- Infrastructure
- પહેલા જ વરસાદમાં અયોધ્યા ધોવાઇ ગયું, ભ્રષ્ટાચારીઓએ ભગવાન રામને પણ ન છોડ્યા
પહેલા જ વરસાદમાં અયોધ્યા ધોવાઇ ગયું, ભ્રષ્ટાચારીઓએ ભગવાન રામને પણ ન છોડ્યા

એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં બોલે છે કે ભ્રષ્ટાચાર મૂક્ત ભારત બનાવવું છે અને ભષ્ટ્રાચાર કરનાર ચમરબંધને છોડવામાં નહીં આવે. બીજી તરફ ગુજરાત સમાચારના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપના ભષ્ટ્રાચારીઓએ ભગવાન રામને પણ ન છોડ્યા.
અયોધ્યામાં પહેલાં જ વરસાદે વિકાસનો પરપોટો ફુટી ગયો છે. ભગવાન રામની નગરી અયોધ્યાની હાલત અત્યંત દયનીય બની ગઇ છે. 844 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રસ્તા પર ગાબડાં પડી ગયા છે. ભક્તો માટે બનાવવામાં આવેલી હોસ્પિટલમાં પાણી ભરાઇ ગયા છે અને ગર્ભગૃહમાં જ્યા રામલલ્લા બિરામાન છે ત્યા પણ પાણી ટપકી રહ્યું છે. ભગવાન પોતે અત્યારે રામ ભરોસે થઇ ગયા છે.
અયોધ્યાને ટોપ રિલિઝિયસ ટુરિસ્ટ સ્પોટ બનાવવા માટે ઉચ્ચ કક્ષાનું બાંધકામ ન કરાયું, તેનું આ પરિણામ જોવા મળી રહ્યું છે. ભષ્ટ્રાચારીઓ ભગવાન રામને પણ છોડતા નથી. રામભક્તોને આ દુર્દશા દેખાતી નથી.
Related Posts
Top News
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Opinion
