હવે ભારતને મળશે ડેન્ગ્યૂની વેક્સીન, ICMR શરૂ કરવા જઇ રહી છે ફેઝ-3નું ટ્રાયલ

ભારતમાં દર વર્ષે સેકડો મોતો માટે જવાબદાર ડેન્ગ્યૂની વેક્સીનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. કોરોનાથી લઈને સર્વાઇકલ કેન્સરની HPV વેક્સીન પણ ભારતમાં બની ચૂકી છે. એવામાં ડેન્ગ્યૂની વેક્સીન ક્યારે આવશે, તેને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ જલદી જ ભારતને ડેન્ગ્યૂની દેશમાં નિર્મિત વેક્સીન મળવાની સંભાવના છે. ભારતમાં ડેન્ગ્યૂની વેક્સીન બની ચૂકી છે અને તેના 2 ફેઝના ટ્રાયલ પણ થઈ ચૂક્યા છે.

આ બંનેમાં મળેલી સફળતા બાદ આ વેક્સીનના ફેઝ થ્રીનું ટ્રાયલ થવાનું છે, જેને ICMR જ કરશે. તેના પહેલા ટ્રાયલમાં વેક્સીનની સેફ્ટીની તપાસ કરવામાં આવી હતી. બીજા ટ્રાયલમાં એ જોવા મળ્યું હતું કે તેનાથી એન્ડીબોડીઝ બને છે કે નહીં. હવે ત્રીજા ટ્રાયલમાં એ તપાસવામાં આવશે કે  ડેન્ગ્યૂ વિરુદ્ધ અસરકારક છે કે નહીં. ડેન્ગ્યૂની વેક્સીનના ફેઝ 3નું ટ્રાયલ ક્યારે પૂરું થશે અને ક્યારે ડેન્ગ્યૂ નિયંત્રણ માટે ભારતના લોકો માટે ઉપલબ્ધ રહેશે, તેના પર ICMRના વૈજ્ઞાનિક ડૉ. સરિતા નાયર તરફથી જાણકારી આપવામાં આવી છે. ચાલો જાણીએ.

ડેન્ગ્યૂની વેક્સીનના ફેઝ-3નું ટ્રાયલ ક્યારેય શરૂ થઈ રહ્યું છે? આ સવાલ પર તેમણે કહ્યું કે, ડેન્ગ્યૂની વેક્સીનના ફેઝ 3નું ટ્રાયલ આ વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં શરૂ થવા જઇ રહ્યું છે એટલે કે વર્ષ 2024નું બીજું ત્રિમાસિક જૂન સુધી પૂરી થવા જઇ રહ્યું છે. એવામાં જુલાઇ-ઑગસ્ટ 2024થી આ ટ્રાયલ શરૂ થવાની સંભાવના છે. આ ટ્રાયલ ક્યારે પૂરું થશે અને ક્યા ક્યા થશે? તેના પર ICMR તરફથી બતાવવામાં આવ્યું કે, આ ટ્રાયલ માટે દેશમાં 19 જગ્યાઓને ચિહ્નિત કરવામાં આવી છે. આ ટ્રાયલ માટે નામાંકન થવાથી લઈને પૂરું થવા સુધી તેમાં 3 વર્ષનો સમય લાગશે.

ભારતને ક્યાં સુધીમાં ડેન્ગ્યૂની સ્વદેશી વેક્સીન મળી જશે? તેનો જવાબ છે ICMR આ ટ્રાયલને પૂરી શક્તિથી કરવા જઇ રહ્યું છે. તે સફળ થવાની પૂરી આશા છે. બ્રાઝિલમાં આ પ્રકારની ભૂટાનન વેક્સીનના ચરણ 3ના પરીક્ષણોના પરિણામ ઉત્સાહજનક રહ્યા.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-06-2025 દિવસ: રવિવાર મેષ:  તમારે વ્યવસાય માટે નજીક અને દૂર મુસાફરી કરવી પડી શકે છે. તમારા જીવનસાથીના સહયોગ અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.