્ટ્રા' લોન્ચ, પણ બહુ મોંઘું છે

‘લાડકી બહેન યોજના'એ ચૂંટણી જીતાડી, પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે 68 લાખ ખાતા કેમ બંધ કરી દીધા?

મહારાષ્ટ્ર સરકારની લોકપ્રિય 'મુખ્યમંત્રી માજી લાડકી બહેન યોજના' અંગે એક મહત્ત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. રાજ્ય સરકારે e-KYC ...
National 
‘લાડકી બહેન યોજના'એ ચૂંટણી જીતાડી, પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે 68 લાખ ખાતા કેમ બંધ કરી દીધા?

શું રાઘવ ચઢ્ઢા ભાજપમાં જવાના છે?

2 એપ્રિલના રોજ, આમ આદમી પાર્ટી (AAP)એ તેના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી દૂર કરવાની...
National 
શું રાઘવ ચઢ્ઢા ભાજપમાં જવાના છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.