હવે ગળ્યા અને તેલયુક્ત ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ સિગારેટ-તમાકુ જેવી ચેતવણીઓ સાથે કરાશે

ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ રહેલું છે, તેથી જ આના વેચાણ કરનારાઓ પેકેટ પર આરોગ્ય ચેતવણીઓ પણ લખે છે. અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના નાગપુરમાં પણ હવે સિગારેટના પેકેટની જેવી જ સમોસા, જલેબી અને ચા-બિસ્કિટ જેવી વસ્તુઓ પર સ્વાસ્થ્ય સબંધી ચેતવણીઓ છાપવાની તૈયારી ચાલી રહી છે, ખાસ કરીને એવી દિવાલો પર જે જગ્યાએથી તે નિયમિતપણે ખરીદવામાં આવે છે.

Samosa-Jalebi-Laddu-Warning

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, હવે તમાકુની જેમ, ગળ્યા અને તેલયુક્ત ખાદ્ય ઉત્પાદનો પર પણ આરોગ્ય ચેતવણીઓ છાપવામાં આવશે. આ અંગે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે AIIMS નાગપુર સહિત તમામ કેન્દ્રીય સંસ્થાઓને તેલ અને ખાંડના બોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે. આ પોસ્ટરોમાં તમારા રોજિંદા નાસ્તામાં કેટલી ચરબી અને ખાંડ છુપાયેલી છે તે છાપેલું હશે. AIIMS નાગપુરના અધિકારીઓએ આ અંગે પરિપત્ર મળ્યાની પુષ્ટિ કરી છે. તેઓ કાફેટેરિયા સહિત ઘણા જાહેર સ્થળોએ બોર્ડ લગાવવાની તૈયારી કરી રહ્યા છે.

Samosa-Jalebi-Laddu-Warning3
aajtak.in

કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના નાગપુર ચેપ્ટરના પ્રમુખ ડૉ. અમર આમલેએ જણાવ્યું હતું કે, 'આ ફૂડ લેબલિંગની શરૂઆત છે, જે સિગારેટ માટે આપવામાં આવતી ચેતવણીઓ જેટલી જ ગંભીર બની રહી છે. અમે વર્ષોથી કહી રહ્યા છીએ કે, ખાંડ અને ટ્રાન્સ ફેટ એ નવું તમાકુ છે. લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે.' સરકારી આંકડા અનુસાર, 2050 સુધીમાં 44.9 કરોડથી વધુ ભારતીયો સ્થૂળતાથી પીડાઈ શકે છે. આનાથી આપણો દેશ સ્થૂળતાનું બીજું સૌથી મોટું કેન્દ્ર બની જશે.

Samosa-Jalebi-Laddu-Warning5
news4nation.com

અધિકારીઓ કહે છે કે, આ પહેલ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવા ગંભીર રોગો સામેની લડાઈનો એક ભાગ છે, જે વધુ પડતી ખાંડ અને તેલ સાથે સંબંધિત છે. વરિષ્ઠ ડાયાબિટીસ રોગ નિષ્ણાત ડૉ. સુનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 'કોઈપણ ખાવાની વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની વાત નથી, પરંતુ જો લોકોને ખબર પડે કે, એક ગુલાબ જામુનમાં 5 ચમચી ખાંડ હોઈ શકે છે, તો તેઓ ફરીથી ગુલાબ જામુન ખાતા પહેલા બે વાર વિચારશે.'

About The Author

Related Posts

Top News

AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?

તા. 4થી મેના દિવસે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. તે પહેલા ઘણી બધી પોલિંગ એજન્સીઓએ...
National 
AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?

બદલાઈ જવાની છે ફ્યૂઅલ સિસ્ટમ! હવે પેટ્રોલ-ડીઝલથી ગાડીઓ નહીં ચાલે, ગડકરીએ ઓટો કંપનીઓને આપી ચેતવણી

એન્જિનના અવાજથી લઈને પેટ્રોલ અને ડીઝલની ગંધ સુધી, બધું ધીમે ધીમે ઇતિહાસ બનવા તરફ જઈ રહ્યું છે. અને આ...
Tech and Auto 
બદલાઈ જવાની છે ફ્યૂઅલ સિસ્ટમ! હવે પેટ્રોલ-ડીઝલથી ગાડીઓ નહીં ચાલે, ગડકરીએ ઓટો કંપનીઓને આપી ચેતવણી

આઝા ફૅશન્સે ‘ROAR’ રજૂ કર્યું: શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે નવી ડિઝાઇનર ભાગીદારી

મુંબઈ (મહારાષ્ટ્ર) [ભારત], 29 એપ્રિલ: ભારતના અગ્રણી મલ્ટી-ડિઝાઇનર ફૅશન રિટેલર Aza Fashions એ તાજેતરમાં અભિનેત્રી, ઉદ્યોગસાહસિક અને સ્ટાઇલ આઇકન Shilpa...
Gujarat 
આઝા ફૅશન્સે ‘ROAR’ રજૂ કર્યું: શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે નવી ડિઝાઇનર ભાગીદારી

આખો દિવસ રીલ્સ જોવાથી તમારું મગજ બીમાર થઈ રહ્યું છે; 'ડોપામાઇન ડિટોક્સ' જ બચાવી શકશે તમને

આજકાલ, મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર ઘણો ખરો સમય વિતાવતા હોય છે. જ્યારે પણ તેમને થોડો પણ ખાલી સમય...
Lifestyle 
આખો દિવસ રીલ્સ જોવાથી તમારું મગજ બીમાર થઈ રહ્યું છે; 'ડોપામાઇન ડિટોક્સ' જ બચાવી શકશે તમને
Copyright (c) Khabarchhe All Rights Reserved.