- Health
- શું હોય છે સેક્સ હેડેક? જાણો શારીરિક સંબંધ બનાવતી વખતે શા માટે દુઃખે છે માથુ
શું હોય છે સેક્સ હેડેક? જાણો શારીરિક સંબંધ બનાવતી વખતે શા માટે દુઃખે છે માથુ
શારીરિક સંબંધ બનાવવા દરમિયાન ઘણા લોકોને માથામાં દુઃખાવો થાય છે. તેને સેક્સ હેડેક કહેવામાં આવે છે. સામાન્ય સ્થિતિમાં તે ચિંતાજનક નથી, પરંતુ સતત એવુ થાય તો તે બીમારીનો સંકેત હોઈ શકે છે. જેમ-જેમ એક્સાઈન્ટમેન્ટ વધે છે, તેમ-તેમ માથું અને ગરદન પર પણ પ્રેશર વધે છે. કેટલાક લોકોમાં સેક્સ કરતા પહેલા અથવા પછી માથામાં દુઃખાવો થઈ શકે છે. મસ્તિષ્ક સુધી રક્ત પહોંચાડનારી ધમનીઓ યોગ્યરીતે કામ ના કરવાને કારણે આવું થાય છે.
સેક્સ હેડેકના લક્ષણો
સેક્સ હેડેક બે પ્રકારના હોય છે. 1) માથું અને ગરદનમાં ધીમો-ધીમો દુઃખાવો જે સેક્સ એક્સાઈટમેન્ટ વધવાની સાથે વધી જાય છે. 2) સેક્સ કરતા પહેલા કે સેક્સ કર્યા પછી અચાનક થતો દુઃખાવો. કેટલાક લોકોમાં આ બંને પ્રકારના દુઃખાવાનો અનુભવ થાય છે. આ દુઃખાવો થોડી મિનિટોથી લઈને બે-ત્રણ દિવસ સુધી રહી શકે છે. સ્થિતિ બગડવા પર માણસ અચેત થઈ શકે છે, ઉલ્ટી થઈ શકે છે અને અન્ય ન્યૂરોલોજિકલ સમસ્યાઓ પણ થઈ શકે છે. આ જોખમ એ લોકોમાં વધુ હોય છે, જેમને પહેલાથી માઈગ્રેનની ફરિયાદ છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં સેક્સ હેડેક વધુ હોય છે.

સેક્સ હેડેકના કારણો
સેક્સ દરમિયાન માથું અને અંદરની ધમનીઓની દીવાલ પહોળી થવાને કારણે અથવા બબલ્સ બનવાને કારણે માથુ દુઃખે છે. ક્યારેક-ક્યારેક આ દીવાલમાં રક્તસ્ત્રાવ શરૂ થઈ જાય છે. તે સ્ટ્રોક અથવા આઘાતનું કારણ બની શકે છે. કેટલીક દવાઓનો ઉપયોગ, જેમ કે બર્થ કંટ્રોસ પિલ્સના ઉપયોગથી પણ માથું દુઃખવાની સમસ્યા થઈ શકે છે. કોઈ સંક્રમણના કારણે આવનારા સોજા પણ માથાના દુઃખાવાનું કારણ બની શકે છે.
સેક્સ હેડેકથી કઈ રીતે બચશો?
સેક્સ હેડેકથી બચવા માટે સલાહ આપવામાં આવે છે કે, ઓર્ગેઝ્મ પહેલા સેક્સ એક્ટિવિટી અટકાવી દો. તેમજ શારીરિક સંબંધ બનાવવા દરમિયાન નિષ્ક્રિય ભૂમિકામાં રહીને તેનાથી બચી શકાય છે. નિયમિતરીતે એવી એક્સરસાઈઝ કરો, જેનાથી માથુ, ગરદન, ખભાની માંસપેશિઓને આરામ મળે. સંયમની સાથે સેક્સ કરો. જે લોકો નિયંત્રણની બહાર થઈ જાય છે, તેમનામાં સેક્સ હેડેક સામાન્ય બાબત છે.
સામાન્યરીતે કોઈપણ પ્રકારનો માથાનો દુઃખાવો ચિંતાજનક નથી હોતો, પરંતુ જો સેક્સ દરમિયાન માથામાં દુઃખાવો થાય તો ડૉક્ટરને જરૂર બતાવો. સૌથી સારું એ રહેશે કે પહેલીવાર આવુ થવા પર જ ડૉક્ટરની સલાહ લેવામાં આવે. નહીં તો આ દુઃખાવો 6 મહિના અને 1 વર્ષ સુધી પણ હેરાન કરી શકે છે.

