વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને તટસ્થ દેશોનો સમાવેશ થાય છે. આ દેશો વૈશ્વિક આધિપત્યની સ્પર્ધાથી દૂર રહીને ઉચ્ચ જીવનધોરણ, ઓછા ગુનાખોરી દર, મજબૂત સામાજિક વ્યવસ્થા અને શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2025ના ગ્લોબલ પીસ ઇન્ડેક્સ (GPI) મુજબ ટોચના શાંતિપૂર્ણ દેશોમાંથી કેટલાક દેશો આપણે જાણવા જોઈએ. 

આઇસલેન્ડ: વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ દેશ જ્યાં કોઈ સ્થાયી સેના નથી અને ગુનાખોરીનો દર ખૂબ જ ઓછો છે. તે વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પણ ઊંચા ક્રમ પર છે.

આયર્લેન્ડ: ઉચ્ચ આર્થિક વિકાસ, સુખી જીવન અને શાંત વાતાવરણ સાથે તે વિશ્વના સૌથી ધનિક અને વિકસિત દેશોમાંથી એક છે.

03

ન્યૂઝીલેન્ડ: છૂટો છવાયેલો અને શાંતિપૂર્ણ, ઓછી વસ્તી અને મજબૂત સામાજિક એકતાની ભાવના સાથે દેશમાં અપરાધ ઓછા અને જીવનની ગુણવત્તા ઉચ્ચ છે.

ઓસ્ટ્રિયા: તટસ્થ નીતિ, ઓછ ગુના અને મજબૂત અર્થતંત્ર સાથે તે યુરોપના સૌથી શાંત વિસ્તારમાં આવે છે.

સ્વિટ્ઝર્લેન્ડ: તટસ્થતા માટે વિશ્વભરમાં ઓળખ સાથે ઉચ્ચ સુરક્ષા અને સુખી જીવન. સંપન્ન સમાજ અને ભ્રષ્ટાચાર ખૂબ જ ઓછો છે.

સિંગાપુર: એશિયાનો સૌથી શાંત દેશ જ્યાં રાજકીય સ્થિરતા છે અને ઓછા ગુના છે. આર્થિક રીતે મજબૂત અને સુરક્ષિત છે.

પોર્ટુગલ: ઓછા ગુના, શાંત વાતાવરણ અને ઉચ્ચ જીવનધોરણ સાથે તે તટસ્થ અને શાંતિપ્રિય દેશ છે.

ડેન્માર્ક: સ્કેન્ડિનેવિયન વેલ્ફેર મોડલ સાથે હાઈગ (સુખી જીવનની કળા) પ્રચલિત છે અને શાંતિપ્રિય છે.

સ્લોવેનિયા: યુરોપનો શાંત અને સ્થિર દેશ, ખૂબ જ ઓછા ગુના અને મજબૂત ગવર્નન્સ સાથે જીવનારા લોકો. 

02

ફિનલેન્ડ: વિશ્વનો સૌથી સુખી દેશ તરીકે જાણીતો છે ઉપરાંત તટસ્થ શાંત અને સુરક્ષિત.

આ દેશો વૈશ્વિક ખેંચતાણોથી દૂર રહીને દેશની અંદર શાંતિ અને વિકાસ પર ધ્યાન આપે છે. મજબૂત સામાજિક સુરક્ષા, ઓછું સૈન્ય બજેટ અને ઉચ્ચ શિક્ષણ અને વિશ્વાસ સ્તર. આ તમામ દેશો વિશ્વગુરુ / સુપરપાવર જેવા કે અમેરિકા, ચીન કે રશિયા જેવી સ્પર્ધામાં નથી પડતા અને ત્યાંના નાગરિકો શાંતિમય, સુરક્ષિત, શિક્ષિત, સરેરાશ દીર્ઘાયુ જીવન જીવે છે.

About The Author

Related Posts

Top News

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં સરકારી ચોખા ભરેલો ટ્રક ઇથેનોલ પ્લાન્ટને બદલે ખાનગી મિલમાં પહોંચતા વહીવટીતંત્રમાં મચી ગયો ખળભળાટ

મધ્યપ્રદેશમાં, ઇથેનોલ પ્લાન્ટ માટે નિર્ધારિત સરકારી ચોખા ભરેલો ટ્રક અધવચ્ચેથી જ બીજી કોઈ જગ્યાએ મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે...
National 
મધ્ય પ્રદેશમાં સરકારી ચોખા ભરેલો ટ્રક ઇથેનોલ પ્લાન્ટને બદલે ખાનગી મિલમાં પહોંચતા વહીવટીતંત્રમાં મચી ગયો ખળભળાટ

'અમે તમને જનતા સમક્ષ ખુલ્લા પાડી દઈશું'; સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ફટકાર લગાવી, જાણો આખો મામલો

જાહેરાત માટે જામીન અરજીઓનો વિરોધ કરવા બદલ પરંતુ ટ્રાયલ્સમાં વિલંબ કરવા બદલ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ઠપકો આપ્યો. કોર્ટે ચેતવણી...
National 
'અમે તમને જનતા સમક્ષ ખુલ્લા પાડી દઈશું'; સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ફટકાર લગાવી, જાણો આખો મામલો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 12-07-2026 દિવસ: રવિવાર મેષ: મનનું ધાર્યું મનમાં રહી જાય, બીજાની ખુશી માટે નમી જવામાં જ માન સમજીને આગળ વધવું....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.